________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચનામૃત.
વ્યસનેમાં સપડાયો છે, વેશ્યાઓનાં ઘર ભરે છે, ઘરના ખૂણે ખાલી કરે છે, દારૂના બાટલા ચડાવે છે, બૈરીને મારે છે, સટ્ટાઓ કરી લક્ષ્મીને નાશ કરે છે, પિતાનું કહ્યું તે પુત્ર માનતો નથી, પિતાની શિખામણને વિષ જેવી ગણે છે, પોતાના સામું બોલે છે, કાંણ ઘેડી ને કરડકણની પેઠે વૃત્તિ ધારણ કરે છે. સાધુઓ પાસે જવાને ઉપદેશ આપતાં પિતાને ધિક્કારે છે. આથી પિતાના મનમાં શરીર નિરોગી છતાં અનેક પ્રકારની ચિન્તાઓ ઉઠે છે.
એક પ્રકારને શાક સમતાં અન્ય શોક મનમાં દાખલ થાય છે. આથી પિતાનું મુખ રાંક જેવું દેખાય છે. અનેક પ્રકારના શોકથી તે હદયમાં ને હ. દયમાં બળે છે. મનમાં વિચારે છે કે પુત્રજ ન થયો હોત તો સારું. વળી પરમેશ્વર પાસે અજ્ઞાનપણથી માગણી કરે છે કે હે પરમેશ્વર! મહને કઈ વખત પુત્ર આપીશ નહીં. શેઠની આવી દુઃખની સ્થિતિનું કારણ તપાસીએ તે તેમના મનમાં થતા શોકનું જ નામ આપવું પડશે. '' ખુરશીપર લમણે હાથ દઇ બેસનાર પેલા જુવાનીઆને પુછીએ કે કેમ ભાઈ ! આનંદમાં છેને ? ત્યારે તે ઉપરથી લોકોને આનંદ બતાવવા ક. હેશે કે અમારે સદા આનન્દ છે. પણ તેના હૃદયમાં ઉતરી તપાસ કરીએ છીએ તો અનેક પ્રકારની વાસનાઓથી તેનું ચિત્ત જલવિહીન માછલાની પેઠે દુઃખથી ટળવળે છે, અમુક સ્ત્રીની સુંદરતાથી તેને મેળવવાના અનેક પ્રકારના ઉપાયને મનમાં ગોઠવે છે, તે સ્ત્રીને સંબધ થવા માટે રાત્રી અને દિવસ અનેક પ્રકારની ઝંખનાઓ કરે છે, કોઈ પણ બાબતમાં તેનું ચિત લાગતું નથી, અપકીર્તિને ભય લાગે છે, મરણને ભય લાગે છે તે પણ તે ખાનગીમાં કાગળ મગાવે છે અને પાછા લખે છે. ઉપરથી કોઈ પણ ન જાણે તે ડોળ કરે છે, કદાપિ કોઈ જાણે એ વહેમ લાગે છે તો તેને પણ ફસાવવા પ્રયત્ન કરે છે પિતાની લક્ષ્મીને ખાનગીમાં વ્યય કરે છે. ઉપરથી એ ડોળ કરે છે કે જાણે તે બાબતમાં કંઈ પણ જાણતા નથી. મનમાં વારંવાર કામના વિચારોથી બળ્યા કરે છે. આવી તેની સ્થિતિને દેખતાં તેના રોગ માટે ઉત્તમ પુરૂષોને દયા ઉપજે છે. રાજ્ય, લક્ષમી, સત્તા, વૈભવ, નેકરી, પદવી, મોટાઈ, કીર્તિ, આહાર, વિહાર અને વિષય સુખો વગેરે બાબતોની ચિન્તાઓ રૂ૫ ચિતાઓ રાત્રીદીવસ જે મનુષ્યોના મનમાં સળગ્યા કરે છે તેને ક્યાંથી સુખ હોય; અલબત ન હોય. મનમાં થતી ચિન્તા અને શોકની અસર શરીરપર પણ થયા વિના રહેતી નથી.
મનુષ્યના મનમાં ભય નામનો રોગ હોય છે તેથી મનુષ્ય નિરોગી છતાં પણ સુખથી પરાક્ષુખ રહે છે. રાજ્યબય, દેશભય, કીર્તિભય, અપકી
For Private And Personal Use Only