________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વચનામૃત.
સાતમી નરકમાં લઈ જાય છે અને તેજ મનથી આત્મા, પરમાત્મપદ પામી મુક્તિપુરીમાં જઇ વસે છે. ધણા ખરા વ્યવહાર મનેાદ્વારા સંસારી જીવા કરે છે. ઘેાડાના કરતાં પણ મનની ગતિ આધક છે. તારના કરતાં પણ મનના વેગ અધિક છે. સમુદ્ર તરવા સહેલ છે. પણ મન વશ રાખવું મુશ્કેલ છે. એક ધડીમાં મનમાં જેટલા વિચાર થાય છે તેને પાર પણ આવતા નથી. કાઈ પણુ કાર્યમાં મન ગ્રંથાયુંજ રહે છે. તંદુલીયા મસ્જી, મનના અશુભ વ્યાપારથી સાતમી નરકમાં જાય છે. શરીર એક ઠેકાણે હાય છે, પણ મન તા અનેક ઠેકાણે ભમતું હોય છે. અહે। એ મનને સ્થિર કરવું તેજ મહાયેાગ છે. મનમાં કાઈ વખત સ્ત્રીની ચિન્તા થાય છે. ઉત્તરાત્તર અનેક પ્રકારની ચિંતાઓ થયા કરે છે, અને મનથી, આત્મા, કર્મરાશિ ગ્રહણુ કર્યા કરે છે. મન વચન અને કાયાના યેાગમાં પણ મનેયાગ માટેા કહ્યા છે એ મન જેણે વશ કરી આત્મ સ્વરૂપમાં લક્ષ્ય રાખ્યું છે તે મહાત્માઓને પુનઃ પુન: નમસ્કાર થા.
આ સઁસારરૂપ કારાગૃહમાં કંઇ પણ સુખ નથી. ફ્ક્ત જીવ, તેમાં સુખથી સાય છે. સંસારમાં ધન, પુત્ર, પરિવારથી પેાતાની મેાટાઈ માનવી તે કસાઇના ધેર વૃદ્ધિ પામતા મેાકડાની પેઠે જાણવું. આ સંસારમાં કેટલાક જીવા પ્રજા રહિત હાવાથી દુ:ખી થાય છે તથા કેટલાક, દુર્ગુણી સ્રીયાના વચન પ્રહારાથી દુઃખી થાય છે, કેટલાક કુલક્ષણવાળા પુત્રથી દુ:ખી થાય છે, કેટલાક, ધન કમાવાની ચિંતાથી અહર્નિશ સંતપ્ત રહે છે. કોઇ તે ધનવાન્ તથા પ્રતિષ્ઠાવાન છતાં પણ પોતાના દુષ્ટ સ્વભાવથી દ્રવ્યના દુરૂપયાગ કરી ઉત્તર કાળમાં દુઃખરૂપ કૂળને આપનાર પાપ કર્મોને રચે છે. કેટલાક તા અનેક પ્રકારના રાગેાથી પીડાતા નિરર્થક જીંદગી ગાળે છે, કેટલાક ધન રક્ષણમાંજ જીવિતવ્ય ગુમાવી ચિંતામણિ રત્ન સમાન નર જન્મ હારે છે. ધનવાના, તેમજ રાજાએ અગ્નિ, ચારના ભયથી સદા ચિંતા કર્યા કરે છે. અને વિચારતાં એમ જણાય છે કે, ધનવંતા કોઇ ચિંતા રહિત નથી. એટલું તેા ઠીક પણ સ્વમાવસ્થામાં તેઓ ધનના વિનાશની શંકાવાળા હોવાથી નિર્ભય હેાતા નથી, તે જગૃતાવસ્થામાં કયાંથીજ હાય ? વળી ધનવાન પુરૂષા, લોભી, તૃષ્ણાવાળા, ઈર્ષ્યાવાળા તથા અભિમાની પણ હાય છે; જેથી તે દુર્ગુણા તેમને વિના અગ્નિએ બાળીને ભસ્મ કરનાર છે, તેઓ મડે પાપના સમુહને પણ અધિક કરે છે. તેથી પરલોકમાં પણ દુ:ખના ભા'તાજ થાય છે. કાઇ વીરલા ધનવતા, ધનતે સન્માર્ગે સદુપયાગ કરી જીવનની સાફલ્યતા કરે છે. ખાહિર ધનાદિ ઉપર મમત્વ ભાવ હોવાથી આત્મસ્વરૂપનું ચિંતવન થતું નથી, કારણ કે ધનની ચિંતા વિઘ્નરૂપે આડી આવે છે, માટેજ ચક્રવર્તિ
For Private And Personal Use Only