________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૧ નહિ, સાધુ અને સાધ્વીઓની યથાયોગ્ય ભક્તિ કરવી. આત્માનું સ્વરૂપે પ્રગટ કરવામાં ધનનો વ્યય યોગ્યતા પ્રમાણે કરવો. શુકમાઠની ટેવ ત્યાગીને છ આવશ્યકનું સ્વરૂપ આચારમાં મૂકવું. યોગ્ય સલ્લુરૂની સેવાધારા જ્ઞાનમાં રમણુતા કરવી; ઇત્યાદિ શ્રાવક શ્રાવિકાઓએ ગ્ય વિધિ હૃદયમાં ધારવી જોઈએ. સાધુ અને સાધ્વીઓએ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હૃદયમાં ધારવો જોઈએ.
જીહાને વશમાં રાખી વિકાર થાય એવા પદાર્થો સાધુ સાધ્વીએ- ત્યાગવા જોઈએ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય તેવી રીતે એ કેવી રીતે પ્રવર્તવું જોઈએ. આત્માના પરિણામ ક્ષણે ક્ષણે વૃદ્ધિ સિદ્ધાચલની યાત્રા પામે તેવી શુભ ભાવનાઓ ભાવવી જોઈએ, આહાર કરવી,
પાણી લેતાં દોષ લગાડવી નહિ. સંયમ નાશ થાય
તેવી રીતે તીર્થસ્થાનમાં પડી રહેવું જોઈએ નહીં. સાધુ અને સાદવીઓએ પરસ્પર લડવું નહિ, એક બીજાની નિંદા કરવી નહિ. ક્રોધ, માન, માયા અને લોભના વિચારો કરવા નહિ. નાત જાતની પંચાતમાં પડવું નહિ. સાધુ અને સાધ્વીઓએ પોતાના માટે આહાર કરાવ નહિ. કરતાને અનુમોદ નહિ. સાધુઓએ સ્ત્રીને રાગ થાય તેવી રીતે પરિચય કરે નહિ. નવવિધ બ્રહ્મચર્યની ગુપ્રિ સચવાય તેવા મકાનમાં ઉતરવું જોઈએ. પર્વત ઉપર ચઢતાં સારા વિચાર કરવા. પ્રતિમાની આગળ આત્મભાવના કરવી વા પરમાત્મા અને આત્મામાં શે ભેદ છે તેને વિચાર કર. દ્રવ્ય પૂજામાં શ્રાવકને આદેશ આપવો નહિ. ધુપ કર વિલેપન કર–આમ પઢ-આમ અત્તર પુષ્પ ચઢાવ, આ ઠેકાણે સુધારો. આભાગ સજજ કરાવે. અમુકને રજા આપ. આરતી ઉતારે, મંગલદી ઉતારે, દેરાસર કરા, કિલ્લો કરાવે અને અરજીઓ કરો. ઇત્યાદિ આદેશ વચન વધવાં નહિ. કારણ કે તેવી રીતે બેસવાથી સાધુ અને સાધ્વીઓને દોષ લાગે છે. સાધુ અને સાધ્વીઓએ જીનમુદ્રાનું સ્વરૂપ પોતાના આત્મામાં ઉતારવું જોઈએ. ગૃહસ્થની સાથે કલેશ કરવો નહીં. ગૃહસ્થના કાર્યમાં પડવું નહિ. શ્રાવકના કામમાં માથું મારવું નહિ. તીર્થના સ્થાનમાં વૃદ્ધિ થાય તેવી રીતે રહેવું નહિ. ધનસંગ્રહ, વસ્ત્રસંગ્રહ, અને પાત્ર સંગ્રહ વગેરેને સંગ્રહ મમતાથી કર નહીં. સ્ત્રીઓનો સંબંધ થાય તેવી ધર્મશાળામાં રહેવું નહિ. બે વખત સમજાય તેવી રીતે આવશ્યકની કરણી કરવી, જ્ઞાનધ્યાનમાં વિશેષતઃ ઉદ્યમ કરવો. મહારૂ અને હારૂ કરવું નહિ. આત્મજ્ઞાન માટે સંપુરૂષોની ઉપાસના કરવી. દ્રવ્યતીર્થ કરતાં ભાવતીર્થનું વિશેષપણું ઇત્યાદિ સદ્વર્તન રાખી સાધુ અને સાધ્વીઓ જે સિદ્ધાચલની યાત્રા કરે છે તે યાત્રાનું ફળ બેસે છે. યશોવિજયજી ઉ.
For Private And Personal Use Only