________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
વચનામૃત
ણીની ચપલતા તે માણસના સંસર્ગથી થાય છે. માટે જ્ઞાની પુરૂષે ચપલતાનું બીજ એ જે મનુષ્યનો સંસર્ગ, તેને ત્યાગ કરવો જોઈએ.
જેને આત્માનો નિશ્ચય થાય છે તેને પહેલાં આ જગત ઉન્મત્ત જેવું લાગે છે; પરંતુ આત્મદર્શનની દઢ વાસના થયા પછી તે જગત પત્થરની પેઠે ભાસે છે.
આ શરીરાદિથી આભા જુદો છે એવું માત્ર બોલવાથી કે સાંભળવાથીજ બંધન મુકાઈ મોક્ષ પામતા નથી, પરંતુ જ્યારે ભેદ જ્ઞાનના અભ્યાસથી આત્માને નિશ્ચય થાય છે, ત્યારેજ મોક્ષ પામે છે.
આ શરીરથી જુદા એવા આત્માની, આત્મા વિષે એવી દઢ વાસના કરવી કે તે સ્વમમાં પણ હું શરીરી છું, કે પિતાને ફરીથી અંગ સંગતિ ન થઈ જાય.
જાતિ અને હિંગ એ બે દેહને આશ્રયી રહ્યાં છે. અને એ દેહ તે જ સંસાર છે, માટે જાતિ અને લિંગન, પરમાર્થ દષ્ટિવાળાએ આગ્રહ કરે નહિ. જેમ યેલ ભ્રમરના સંગથી ભમરી થાય છે, જેમ વાટ દીવાને પામી પોતે પણ દિવારૂપે બની જાય છે, તેમ આત્મા પિતાથી ભિન્ન એવા સિદ્ધ ભગવાનની આરાધના કરતાં પોતે પણ સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે વાણુથી નહિ વર્ણન કરી શકાય એવા પરમાત્માની ભાવના કરતાં કરતાં આત્મા પોતે જ પરમાત્મા રૂપ બને છે અર્થાત મેક્ષ લક્ષ્મીને પામે છે.
સિદ્ધ કરેત્ર, શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રા. શત્રુજય સ તીર્થ નહિ, રૂષભ સમ નહિ દેવ; મૈતમ સરખા ગુરૂ નહિ, વળી વળી વદુ તેહ,
નિમિત્તરૂપે ગણુતાં પ્રત્યેક તીર્થોનું સેવન યદિ આત્માના ગુણેના પ્રકાશ માટે થાય તો તે અત્યંત ઉપકારી છે. શાસ્ત્રમાં બે પ્રકારનાં તીર્થ કહ્યાં છે. જગમ તીર્થ અને સ્થાવર તીર્થ, પ્રથમ જંગમ તીર્થ તે સાધુ સાધ્વી અને કેવલી વગેરે. સ્થાવર તીર્થ જડ હોય છે. પણ તે ચૈતન્ય શક્તિ ખીલવવા નિમિત્ત રૂપે ઉપકારી હોય છે. જ્યાં જ્યાં તીર્થકરોનાં, સામાન્ય કેવલીઓનાં અને સાધુઓનાં નિર્વાણદિ થયાં હોય તે તીર્થ ગણાય છે. આવાં સ્થાવર તીર્થો પર્વત તરીકે ઘણાં છે. તેમાં સિદ્ધાચલ ઉત્તમ તીર્થ ગણાય છે. સિદ્ધાચલ ઉપર અનેક છે મુક્તિ પામ્યા, તેથી ત્યાં જવું જોઈએ. સર્વ જાય છે માટે આપણે પણ જવું એમ ગાડરીયા પ્રવાહથી જનારા જ્ઞાનશન્ય છે
For Private And Personal Use Only