________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૨૧
ર્તિમય, દેવભય, અકસ્માત ભય, રોગભય, અને મરણુભય આદિ અનેક પ્રકારના ભયથી મનમાં અનેક પ્રકારની ચિન્તાઓ પ્રગટે છે. રાજ્યથી વિરૂદ્ધ કોઈ જાતનું કાર્ય કરનારાઓને સરકાર તરફથી પકડાવવાનો અને સજા પામવાને ઘણો ભય રહે છે. રાજ્યવિરૂદ્ધ કાર્ય છુપાવવાને અનેક પ્રકારના પ્રપંચે ગોઠવવાની ધ્રુજતા હૃદયે ચિન્તાઓ કરવી પડે છે. તે ચિન્તાઓને હજ્યમાં એ તો સજ્જડ સંસ્કાર પડે છે કે તેથી ઉંધમાં પણ ભયનાં સ્વપ્ન આવે છે. ઉધમાં પણ જરા માત્ર નિરાંત વળતી નથી. અમુક પ્રકારની જ્ઞાતિવાળા અમલદારને પુછો કે તમે આનન્દમાં છો? જો કે તેના મનમાં આનંદ ન હોય તેપણુ તે આનંદમાં છે એવું જણાવવા ડોકું ધુણાવે છે અને હાસ્ય વદનની પ્રતિનકલ કરે છે પણ જે તેના હૃદયની તપાસ કરવામાં આવે છે તો તેણે લોકો પાસેથી જે લાંચો લીધી હોય છે તેથી તે બહાર પડશે તે ખરાબ થવાનો ભય રાખે છે. લાંચો તેના પ્રતિપક્ષીઓ ને પકડી પાડે તે માટે અનેક પ્રકારની યુક્તિઓ કેળવે છે. દુઃખદ પ્રસંગે સામાન્ય નોકરની દાઢીમાં હાથ ઘાલતો માલુમ પડે છે. આ શું મનને રોગ નથીઅલબત તે મને નનો રોગ છે. પિતાની સર્વત્ર કીર્તિ પ્રસરેલી છે, એવા એક આબરૂદાર પુ. રૂષને પિતાની કીર્તિને નાશ થાય તેવા પ્રસંગે મનમાં અત્યંત કીર્તિભય ઉ ત્પન્ન થાય છે, તેની ઉપરની પ્રસન્નતા વેશ્યાના સન્માન જેવી દેખાય છે. કોઈ મુનિરાજ જગતમાં બ્રહ્મચર્યથી પ્રસિદ્ધ છે તેના ઉપર તેના પ્રતિપક્ષી મનુષ્ય ભ્રષ્ટપણાને જ્યારે આરોપ મૂકે છે ત્યારે તેઓ પિતાનું બ્રહાચર્ય લોકોને અ. ખંડિત જણાવવા કીર્તિભયના લીધે સાક્ષીઓ બતાવે છે, લોકોની આગળ પિતાનું ખરું સ્વરૂપ જણાવવા અનેક પ્રકારના પુરાવા હાજર કરે છે, અનેક પ્રકારની ચિન્તા કરે છે, બરાબર ઉંધ પણ લઈ શકતા નથી, શરીરે પણ દુર્બલ પડી જાય છે. જેમ જેમ જગતની આગળ પોતાના બ્રહ્મચર્યની વાત જણાવે છે તેમ તેમ જગત પણ મુનિની આવી પ્રવૃત્તિના લીધે શૈકામાં પડે છે અને પિતાને હેતુ બરાબર પાર પડેલો ન જોઈ અત્યંત શાકાતુર બને છે. વિચારો કે નિર્દોષી એવા મુનિવરને પણ મનમાં કીર્તિના ભયને કેવા રોગ લાગુ પડી તેમના જીવની ખરાબ દશા કરે છે. રાજા, શેઠ, અને સાધુ વગેરે પિતાની અપકીર્તિના ભયથી રાત્રી અને દિવસ મનમાં બળ્યા કરે છે, ને ઠેઠ મૃત્યુપર્યંતની અવસ્થાને પામે છે. બધુઓ. વિચારો કે મનમાં ઉત્પન્ન થતા અપકીર્તિભયરાગથી કેવા કેવા પ્રકારનાં દુઃખ થાય છે. અહા ! આ જગતમાં શરીરના રેગો કરતાં મનના રોગેની કેટલી બધી પ્રબળતા છે ? અહે દેવતાને ભય પણ મનુષ્યના મનમાં અનેક પ્રકારની જવીઓને
For Private And Personal Use Only