________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
વચનામૃત.
ન પ્રાણ-ગમે તે પ્રકારે હું સ્વાર્થ સાધું. આમ તેના હૃદયમાં સ્વાર્થની હાળા સળગ્યા કરે છે અને તેમાં સદ્ગણદષ્ટિને બાળીને ભસ્મ કરે છે. સ્વાથ પિતાના સ્વાર્થના લીધે સામા મનુષ્યોના ઉપર અનેક પ્રકારનાં કાવતરાં કરે છે. મનુષ્યને મારીને તે હાથ પણું દેતો નથી. સ્વાર્થી મનુષ્યના હૃદયમાં સગુણદષ્ટિ રહી શકતી નથી. માટે સગુણદષ્ટિ ધારણ કરવાની ઇચ્છાવાળાએ સ્વાર્થબુદ્ધિને ત્યાગ કરવો જોઈએ. પિતાની કીર્તિ, પિતાને યશ, પિતાની પ્રતિષ્ઠા અને સત્તા, વગેરેમાં સૂક્ષ્મપણે સ્વાર્થ વશ્યા કરે છે, તેનું નિરીક્ષણ કરીને સ્વાર્થદષ્ટિને હૃદયમાંથી ભૂતની પેઠે હાંકી કાઢવી જોઈએ. કદાગ્રહી મનુષ્ય પણ સગુણદષ્ટિ ધારણ કરવાને શક્તિમાન થતું નથી. પિતાને કોઈ જાતને પક્ષપાત હોય તે પશ્ચાત સામા મનુષ્યને એક ગુણ પણ પિતાના હૃદયમાં ભાસતો નથી. સામા પુરૂષમાં રહેલા સેકડે સદ્ગણે પણ કદાગ્રહના લીધે બિલકૂલ જણાતા નથી, કારણ કે તેવા પ્રસંગે દોષ દષ્ટિનું જેર અતિશય વૃદ્ધિ પામે છે, માટે સદ્ગુણદષ્ટિની ઈચ્છાવાળાએ કદાગ્રહનો ત્યાગ કરવો જોઈએ.
કદાગ્રહી મનુષ્ય અજેનાં શુભાચરણોને પણ અશુભ રૂપે નિહાળે છે. કદાગ્રહી પિતે જે પક્ષ અંગીકાર કર્યો હોય તેની પુષ્ટિ કરે છે અને અન્ય મનુષ્યોમાં ઘણું ગુણ હોય તો પણ તે સગુણો સામે દેખી શકતો નથી. કદાગ્રહનો ત્યાગ કર્યા વિના આગમોના આધારે સગુણે ગ્રહણ કરી શકાતા નથી. સગુણાને પ્રાપ્ત કરવામાં ક્રોધ પણ વિઘકર્તા છે. મનુષ્ય ક્રોધને વશ થઈને પોતાનામાં સર્વસ્વ કલ્પી લે છે અને અન્યોમાં જે જે સહગુણ હોય છે તેને તેઓ દેખી શકતા નથી. ક્રોધીના હૃદયમાં વૈર વાળવા. ની ભાવના વશ્યા કરે છે. ક્રોધીએ જે જે શત્રુઓ કયા હોય છે તેના સાનુકૂળ સાધનમાં તેને ગુણે ભાયા કરે છે. જે મનુષ્ય કોઈને ભમાવ્યો તુર્ત ભમી જાય છે, જેની પાસે જાય છે તેના જે થઈ જાય છે તે મનુષ્ય પણ સદ્ગણોને હૃદયથી પારખી શકતા નથી. તેથી તે સગુણોને ધારવામાં સમર્થ બનતો નથી. જે મનુષ્ય બીજાઓના ઉપર આળ ચઢાવવાની વૃત્તિને ધારણ કરે છે તેના હૃદયમાં અનેક પ્રકારના વિચારો આવે છે અને કુવિચારોથી તેનું મન ઘેરાયેલું હોય છે તેથી તે સગુણોના ઉપર પ્રેમ ધારણ કરી શકતા નથી. જે મનુષ્યના હૃદયમાં અહંકાર પ્રકટયો હોય છે તે પણ અન્ય મનુષ્યોમાં રહેલા સગુણોને ગ્રહણ કરવા સમર્થ થતું નથી. અહંકારી મનુષ્ય, અન્ય મનુષ્પોની મહત્તાને સહન કરી શકતા નથી, અહકારી મનુષ્યના મનમાં અન્યોની હલકાઈ કરવાના વિચારો પ્રવાહ પેઠે
For Private And Personal Use Only