________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
કાર્યભાવ છે, તેથી નાનીને અપેક્ષાએ નિમિત્ત અને ઉપાદાન રૂપ તીર્થ સમજાતાં વિવાદ રહેતા નથી. અજ્ઞાની પશુ સમાન આત્મા છે તેથી અપેક્ષા સમજ્યાવિના લડી મરે છે. ચાર હત્યારા પાતકી તે પણ એ ગારાય ભાવે જીનવર ભેટતાં મુક્તિ વધુ સુખ પાય. આ વ્યાખ્યા પણ ભાવસિદ્ધાચલરૂપ આત્મામાં ધટે છે.
૨
સ્થાવર તીર્થ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણી તુજ કરી કરેરી. સ્થાવર તીર્થં પાતે કાતુક, દર્શન તેહવું રૂપ વરેરી. શ્રી સિધ્ધાચલ નયણે નિરખી, સિદ્ધાચલ સૂજરૂપ લધુંરી. શ્રી. ૧ પાપી અલવી દુરભવી પ્રાણી, દર્શન સ્પાન કહ્યુ ન ફરેરી. શ્રી સિધ્ધાચલ નયણે નિરખી, ભવપાયાધિ ભવ્યતરેરી, શ્રી. તીર્થં તીર્થ કરતા જંગ ભટકયાં, પણ નહિ આતમ શાન્ત થયારી, સહુજાનનન્દ્રએ તીર્થ ફરસે, ભવદાવાનલ દૂર ગયારી. શ્રી. ૩ દ્રવ્યભાવથી તીર્થ સમજી, પૂજો યાવા ધ્યાન ધરીરી. સિદ્ધાચલ આદીશ્વર પૂજી, બુદ્ધિસાગર શાન્તિ વીરી. શ્રી, ૪ ઈત્યાદિ વચના દ્રવ્ય સિદ્ધાચલ અને ભાવ સિદ્ધાચલને પણ સિદ્ધ કરે છે. નિશ્ચયથી સ્થિર રહેનાર સિદ્ધ પરમાત્મા છે. તેનાં જે ત્રસ પ્રાણી દર્શન કરે તા પાતે પણ સ્થિર થઇ જાય છે. અર્થાત્ મુક્તિ સ્થાનમાં સ્થિર થાય માટે કૈાતુક એ છે કે સ્થાવર તીર્થનાં દર્શન કરતાં ત્રસ પણ સ્થિર થાય. દર્શન તેહવું રૂપ વરેરી એ વાકય જણાવે છે કે એમાં શું કૌતુક છે, સિદ્ધપરમાત્મા સ્થિર છે માટે સ્થિરનાં દર્શન કરતાં આત્મા પણ ક્ષાયિકભાવ પામી સ્થિર થાય છે. પાપી, અભવી, અને દૂરભવી જીવા દર્શન મેહનીયના નાશ કરી શકતા નથી, અભવી જીવે તા કદાપિકાળ દર્શને માહનીયને નાશ કરી શકતા નથી. તેથી તે જીવા આત્માનું દર્શન કરી શકતા નથી અને જે ભવ્ય જીવ હાય છે તે દર્શન માહનીયને નાશ કરી આત્મરૂપ સિદ્ધાચલનું દર્શનનિશ્ચયનયની અપેક્ષાએ કરે છે અને સંસા રરૂપ સમુદ્ર તરી જાય છે. ઉપાદાન આત્મતીર્થને ઓળખ્યા વિના ખાદ્યમાં ઉપાદાન તીર્થની બુદ્ધિથી ભટકતાં આત્મા કદી શાન્ત થયા નહીં, પણ જેમાં સહજ ( નેચરલ ) આનંદ રહ્યા છે, એવા ભાવ સિદ્ધાચલ આત્માને દેખતાં જડ વસ્તુમાંથી સુખની બુદ્ધિ જતાં અને આત્મામાંજ સહજાનંદની બુદ્ધિ થતાં, સંસાર દાવાનલ દૂર ગયા. અર્થાત્ તેથી આત્મા ભિન્ન થયા. દ્રવ્યથી સિદ્ધાચલ તીર્થે પર્વતરૂપ અને ભાવથી આત્મારૂપ સિદ્ધાચલ તીર્થ સમજીને હું ભવ્યવા ! તમે આદીશ્વરનું સેવન કરે. દ્રવ્યથી આદીશ્વર
For Private And Personal Use Only