________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
વચનામૃત.
ઉત્પન્ન કરે છે. કેટલાક મનુષ્ય ભૂત, પ્રેત, પિશાચ, ચૂડેલ, અને જન વગેરેની ભયથી રાત્રીમાં કંપી ઉઠે છે, કેટલાક તો રાત્રીમાં ભયના ઠેકાણેથી પસાર થતાં ભયના લીધે ઉંચાસ્વરે કંઈ ગાયન લલકારતા, પગ પછાડતા અને ધોકા પછાડતા માલુમ પડે છે. કદાપિ તેમ છતાં દેવ ભયથી બીએ છે અને તેના મનમાં થતી ભયની અસરથી તાવ વગેરે રોગના ભેગા થઈ પડે છે. આવા અનેક પ્રકારના દેવ ભયથી મનુષ્યોના મનમાં ચિન્તા, શોક આદિ રોગોને પ્રવેશ થતાં ઝાંઝવાના જળની સુખની પણ આશા બંધાય છે. અર્થાત તેવા મનના રોગીઓ સુખથી દૂરને દૂર રહે છે. મનુષ્યોના મનમાં અકસ્માત વિજળી વગેરેને ભયરોગ રહેલો છે, જેથી તેની છાતી અનાદિ કાળની ભય સંજ્ઞાને લીધે ધડકે છે તેથી તે બાહ્યથી નિરગી છતાં અને ન્તરમાં રોગી રહે છે. મનુષ્યના મનમાં અનેક પ્રકારના રોગનો ભય ઉત્પન્ન થાય છે, પ્લેગ આદિ રોગો નજીકના પ્રદેશોમાં સાંભળતાં મનમાં ભય નામના રોગથી કંપારી છૂટે છે અને મનમાં તતસંબંધી અનેક પ્રકારની ચિન્તાઓ ઉત્પન્ન થતાં ચિત્તની સ્થિરતા રહેતી નથી અને તેથી આનન્દના પ્રદેશથી દૂર રહેવાય છે. આ પ્રમાણે મનમાં રોગ થતાં મનની ખરાબ દશા થાય છે, તેમજ મનુષ્યના મનમાં અમુક વખતે મરણ થશે એવા મૃત્યુભયથી શરીરમાં કંપારી છૂટે છે. અરે ! શું થશે ? કયાં જઈશ? વગેરે શોકની લાગણીઓ ચારે તરફથી ઘેરી લે છે, તેનું મન ઠેકાણે રહેતું નથી, મૃત્યુ ભયથી થરથર કંપે છે, મૃત્યુના સમાન કોઈ ભય નથી. આ પ્રમાણે મનમાં ઉત્પન્ન થતા ભય રોગના દર્દથી આત્મિક તેમજ પગલિક એ બે પ્રકારમાંનું કોઈ સુખ અનુભવાતું નથી અને ભય રોગની અસરથી શરીરની નિર્બળતા વૃદ્ધિ પામે છે અને શરીરના અમુક રોગો પણ પ્રગટી નીકળે છે. માટે મનમાં ઉત્પન્ન થતા ભય રોગનું ઔષધ કરવાની જરૂર છે.
મનમાં આર્તધ્યાન અને હૈદ્રધ્યાનના વિચારોની શ્રેણિયો વારંવાર પ્રગટયાથી ખરી શાન્તિને અનુભવ થતો નથી. આત્માને ખરો આનન્દ મેળવવા માટે બાહ્યના જે જે વિચારો કરવામાં આવે છે તે ખરા ઉપાય તરીકે સિદ્ધ થતા નથી. અમુક ચૈત્ર પિતાના શત્રુઓને નાશ કરવા અનેક પ્રકારના ઉપાયોમાં ગુંથાય છે, રાત્રી અને દીવસમાં અનેક પ્રકારના પ્રપંચો ઉભા કરે છે તે પણ તે દીલના દર્દમાં ઘસડાય છે, તેનું શરીરબળ ઘટે છે, ચિન્તા કરવાથી તેનું શરીર સુકાઈ જાય છે. આ પ્રમાણે ચૈત્ર પ્રતિદિન દિલના દર્દીને વધારે કરે છે અને તેમજ શારીરિક દર્દીને પણ વધારો કરે છે અને અને તે ભરીને અશુભ અવતાર ધારણ કરે છે.
For Private And Personal Use Only