________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
चेतनशक्ति.
૧
પ્રભુ શ્રી અરિહંત, જીનેશ્વર મગલકારી, મહિમા અપર પાર, જગતમાં જે ઉપકારી, બ્રહ્મા વિષ્ણુ શિવ શ’કર મહાદેવ વિભુ છે, શબ્દાતીત પણ શબ્દ વાચ્ય જગમાંહિ પ્રભુ છે. પરામાં પ્રતિભાસતા અટ, વૈખરીથી વર્ણવું. ભિન્નાભિન્ન સ્વરૂપનું હું જ્ઞાન પામુ' અભિનવું. પ્રારંભેલા કાર્યમાં વિઘ્ર ન આવે, અને તે સંપૂર્ણ થાય, તે હેતુથી પ્રારંભમાં મઁગલાચરણ રૂપે જીતેશ્વર દેવની પ્રન્થકર્તા સ્તુતિ કરે છે, તે જીતે. શ્વર દેવ અર્હદ્ ભગવાનનું નામ જ મંગલ સૂચક છે. તે કલ્યાણુકારી પ્રભુના મહિમા—માહાત્મ્ય અદ્ભૂત છે. તેમનું સામર્થ્ય કાઇના કન્યામાં આવે તેમ નથી. તેનું વર્તન સર્વથા પરને ઉપકાર કરનારૂં જ હતું. એવા મ હાત્માઓને જન્મ હમેશાં પરાપકાર વાસ્તેજ હેાય છે. તે ભગવાનને જુદાં જુદાં નામ આપવામાં આવેલાં છે, પણ વસ્તુતઃ તે સર્વે નામ જીતેશ્વર દેવને લાગુ પડે છે. પાતાના જ્ઞાન દર્શન, ચારિત્ર રૂપ સર્વે ગુણાને પ્રકટ કરનારા હેાવાથી તે બ્રહ્મા (વિધપ્તા) છે; અથવા બ્રહ્મ-પરમતત્ત્વનું જેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે, તે બ્રહ્મા કહેવાય. કેવળ જ્ઞાનના બળ વડે તે આ જગતના સર્વે જ્ઞેય પદાર્થાને જાણે છે તે વિષ્ણુ છે. તે પરમ કલ્યાણુ સ્વરૂપ છે, માટે શિવ નામથી સ્તવાય છે. ત્રણ ભુવનનું કલ્યાણ કરવાથી તે શકર છે. યં ોલિ મુવનયરાજત્થાત્ ॥રાગ અને દ્વેષરૂપ એ મેાટા દુય મલ્લ્લાને તે પ્રભુએ જીત્યા છે, માટે તે મહાદેવ કહેવાય છે. અને તે પા તાના જ્ઞાનવર્ડ સર્વવ્યાપી હાવાથી વિભુપને યાગ્ય થયા છે. આવી રીતે તેમના અનેક ગુણા અને કર્મો વડે જુદાં જુદાં નામથી તેમની સ્તુતિ થવા છતાં તે એકજ છે. તે વળી શબ્દાતીત છે. તે પ્રભુ શબ્દની પેલી પાર છે; એટલે' શબ્દથી તેમનું વર્ણન થઇ શકે તેમ નથી.
For Private And Personal Use Only
૧૯૫
વાણીથી પર કામ કરી તેનું વર્ણન કરશે વાણી ?
કેવળ શબ્દની પેલીપાર છે એટલું જ નહિ પણ તે પ્રભુ મનના પણ વિષય નથી. ચતો વાચો નિવર્તન્તે અત્રાવ્ય મનસા સદ્દે ત્યાં વાણી અને મન પણ પ્હોંચી શકતાં નથી, પણ પાછાં કરે છે. જો કે આ રીતે તે પ્રભુ શબ્દ મનની પેલી પાર છે, છતાં શબ્દ વાચ્ય છે. આપણા આ જંગતના વ્યવહાર શબ્દ વડેજ થાય છે, માટે શબ્દ વડે તેમનું જેટલું વર્ણન થઇ શકે તેટલું કરવા ગ્રન્થકર્તાની અભિલાષા છે.