________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૮
સ્થાવર તીર્થોની સેવનાથી વિશેષ ફળ મેળવી શક્તા નથી. સ્થાવર તીર્થને પૂજવાને મુખ્ય ઉદેશ એ છે કે આત્માના સગુણ પ્રાપ્ત કરવા. સિદ્ધાચલ ઉપર ઘણું જીવો મુક્તિ પામ્યા ત્યાં તેમના આત્માની સાથે લાગેલાં શુભ પુદ્ગલો ખર્ચો હોય તેને સ્પર્શ થવાથી શ્રદ્ધાળુ પુરૂષની બુદ્ધિ પ્રાયઃ સુધરે છે. તેમજ ત્યાં જે જે જ મુક્તિ ગયા હોય તે તે છોનાં ચરિત્ર સહેજે સ્મરણમાં જ્ઞાનિયોને આવે છે તેથી જ્ઞાનિ પુરૂષો આત્માના ગુણો પ્રતિ ઉપયોગ રાખે છે. સિદ્ધાચલ બે પ્રકારે છે. ૧ દ્રવ્ય સિદ્ધાચલ અને બીજે ભાવ સિદ્ધાચલ; તેમાં દ્રવ્ય સિદ્ધાચલ પર્વત છે. જ્ઞાનિના પવિત્ર સ્પર્શથી પવિત્ર થએલો ડુંગર છે. અને ભાવતીર્થ આત્મા છે. દ્રવ્યતીર્થ સાપેક્ષાએ કારણ છે અને તે આત્માથી ભિન્ન છે. દ્રવ્ય સિદ્ધાચલ પર્વતથી આત્મા તથા મોક્ષ ભિન્ન છે. કન્ય સિદ્ધાચલ પર્વતમાં કંઈ ચૈતન્ય ગુણ નથી વા તે કંઈ વિનતિનો અર્થ સમજી શકતા નથી પણ તેની પાસ જઈ સ્પર્શ કરી ત્યાં મુક્તિ ગએલા જીવોના ગુણોનું સ્મરણ કરવું તેજ ફલપ્રદ છે. દ્રવ્ય સિદ્ધાચલ પર્વતને એમ કહેવામાં આવે કે “તું મારાં પાપનો નાશકર. વા તું મુક્તિ આપ.” આમ કહેવું તે ભગવાનના સ્થાપના નિક્ષેપાની અપેક્ષા વિના તે અયોગ્ય છે. નિમિત્તરૂપ સિદ્ધાચલ પર્વતને સેવવાના મુખ્ય ઉદ્દેશ ખરેખરા જ્યાં સુધી સમજવામાં આવ્યા નથી ત્યાં સુધી જ્ઞાનવિના ગ્રંથી ભેદ થઈ શકે નહીં. સિદ્ધાચલ પર્વતનો નિમિત્તરૂપે અપૂર્વ મહિમા શાસ્ત્રમાં કહ્યા છે, તે જ્ઞાનિને માટે છે. અને શ્રદ્ધાળુઓને માટે છે. આત્માર્થિ જ્ઞાનિયેજ એ વાકયને આચારમાં મૂકી તેનું ફળ આસ્વાદી શકે છે. ઈશ્વર કર્તા વાદિ જેમ ઈશ્વરને તારવા માટે વિનંતિ કરે છે તેમ અજ્ઞ જૈન સિદ્ધાચલ પર્વતની તેવી જ રીતે અપેક્ષા સમજ્યા વિના વિનંતી કરે છે તેથી શું તેમને સિદ્ધાચલ પર્વત તારી શકે? સિદ્ધાચલ પર્વતની યાત્રા કરવાને મુખ્ય ઉદ્દેશ આત્માના ગુણો ખીલવવા માટે છે. ત્યારે હવે પ્રશ્ન થશે કે દ્રવ્ય સિદ્ધાચલ જે પર્વતરૂ૫ છે તેની યાત્રા પ્રત્યેક જીવે શી રીતે કરવી. તેના ઉત્તરમાં કહેવાશે કે ભવ્ય જીવોએ પ્રથમતે સિદ્ધાચ
લના સ્પર્શનથી શું મળે છે તથા ત્યાં જઈ શું કરવું. સિદ્ધાચલ પર્વતની શું વિચારવું, શું બોલવું, આત્માને લાગતાં કર્મ કેવી યાત્રા કેવી રીતે રીતે અટકાવવાં તેનું જ્ઞાન લેવું જોઈએ, જ્ઞાન વિના કરવી,
ગાડરીયા પ્રવાહમાં તણાતાં અનંત કાળ ગ માટે
સમ્યગજ્ઞાન કરવું જોઈએ. શ્રી ઉપદેશ નાકરમાં મુનિ સુંદર સૂરિ મહારાજે લખ્યું છે કે –
For Private And Personal Use Only