________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૩૨
ગાડી તેમ આ જગત્ કાર્ય દેખાય છે, માટે તેને કારણભૂત ઈશ્વર અવશ્ય માને જોઈએ.
૨. વળી ઈશ્વર છે તે એક છે. જે ઘણા પ્રભુ હોય તો એક કાર્ય કરવામાં સર્વની જુદી જુદી બુદ્ધિ થઈ જાય, ત્યારે કાર્ય ઉત્પન્ન થઈ શકે નહિ. માટે એક ઈશ્વર માનવો જોઈએ. તેથી કોઈ ઈશ્વર પોતાની ઈચ્છાથી ચાર પગવાળાં મનુષ્ય બનાવે, બીજે ઈશ્વર છે પગવાળાં મનુષ્ય બનાવે, ત્રીજે આઠ પગવાળાં મનુષ્ય બનાવે. વળી કોઈ આંખના ઠેકાણે કાન બનાવે, વળી કોઈ કાનના ઠેકાણે આંખ બનાવે, તે એક સરખાં મનુષ્ય બની શકે નહીં માટે એક જ ઈશ્વર હે જોઈએ.
૩. ઈશ્વર સર્વવ્યાપી છે. જે સર્વવ્યાપી ન હોય તો ત્રણ ભુવનને
છાવરેન એકી વખતે શી રીતે બનાવી શકે? એક કાળમાં સર્વને બનાવી શકે નહિ. જેમ કુંભાર જે ઠેકાણે હોય છે તે ઠેકાણે કુંભ બનાવી શકે છે. પરંતુ દેશાવરમાં કુંભ બનાવી શકતો નથી.
૪. તથા ઈશ્વર સર્વજ્ઞ છે. સર્વજ્ઞ ન હોય તે સર્વ કાર્યોનું ઉપાદાન કારણ જાણી શકે નહિ અને ઉપાદાન કારણ જે ન જાણી શકે તે આ વિચિત્ર પ્રકારનું જગત શી રીતે બનાવી શકે ?
૫. ઈશ્વર પિતાને વશ છે. પિતાની ઈચછાથી સર્વને સુખ દુઃખ આપે છે. ઈશ્વર વિના સર્વને સુખ દુઃખ આપવા કોઈ સમર્થ નથી અને જે ઈશ્વરને પરતત્ર માનીએ તો મુખ્ય કર્તા ઈશ્વર ન રહે.
૬. ઈશ્વર નિત્ય છે. જે અનિત્ય હેય તે તેને એટલે ઈશ્વરને બનાવવાવાળો બીજે ઈશ્વર માનવો જોઈએ. વળી તેને બનાવનાર બીજો એમ માનતાં અનવરથા દૂષણ આવે, માટે ઈશ્વર નિત્ય કહીએ છીએ.
जैनी तरफथी उत्तर पक्षः जगत् कर्तृत्ववाद खंडन.
તેન–પ્રથમ અનુમાન તમેએ કર્યું તે ખોટું છે. આ અનુમાનથી શર ગ્રહણ થતું નથી. વળી તમે કહે કે ઈશ્વર જગતકર્તા શરીરવાળા છે કે શરીરરહિત છે? વળી તમો કહે કે અમારી પેઠે શરીરવાળો છે કે પિશાચાદિની પેઠે અદશ્ય શરીરી છે? પ્રથમ પક્ષ માનશે તે પ્રત્યક્ષ બાધ આવે છે. બીજો પક્ષ માનશે તો ઈશ્વર દેખાતો નથી, તે ઈશ્વરના માહાથી કે અમારા કમનશીબથી? હવે પ્રથમ પક્ષ માનશો કે ઈશ્વરના માહાસ્યથી ઈશ્વર દેખાતો નથી તો તેમાં કોઈ પણ પ્રમાણ નથી. બીજા પક્ષમાં સદેહની નિવૃત્તિ નહિ થાય. કેમકે ઈશ્વર છે કે નહિ એ સંશય રહ્યા કરશે. વળી
For Private And Personal Use Only