________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૩૧
દુનિયાં શું કહેશે ! દુનિયામાં મારી વાહ વાહ થાવ છે કે નહીં તે તરફ લક્ષ આપવું નહિ. પિતાનામાં સદ્ગણે કેવી રીતે ખીલી શકે તે તરફ સદાકાળ લક્ષ આપવું.
જે જે મનુષ્યોની સંગતિ કરવાથી પ્રતિદિન સદગુણોને વધારે થાય તે તે મનુષ્યોની સંગતિ કરવી જોઈએ. સાધુ મહાત્માની સંગતિ કરવાથી અનેક સગુણે પ્રકટે છે. શ્રદ્ધાળુ મધ્યસ્થ શ્રાવની સંગતિ કરવાથી પણ અનેક પ્રકારના સદ્ગુણો ખીલી શકે છે. દુર્જનોની સંમતિથી મળેલા ગુણો પણ ટળી જાય છે. જેટલા વિદ્વાન હોય તેટલામાં સર્વ પ્રકારના ગુણોજ હોય એવો નિયમ નથી અને જેટલા ભાષાજ્ઞાનમાં અવિદ્વાન હોય તેટલામાં દુર્ગુણે હોય એવો નિયમ નથી. ક્રોધ, માન, માયા અને લોભ આદિ કષાયો જેમ પાતળા પડે છે તેમ તેમ ગુણે ખીલતા જાય છે.
जगत्कर्तृत्त्ववाद चर्चा.
જગત્કતૃત્વવાદી–પ્રભુએ જગતની રચના છોના ઉપગાર માટે બનાવી છે. જીવોની પાસે ધર્મ કરાવી અત્યંત સુખ પામવા માટે બનાવી છે.
જેન-ધર્મ કરાવી અને અનંતસુખ આપવું તે પરોપકાર છે એ તે ઠીક, પરંતુ જે જીવો પાપકૃત્ય કરીને નર્કમાં ગયા તેના ઉપર પ્રભુએ છે ઉપકાર કર્યો ? એ જીવને દુઃખી કરવાથી પ્રભુ શું પરોપકારી ઠરવાને? ના, નહીં કરવાનો.
કર્તવવાદી–એમને નર્કમાંથી કહાડીને સ્વર્ગમાં લઈ જશે. જેન ઠીક; તો તેમને નર્કમાં શા કારણથી જવા દીધા !
કર્તવવાદી–પ્રભુ જે કાંઈ જીવની પાસે પાપ પુણ્ય કરાવે છે તે કાંઈ જીવને આધીન નથી. પ્રભુ તે જે ઇચછે છે તે કરી શકે છે. જેમ બાજીગર લાકડાની પુતળીને ચાહે તેમ નચાવી શકે છે, પરંતુ તેમાંનું પુતળીને કંઈ પણ આધીન નથી.
જૈનજ્યારે જીવને કંઈ આધીન નથી ત્યારે સારા ખોટાનું ફળ પણ જીવને થવું નહીં જોઈએ. જેમ કોઈ સરદારે કોઈને કરને કહે કે તું અમુક કામ કર, પછી નેકર તે કામ કરે ને તેનું પરિણામ સારું અગર ખરાબ થાય તે તે સરદાર નેકરને શું દંડ દેઈ શકે છે? ના; કાંઈ પણ દંડ દે શકતી નથી. તેવી જ રીતે ઈશ્વરની આજ્ઞાથી જ્યારે જીવે પાપ પુણ્ય કર્યો
For Private And Personal Use Only