________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
વચનામૃત.
પાધ્યાય કહે છે કે ધામધુમે ધમાધમ ચલી જ્ઞાનમારગ રહ્યા દૂર, આવી રીતે જે ગાડરીયા પ્રવાહની ધામધુમથી યાત્રા કરવામાં આવે તે ત્રણ કાલમાં મુક્તિ થનાર નથી. સ્થાવર તીર્થની પૂજ્યતા જંગમ તીર્થથીજ થએલી છે. જગમ તીર્થંવિના સ્થાવર તીર્થની પૂજ્યતા ત્રણ કાલમાં નથી. ત્યારે હવે વિચારશે કે સ્થાવર તીર્થ મહાત્માઓના સ્મરણ માટે, ધ્યાન માટે, અને નિરૂપાધિ દશા માટે ઉપયોગી છે. ધ્યાન, સ્મરણ, સપુરૂષસમાગમ, અને નિરૂપાધિદશા માટે જે સ્થાવરતીર્થોનું સેવન કરવામાં આવે તે ખરેખર તેથી અત્યંત લાભ છે. તે વિના ફક્ત ચડવા ઉતરવાથી તે જ્ઞાન શૂન્યતાએ ડોળી ઉપાડનારની પેઠે જીવન નિષ્ફળ જાય. સ્થાવર સિદ્ધાચલ તીર્થ છે તે આત્માને નિમિત્તપણે પરિણમે છે માટે તે દ્રવ્યતીર્થ સાપેક્ષબુદ્ધિથી સાધ્યદૃષ્ટિએ તેની ઉપાસના ઉપયોગી છે. પણ ઉપાદાન કારણને ઉશીને જ તે ફળદાયક છે એમ લક્ષમાં રાખવું. ભાવસિદ્વાચલ આત્મા છે. સિદ્ધ અને અચલ આત્મા નિશ્ચયનયથી છે. રાગ અને
દેષરૂપ શત્રનો જય કરનાર આત્મા છે. પણ આત્મા ભાવ સિદ્ધાચલ શત્રુજય કહેવાય છે. અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્રમાં જ આત્મા છે. સિદ્ધપણું છે માટે આ સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે.
ગિરિ (પર્વતની) પેઠે સ્થિર એ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપથી બીરાજે છે માટે આત્મા ગિરિરાજ કહેવાય છે. દ્રવ્ય અને સ્થાવર નિમિત્ત તીર્થે સર્વ આત્માને ઉદેશી થયાં છે માટે નિશ્ચયનથી આત્મા તીર્થ નાયક ગણાય છે. મેરૂ પર્વતની પેઠે આત્મા પણ ક્ષાયિકભાવે સ્થિર છે માટે નિશ્ચયનયથી આત્મા સાશ્વતગિરિ ગણાય છે.
| સર્વ તીર્થોને રાજા આત્મા જ હોવાથી તે તીર્થરાજ ગણાય છે. એકેકું ડગલું ભરે, ગિરિસમ્મુખ ઉજમાલ, કડી સહસ્ત્ર ભવનાં કર્યાં, પાપ, ખપે તત્કાલ. આ દુહાનો અર્થ દ્રવ્ય તીર્થમાં ઘટી શકે છે તેવી રીતે ભાવ સિદ્ધાચલરૂપ આત્મમાં પણ ઘટી શકે છે. ક્ષણે ક્ષણે આત્માના શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગરૂપ ડગલું ભરવાથી કોડીભવનાં કરેલાં પાપનો શુદ્ધ સંવરભાવે નાશ થાય છે. ભાવશત્રુજય આમા સમાન કોઈ તીર્થ નથી. છઠ અઠમાદિક કરીને સાતવાર વા બેવાર આદિ શુદ્ધપયોગના ધ્યાને આમા સિદ્ધાચલની યાત્રા (સ્વરૂપમાં પ્રવેશ) કરવામાં આવે તો તે જીવ મુક્તિ અવશ્ય પામે, તેમાં સંદેહ નથી. આત્મારૂપ ભાવાસિદ્ધાચલની શુદ્ધ પગ રમણતાની અપેક્ષાએ નવાણુંવાર યાત્રા કરવામાં આવે તો અવશ્ય જીવ ત્રીજા ભવમાં મુક્તિ જાય. દ્રવ્ય સિદ્ધાચલ અને ભાવાસિદ્ધાચલને કારણ
For Private And Personal Use Only