________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
વચનામૃત. પ્રિય માને છે અને તેઓના ગુણોજ તેમની આંખે દેખાય છે, પણ પશ્ચાત કોઈ જાતના પક્ષમાં પડી જવાથી પિતાના માનેલા ગુરૂના વિરૂદ્ધ પક્ષમાં ભળવાથી પૂર્વના ગુરૂપર શ્રદ્ધા રહેતી નથી અને પૂર્વના ગુરૂના દોષે તેની દેશદષ્ટિની આગળ ખડા થાય છે અને સગુણદષ્ટિથી સદગુણો જેવાની ટેવને વધારતા નથી. કેઈ વખત કોઈ પક્ષ તરફ અરૂચિ થઇ જાય છે તો પશ્ચાત તે તરફની સદ્ગુણ દષ્ટિને બિલકુલ નાશ થાય છે. આવી દષ્ટિવાળા મનુષ્ય અન્ય મનુષ્યોના સમાગમમાં આવે છે પણ દરેકમાં રહેલા થોડા ઘણુ સદ્ગુણો દેખી શકવાને ભાગ્યશાળી બની શકતા નથી.
સાધુ ગુરૂમાં રહેલા સદ્ગણે દેખવાને પ્રથમ પિતાની દષ્ટિને નિર્મળ કરવી જોઇએ. ઘુવડ છતી આંખે પણ પિતાની દષ્ટિના દુષે સૂર્યને દેખવાને સમર્થ થતું નથી; તેમજ કેટલાક પુરૂષે સાધુઓની પાસે જાય છે, પણ પિતાની દેરષદષ્ટિના લીધે સાધુઓના ગુણે દેખવાને સમર્થ થતા નથી. આ રીસામાં મલીનતા હોય તે અન્ય પદાર્થનું તેમાં પ્રતિબિંબ પડી શકતું નથી. તે પ્રમાણે પિતાની દષ્ટિ મલીન હોય તો અન્યના સદગુણને પિતાની દષ્ટિમાં ભાસ નથી, તેમાં સાધુઓનો દોષ નથી પણ પિનાની દષ્ટિને દેશ છે. વીતરાગ થયાવિના કોઈ પણ બિલકુલ નિર્દોષ થતો નથી, માટે દરેક વ્યક્તિમાં સદગુણો અને દુર્ગુણો બને હોય છે, પણ આપણે તે હંસની દૃષ્ટિ ધારણ કરીને દુર્ગુણે તરફ અલક્ષ રાખી સદ્ગણોનું બહુમાન કરવું જોઈએ. શ્રી મહાવીર સ્વામીના સમવસરણમાં આવેલા પાખંડીઓ શ્રી વીરપ્રભુથી બોધ ન પામ્યા તેનું ખરું કારણ તપાસીએ તે માલુમ પડશે કે પાખંડીઓમાં દોષદષ્ટિનું જોર હતું અને સગુણ જોવાની શક્તિ ખીલી નહોતી અને મિથ્યાત્વ દશાનું જોર હતું તેથી શ્રી વિરપ્રભુમાં પાખંડીઓની શ્રદ્ધા કરી નહીં. તે પ્રમાણે હાલ પણ જેનશાસ્ત્રના જ્ઞાનના અભાવે કેટલાક મનુષ્યો ત્યાં ત્યાં દુર્ગણોને પિતાની દષદષ્ટિના પ્રતાપે ખેળવા મંડી જાય છે. આવા પુરૂષોને સગુણે પણ દુર્ગુણોરૂપ દેખાય તો તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. અનાદિ, કાળથી દોષષ્ટિથી આપણે સગુણોને પ્રકટ કરવા સમર્થ થયા નથી અને ભવિષ્યમાં પણ જે આપણે પિતાની સગુણ દૃષ્ટિને ન ખીલવશું તે કાગડાની પેઠે પિતાના આત્માની નીચે દશા થશે. આ બાબતને દીર્ધદષ્ટિથી વિચાર કરવામાં આવે તે સદગુણદષ્ટિવિના સાધુ અગર શ્રાવકપણું પ્રાપ્ત થઇ શકતું નથી એમ અનુભવ આવ્યા વિના રહેશે નહીં. અને તેમજ દેષદષ્ટિને ત્યાગ કરીને સગુણદષ્ટિ ધારણ કરવી જોઈએ, એમ નિશ્ચય યયાવિના રહેશે નહીં. પિતાની ભૂલ જ્યારે પિતાને દેખાય છે ત્યારે મનુષ્ય
For Private And Personal Use Only