________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
વચનામૃત.
તો તેનું ફળ જીવને થવું જોઈએ નહીં. અને તેથી જીવને ખરાબ ગતિ પણ થવી જોઈએ નહીં. જે પાપપુણ્ય જીવે કર્યો તેનાં ફળ ઈશ્વર ભગવ. નારો થશે અને કદી ઈશ્વરને નિરાંત વળવાની નહીં; અને જીવને ખરાબ ગતિ કદી પણ થવી જોઈએ નહીં.
કર્તવવાદી–જીવે કરેલાં પાપપુણ્યને અનુસાર પ્રભુ છોને દંડ આપે છે તે કારણથી ઈશ્વર અદેષિત કરે છે. જે જેવું કરે તેને તેવું ફળ મળે છે.
જન–આ તમારા કહેવા ઉપરથી જ સંસાર તથા જીવ તેમજ પુણ્ય પા૫ અનાદિ કરે છે. વળી ઈશ્વર કર્તા નથી તે પણ સિદ્ધ થાય છે. વળી જીવને જે કંઈ આ ભવમાં સુખદુઃખ થાય છે તે પૂર્વ જન્મનાં કરેલાં સુકૃત દુષ્કતથી થાય છે, એમ ઉત્તરોત્તર જન્મથકી સુખદુઃખ ભોગવવું થાય છે. એમ કરતાં સંસાર તથા જીવ પુણ્ય, પાપ, બંધ, અને મોક્ષનું અનાદિપણું સિદ્ધ થાય છે. હવે વિચાર કરે કે જગત કર્તા ઈશ્વર કેવી રીતે કરે, વળી કર્મ છે તે ઈશ્વરથી સ્વતંત્ર છે કે પરતંત્ર છે? જે કર્મ સ્વતંત્ર હોય તે જગતકર્તા ઈશ્વર કેમ થાય? અને જે કર્મ પરતંત્ર હેય તે (પરાધીન હોય તે) ઈશ્વરને આ જગતની ઉપાધિ વળગે છે. માટે ઈશ્વર જગત કર્તા નથી અને જગત અનાદિ છે એ વાત સિદ્ધ છે. कर्तृत्ववादी तरफथी पूर्वपक्ष.
હવે અન્ય દર્શનીયએ જેવી રીતે જગતનો કર્તા ઈશ્વર માન્યો છે, તે દેખાડીએ છીએ. જગતનું મૂળ ઉપાદાન કારણ ઈશ્વર છે. એક ઈશ્વર અને બીજી સામગ્રી એ બે પદાર્થ અનાદિ છે. પૃથ્વી, જળ, અગ્નિ, અને વાયુ, આ ચારના પરમાણુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન. આ નવ વસ્તુ નિત્ય છે અને અનાદ્રિ છે. કોઇની પણ બનાવેલી નથી. તે જગતકર્તા નીચે મુજબ સિંહ ઠરે છે.
પતિ . कर्तास्ति कश्चिज्जगतः सचैकः स सर्वगः स स्ववशः स नित्यः । इमा कुडेवाक्रविडम्बनाः स्युः तेषां न येषामनुशासकस्त्वम् ॥
અર્થ:–આ જગત પ્રત્યક્ષાદિ પ્રમાણોથી દેખાય છે. આ ચરાચર જમતને રચનાર કોઈ પણ પુરૂષવિશેષ છે. પૃથ્વી, પર્વત, અને સમુદ્ર કાર્ય રૂપ હોવાથી તેનું કારણ કાંઈ પણ હેવું જોઈએ. કારણ કે જે જે કાર્ય છે તે તે કારણ વિના ઉત્પન્ન થઈ શકતાં નથી. જેમકે ઘટ, પેટ, દંડ, આગ
For Private And Personal Use Only