________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪:
વચનામૃત.”
કરીશ. માનવ બંધુઓમાં અનેક પ્રકારના ગુણે છે પણ તે સદગુણ દૃષ્ટિ વિના અંધારામાં પડયા હતા. હવે તે સર્વ દેખાય છે. મનુષ્યવર્ગ એકદમ કંઈ. સર્વગુણી બની શકતો નથી. ધીમે ધીમે સર્વમાં તરતમાગે ગુણ ખીલે છે. કોઈ વખત લેખક, શાતા અને વાચકોના આતમાઓ પણ એવી સ્થિતિમાં હશે કે તે જે દુર્ગુણોનું સાક્ષાત રૂપ દેખાય તો શું મનમાં વિચારે!!! ઉત્તમ મહાત્માઓની કૃપાથી અભ્યાસના બળગે દુર્ગુણોનો નાશ થતો જાય છે. પરભવમાં જે દોષોનું આસક્તિ પૂર્વક સેવન કરવામાં આવ્યું છે, તે દેષો હાલ પણ અન્ય ગુણ ખીલ્યા છતાં જતા નથી. કેટલીક વખત પાછા શાંત થઈને હદયને વિકારી બનાવે છે, કેટલીક વખત મનમાં કામ ક્રોધાદિક દુર્ગણે ઉત્પન્ન થઈને એવું અકૃત્ય કરાવે છે કે પશુના કરતાં પણ નીચોટીને આત્મા ગણાય. ક્ષણમાં જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થતાં નદીનું પુર જેમ ઉતરે છે વા વીંછીનું વિષ જેમ ઉતરે છે, તેમ કામાદિક વિકારો પણ ઉતરે છે અર્થાત નાશ પામે છે. મોટા મોટા ત્યાગી અને યોગિના મનમાં પણ અનેક વિષય વિકારરૂપ દોષ પ્રગટે છે. પણ પુનઃ અભ્યાસના બળથી તે શમે છે. દોષોનાં વેગ કરતાં અભ્યાસબળ અલ્પ હોય તો દોષોનું જોર વધે છે અને ત્યાગી વૈરાગીની પ્રતિષ્ઠાની પણ ધળધાણું કરી દે છે. આથી લોકોના જાણવામાં આવતાં કહે છે કે, “તપસી ગયા લપસી.” પણ મનુષ્ય વિર્ચાર કરશે તે માલમ પડશે કે જે તમે તેના ઠેકાણે છે તો તમે દોષોના વેગમાં કેવી રીતે તણુઓ છે તે માલુમ પડી શકે. બંધુઓ! વિચારશો તો માલુમ પડશે કે પ્રત્યેક મનુષ્ય આત્માના સહજ આનંદના ભોગ માટે દુર્ગ
નો નાશ કરવા સંકલ્પ ભૂમિરણમાં ઉભા રહી લડવૈયાની પેઠે ઉભા રહી યુદ્ધ કરે છે. કોઈ વખત જીતે છે, કોઈ વખત હારે છે. હારવાથી તે દોષપાત્ર નિંદવા લાયક ઠરતા નથી. પાછળ તેના તે મનુષ્યો દેષોનું જાર ઓછું થતાં કર્મરાજાની સાથે યુદ્ધ કરવાના. કર્મરાજાની સાથે લડતાં જે હારે. તેની તો ઉલટી જાપાનીઝ સ્ત્રીઓની પેઠે સારવાર કરવી જોઇએતેમને મદદ કરવી જોઈએ. પણ પડયા ઉપર પાટુની પેઠે તેમની નિંદા કરવાથી તમે કંઈ પણ ફાયદો પ્રાપ્ત કરી શકશે નહિ.
દાખલા તરીકે–સમજે કે કોઈ મનુષ્ય દારૂ પીવાની પ્રતિજ્ઞા કરી કે હું હવે દારૂપાન નહિ કરું. કેટલાક વખત સુધી દારૂપાન તેણે કર્યું નહિ. કોઈ વખત મેહનું જોર વિશેષ થવાથી તેણે દારૂપાન કરનારાઓ કહેવા લાગ્યા કે અરે તે પચ્ચખાણ ભાંગ્યા માટે તું માટે પાપી બન્ય. બંધુઓ વિચારે કે, તે તે દારૂથી જરા માત્ર હઠયા નથી. દારૂપાન ખુબ કરે છે. પેલા
For Private And Personal Use Only