________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૧૭
પુસ્તક પર લાગ્યું છે, અનેક વિદ્વાને જૈન ધર્મને અભ્યાસ કરવા લાગ્યા છે અને જેને ધર્મની પ્રાચીનતા સ્વીકારવા લાગ્યા છે. બદ્ધ ધર્મથી જૈન ધર્મ જુદે છે એમ હવે નક્કી થયું છે. - - જૈન ધર્મ સબંધી અન્ય ધર્મના લેખકોએ જે ભૂલો કરી છે તેને ઉતારો આપવાને હવે વખત આવી લાગ્યો છે. જેને વિદાને પણ હવે સામા ઉત્તરો આપી જૈન ધર્મની સેવા બજાવવા તૈયાર થયા છે. જૈન સિદ્ધાન્તાનું જેમ જેમ શ્રવણ-વાચન કરનારાઓને ઉત્તેજન આપવામાં આવશે તેમ તેમ જૈન સિદ્ધાન્તનો ફેલાવો વધતો જશે. - ધનાઢય શ્રાવકોએ જ્ઞાનરૂપ ચક્ષુ ઉધાડવા માટે પોતાના ધનને સહુપયોગ કરે જોઈએ. જેઓ સાધુઓ તથા સાધ્વીઓને જેન સિધાન્ત ભણવા ગણવામાં સહાય કરે છે તે અનન્તગણું ફળ પ્રાપ્ત કરે છે. જેના સિદ્ધાન્તોને ફેલાવો કરનાર સાધુઓ છે, માટે સાધુઓને સહાય આપવાથી સર્વ પ્રકારે જૈન ધર્મની ઉન્નતિ થાય છે. સાધુઓ અને સાધ્વીઓએ અવશ્ય જૈન સિદ્ધાન્તનું વાચન કરવું અને પ્રમાદ દશા ટાળી જૈન ધર્મને ઉદ્ધાર કરવા કટીબદ્ધ થવું કે જેથી અન્ત અનત સુખમય પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય.
दीलनुं दर्द टाळी शकाय छे.
કોઈનું માથું દુખે છે તો તેનો નાશ ઔષધથી થાય છે. તેમજ કેઈના પેટમાં દુખે છે તે તેનો પણ ઉપાય છે. આંખના રોગો ટાળવાને માટે ઘણું દાક્તરે અનેક ઉપાયો કરી વિજય પામ્યા છે અને પામે છે તેમજ પામશે. જગતમાં જેટલા રોગો છે તેટલાને નાશ કરવાના ઉપાયો શોધાય છે અને તેમાં ઘણે અંશે વિજય મળે છે. ગ્રન્થિકજવર, સન્નિપાત (પ્રેગ)નો રોગ હિંદુસ્થાનમાં શ્રી મુનિ સુંદરસૂરિ મહારાજના વખતમાં પન્નરમા સામાં હતું તેના પણ પૂર્વે તથા હાલ ઔષધો, મિત્રો વગેરે ઉપાયો શેાધામ છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે દરેક રોગનાં ઓષધો તથા તેને નાશ કરવાના ઉપાયો જગતમાં ઘણું હોય છે, પણ જ્ઞાનચક્ષુ ખીલ્યા વિના તે જણાતાં નથી. જે જે મનુષ્યો જે જે કાર્યોને માટે ઉદ્યમ કરે છે તે તે કાયોને ઉપાયોને તે શોધી કહાડે છે. બાહ્ય શરીરના રોગોને નિવારવા માટે જેમ ઔષધે છે તેમ મનમાં થતા રાગ, દેષ, ઈર્ષ્યા, અને ચિતા આદિ રગત નાશ કરનારાં પણ વધે છે. બાહ્ય શરીર નિરોગી અને મજ
For Private And Personal Use Only