________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૧૮૬
વચનામૃત
જે કે આપણું હાલના જ્ઞાન પ્રમાણે આપણને એક જ પ્રકારની વાણીના ઉપયોગનું જ્ઞાન છે, છતાં યેગીઓ જણાવે છે કે વાણું ચાર પ્રકારની છે. તેનાં નામ=પરા, પશ્યન્તી, મધ્યમ અને દ્વિખરી છે,
વૈખરી વાણીમાં નિરંતર રમનારા આપણને આ બાબતો સ્વમ તુલ્ય ભાસે છે, પણ તે બાબતને જેઓએ અભ્યાસ કર્યો છે તેવા પુરૂષોને આ બાબતનું જ્ઞાન હસ્તામલકત છે. આત્મસ્વરૂપનું સંપૂર્ણ ભાન પરા વાણીને ઉપયોગ થનારી અવસ્થામાં થઈ શકે છે. ગ્રન્થ કર્તા પણ પરાવાણીમાં પ્રતિભાસતા જણુતા પદાર્થોને આ વૈખરી વાણું તારા પ્રકટ કરવાને અને ભિષે છે. જે ઉચ્ચ અનુભવો યોગની જુદી જુદી સ્થિતિમાં થાય તે
આ વૈખરી વાણી દ્વારા કદાપિ પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહિ, કારણ કે તે અનુભવ દર્શાવવાને આ વૈખરી વાણુમાં પુરતા શબ્દો નથી. છતાં પણ ગ્રન્થકર્તા લોકોના ઉપર ઉપકાર કરવાને તે સ્વરૂપની ઝાંખી વૈખરી વાણી દ્વારા કરાવવા પ્રયનશીળ થાય છે. આમ કરવાને એક બીજે પણ હેતુ સમાયેલો છે, તે હેતુ આત્મા અને જડ વસ્તુ વચ્ચેના ભેદનું જ્ઞાન પામવાને છે. કારણ કે તે સ્વપર ભેદનું જ્ઞાન થતાં બીજી કોઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી.
નિજરૂપ નિજ વસ્તુ છે, પરરૂપ પરવસ્ત,
જેણે જાણ્યા પેચ એ, તેણે જાણ્યું સમસ્ત.
માટે આત્મા અને જડ પદાર્થોને કેવા પ્રકારનો સંબંધ છે, તેનું જ્ઞાન પમાય તે માટે અને આત્માની–ચૈતન્યની શક્તિ કેટલી છે, તેનો ખ્યાલ આપવા માટે આ ગ્રન્થ લખવાની પ્રવૃત્તિ થઈ લાગે છે.
અનેક ભાષા શબ્દ નામથી તુ કહેવાતે પણ નહિ શબ્દ સ્વરૂપ શબ્દથી ભિન્ન પમાડે. ભાષા પુગલ સ્કન્ધ તેહથી અરૂપ ભાસે અચિજ્ય ચેતન શક્તિ ચેતના સર્વ પ્રકાશે, શબ્દ સંજ્ઞા જ્ઞાન હેતુ છે, શ્રત સંજ્ઞા દેવતા,
અણુમે બલી લીવી ભગવતી જેગીએ બહુ સેવતા, આત્મા એક છે, છતાં તેને જુદા જુદા ધર્મવાળા જુદાં જુદાં નામ આપે છે. જુદી જુદી ભાષાઓમાં તેનાં વિવિધ નામ આપણી દષ્ટિએ પડે છે; તે સર્વ શબ્દો એકઠા કરીએ, છતાં આત્મતત્વનું ભાન તે શબ્દોથી
For Private And Personal Use Only