________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૨૫
મહાવ્રત પાલન આદિ સદગુણોને પડતા મૂકી તેના દોષોને બોલવા મંડી પડે છે. ચાલી જેમ દાણાને જવા દે છે અને કાંકરાને પિતાનામાં ધારણ કરે છે તેમ દુર્ગને દેખનારાઓ અન્યમાં રહેલા સગુણોને પિતાની દષ્ટિમાંથી કાઢી નાખે છે અને દુર્ગુણોને દેખી તેને હૃદયમાં ધારણ કરે છે. સુગરીના માળાવડે કેટલાક ગામડીયા ઘી મળે છે. સુગરીના માળામાંથી ધી હેઠળ ચાલ્યું જાય છે અને મેલ સર્વ માળામાં રહે છે. આ પ્રમાણે કેટલાક મનુષ્ય સાધુ વગેરેમાં રહેલા સગુણાને તે દ્રષ્ટિમાં ધારતા નથી પણ કાઈ તેમનામાં દેષ રહેલો હોય છે તો તેને પિતાની દષ્ટિમાં ધારી રાખે છે અને તેથી તેઓને દોષ જેવાને ખાર વધતો જાય છે. ગમે તે સાધુઓની પાસે જાય છે તે દેશષ્ટિને આગળ કરીને જાય છે તેથી સાધુઓમાં તેઓની માન્યતા પ્રમાણે તેઓને દોષ નજરે પડે છે, અને સાધુઓમાં રહેલા સગુણોને તેઓ દેખી શકતા નથી. પિતાની દોષદષ્ટિ સાધુઓના સગુણે પણ પ્રાણ દુર્ગુણોરૂપે તેમના હૃદયમાં અવભાસે છે. કેટલાકને તે પિતાની માન્યતા પ્રમાણે ચાલવાની વૃત્તિ થઈ હોય છે તેથી તેઓ પિતાની માન્યતા પ્રમાણે સાધુઓની ક્રિયા ન દેખે તો પછી સાધુ ખરી ક્રિયા કરતો હોય તે પણ તેઓના સદ્દગુણે તરફ પૂજ્યભાવ ધારણ કરતા નથી. અને તેઓ તેવી દષ્ટિના ગે સાધુઓના સમાગમમાં આવીને કંઈ ઉત્તમ લાભ મેળવવાને શક્તિમાન્ થતા નથી. કેટલાક તે એક સાધુમાં કોઈ જાતને દોષ દેખે છે તો પશ્ચાત્ સર્વ સાધુઓ ખરાબ હોય છે એવી અધમ દષ્ટિને ધારણ કરીને સાધુઓમાં રહેલા અનેક સગુણને દેખી શકતા નથી અને તે તે સદગુણોને મેળવી શકતા પણ નથી. કેટલાક પોતાની મરજી પ્રમાણે સાધુઓ વર્તે ત્યાં સુધી તો તેઓના ગુણ ગાયા કરે છે. અમારા ગુરૂ ઉત્તમ છે, જ્ઞાની છે એમ બોલ્યા કરે છે. પણ કદાપિ સાધુ ગુરૂવર્ણ, તેવાઓને શિક્ષા કરે છે, અને તેઓની મરજી સાચવતા નથી તો તેઓ સાધુ-ગુરૂની નિન્દા કરવા મડી જાય છે અને કહે છે કે અમે તે તેમની પાસે કંઇ દેખ્યું નહીં. એમની પાસે જવામાં કાંઈ પણ સાર નથી. એમ દેશદષ્ટિને આગળ કરીને ગમે તેમ બોલ્યા કરે છે. આવા સદગુણુ દષ્ટિવિનાના પુરૂષો ગમે ત્યાં જાય છે પણ તેઓના મનમાં સદગુણે જેવાની ટેવના અભાવે ગમે તે દોષ ખોળી લાવે છે. પ્રથમ કેટલાક ગુણ મેળવ્યા હોય છે પણ પશ્ચાત્ દોષદષ્ટિની વૃદ્ધિથી દુર્ગણે વધતા જાય છે. અને સગુણ ઘટતા જાય છે.
કોઈ વખત કોઈ મનુષ્ય અમુક ગુરૂને પિતાના પ્રાણ કરતાં અધિક
For Private And Personal Use Only