________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
વચનામૃત.
ભગવાનની સ્થાપના અને ભાવથી જ્યારે સમતિ છવ પામે ત્યારે સમતિની અપેક્ષાએ આત્માની ઈશ્વરતાની આદિ કહેવાય છે માટે નિશ્ચયનયથી આત્મા જ આદીશ્વર ઠર્યો. એમ દ્રવ્ય કારણ અને ભાવ કાર્ય સાપેક્ષાએ આદીશ્વરની ભાવ પૂજા કરતાં પરમશાંતિ ભવ્યજીવોએ મેળવી છે અને તે અનંત કેવલ જ્ઞાનરૂપ સાગરના સ્થાનભૂત થયા. તેમ જે જીવો દ્રવ્ય અને ભાવ સિદ્ધાચલની સમજીને યાત્રા કરે છે તે પણ પરમશાંતિ પામી જન્મ જરા અને મરણનો નાશ કરે છે અને કરશે.
દ્રવ્ય અને ભાવથી સિદ્ધાચલ-શત્રુજ્ય સમજવા માટે પ્રથમ સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સમ્યજ્ઞાનથી સમ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે, દ્રવ્ય સિદ્ધાચલ તીર્થમાં ભાવસિદ્ધાચલની બુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે અને ભાવસિદ્ધાચલમાં દ્રવ્યસિદ્ધાચલની બુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે. નિમિત્ત તે ઉપાદાન તીર્થ થતું નથી અને ઉપાદાન તે નિમિત્ત થતું નથી. નિમિત્ત તીર્થ સિદ્ધાચલ પર્વતની યાત્રાને લાભ જ્ઞાનિને આત્મધ્યાનમાં
આવશ્યક છે. સિદ્ધાચલની યાત્રા પાપનો નાશ કરે છે આત્મસમ્મુખ દષ્ટિ રાખીને જે જીવો યાત્રા કરે છે તે જ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. દ્રવ્યતીર્થ અનેક છે અને ભાવતીર્થ આત્મા છે. આત્માની પરમાત્મદશા કરવી તેજ સાધ્યદષ્ટિએ ભાવતીર્થની પ્રરૂપણું કંઈ દ્રવ્ય તીર્થના નાશ માટે નથી તેમ દ્રવ્યતીર્થની પ્રરૂપણ કંઈ ભાવતીર્થના નાશ માટે નથી. વિશેષાવશ્યકમાં તીર્થ શબ્દ વડે શ્રુતજ્ઞાનનું ગ્રહણ કર્યું છે. તેમજ તેના આધાર ભૂત સાધુ,
સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું પણ ગ્રહણ થાય છે. તીર્થ એટલે શ્રત તીર્થના ગમે તેટલા ભેદ પાડે તેપણતેનો નિમિત્ત અને જ્ઞાન, ઉપાદાન એ બે તીર્થોમાં સમાવેશ થાય છે. ૧ નામ
તીર્થ ૨ સ્થાપના તીર્થ ૩ દ્રવ્યતીર્થ ૪ અને ભાવતી તેમજ સાતનયથી તીર્થનું સ્વરૂપ જાણુને આદરવું વા નિક્ષેપાથી સિદ્ધાચલનું સ્વરૂપ સમજવું અને સાધ્યદષ્ટિ રાખી દર્શન મોહનીયાદિ પ્રકતિને નાશ થાય તેમ પ્રવૃત્તિ કરવી. રાગદેષનો જે જે રીતે નાશ થાય તે તે રીતે તીર્થની સેવા કરવી. ભવ્યજીવો ! તમે દ્રવ્ય અને ભાવતીર્થને જ્ઞાન પૂર્વક સમજી પરમાત્માની સાથતાએ આત્મસ્વરૂપમાં ઉતરી સહજાનંદની ખુમારી પ્રાપ્ત કરો. શ્રીસિદ્ધાચલ પર્વતને મહિમા આગમોમાં તથા શત્રુંજય માહાઓમાં કહ્યા છે. તે સત્ય છે તેની શ્રદ્ધા કરવી. સિદ્ધાચલગરિની યાત્રા કરવાથી આત્મા પરમાત્મપદ પામે છે.
For Private And Personal Use Only