________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
વહ્યા કરે છે. અહંકારી મનુષ્ય પ્રાયઃ અન્યના ગુણેને પણ પિતાની લઘુતા થાય તે માટે સહન કરી શકતા નથી. કપટી મનુષ્ય પણ ૫ટના વિચારોના પ્રવાહમાં તણાય છે અને તે મનમાં શું વિચારે છે તે જણાતું નથી. પટી અને સગુણેને ગુણે તરીકે વર્ણવી શકે છે. જે મનુષ્યનું હૃદય શુદ્ધ થાય છે તે શાસ્ત્રાધારે સગુણ ગ્રહણ કરવાને યોગ્ય બને છે. પિતાના આત્મામાં સગુણોની વૃદ્ધિ કરવાને માટે સગુણદષ્ટિ ધારણ કરવી જોઈએ. ઘણુ મનુષ્ય સદગુણોની ઈચ્છા કરે છે અને મનમાં વિચારે છે કે જ્યારે અમો સરાણેને પ્રાપ્ત કરીશું. સદ્ગણે પ્રાપ્ત કરવાની ઈચ્છા થવી એ પણ દુર્લભ છે અને સગુણેના માર્ગોને ગ્રહણ કરવા એ પણુ દુર્લભ કાર્ય છે.
મનુષ્ય માત્રમાં હાલમાં કોઈનામાં એકલા સદ્ગણોજ હોતા નથી. દુર્ગણે પણ હોય છે. કોઇના સદ્દગુણોનું નિરીક્ષણ કરીશું અને તેની અનુમદના કરીશું તે સદ્ગણોને લેઈ શકીશું. કોઈના દુર્ગણપતિ દેખવામાં આ વશે અને તેના દુર્ગણને ભાવીશું તે દુર્ગુણ વિના અન્યદળ અપેક્ષાએ દેખી શકાશે નહીં.
આગમોના આધારે સગુણે અને દુર્ગુણોનું સ્વરૂપ વિચારવું જોઈએ. પિતાની મતિકલ્પના પ્રમાણે સગુણો અને દુર્ગુણોનું લક્ષણ ન બાંધવું જેઈએ. આગમના રચનાર સર્વજ્ઞ હતા માટે સર્વ દષ્ટિના આધારે સગુણ અને દુર્ગણોનું સ્વરૂપ સમજવામાં આવે તો મહાન લાભ પ્રાપ્ત થઈ શકે છે. સગુણે ઉચ્ચ ગુણ સ્થાનકની ભૂમિ પ્રાપ્ત કરીને વિશેષતઃ ખીલે છે. અશુભ પરિણામ ટળે અને શુભ-શુદ્ધ પરિણામની વૃદ્ધિ થાય તેમ વર્તવું જોઈએ.
આશ્રવના પરિણામ તથા આશ્રવના હેતુઓ ટળે અને સવારના પરિણુમ તથા સંવરના હેતુઓને સ્વીકાર થાય તે તે પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. આત્મામાં અનેક ગુણો રહ્યા છે. ગુણોને આચ્છાદન કરનાર આ વરણને ટાળવામાં આવે તો સ્વયમેવ તત તત સગુણે પ્રWી નીકળે છે. કીર્તિ અને પ્રતિષ્ઠાની બુદ્ધિને ત્યાગ કરીને આત્માના સ્વાભાવિક ગુણોનો આવિર્ભાવ થાય છે તે માર્ગોને અવલંબવા જોઈએ.
કોઈ મનુષ્ય અમુક દેશકાલાદિને અનુસરીને અમુકને ગુણ ના હોય તેએ ગુણ કહે છે. દાખલા તરીકે કેટલાક અનાર્ય લોકે પિતાના કૂળરીવાજ પ્રમાણે ઘણું પ્રાણીઓને પર્વ દીવસે મારવાની શ્રદ્ધાને ગુણ કહે છે પણ જૈન ધર્મના આધારે વિચારતાં તે અવગુણ જ છે. તેમજ કેટલાક ધમવાળા
For Private And Personal Use Only