________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૪
વચનામૃત.
कांताधरसुधास्वादा, द्यूनां यज्जायते सुखं ।
बिंदुः पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ॥ ३ ॥ યુવાન પુરૂષોને સ્ત્રીના એના સુખન થકી જે સુખ ઉત્પન્ન થાય છે તે સુખ, અધ્યાત્મ શાસ્ત્રને વિષે તલ્લીન થયેલા એવા જે પુરૂષ, તેના સુખરૂપી સમુદ્રની આગળ બિંદુ માત્ર છે.
વળી કહ્યું છે કે—
अध्यात्मशास्त्रसंभूत, संतोष सुखशालिनः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गणयंति न राजानं, न श्रीदं नापि वासवम् ॥ ४ ॥
અધ્યાત્મશાસ્ત્ર થકી ઉત્પન્ન થયેલા જે સતાય તેના સુખને વિષે મગ્ન થયેલા પુરૂષા, તે રાજાને, કુખેર નામના જે દેવતા તેને, તથા ઇંદ્રને પણ હિસાબમાં ગણુતા નથી. અર્થાત્, વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાળના ઈંદ્રા સહિત ત્રણ ભુવનના પ્રાણીઓનું સુખ એકઠું કરીએ, તે સુખ આત્માનું જે સુખ, તેની બરાબરી કરી શકતું નથી. અર્થાત્ આત્માનું સુખ આત્યંતિક છે. આ ત્માનું સુખ નિત્ય છે. તેના કોઇ પણ વખતે નાશ થવાના નથી. જેને પેાતાના આત્માના સ્વરૂપની ઓળખાણુ નથી, તેઓ પરમાત્માના સ્વરૂપને ઓળખી શકતા નથી; માટે આત્માના સ્વરૂપને જાણવાના જીજ્ઞાસુઓએ પ્રથમ સ્વરૂપને ઓળખવાને માટે તત્ત્વના નિશ્ચય કરવા જોઇએ. જેણે આભાનું સ્વરૂપ જાણ્યું નથી, તેની પેાતાના આત્મામાં સ્થિતિ નથી તેથી તે શરીર અને શરીરમાં વ્યાપિ રહેલા એવા જે આત્મા, તેને જુદા સમજી શકતા નથી. જ્યાં સુધી દેહ અને આત્મા જુદા છે એવું સમજી શકતા નથી, ત્યાં સુધી આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તે માટે મુમુક્ષાએ પહેલાંજ વિવેકથી રૂડી રીતે આત્માના નિશ્ચય કરવા જોઇએ.
હવે આત્માનાં સ્વરૂપ ત્રણ પ્રકારે વર્ણવે છેઃ–સર્વને વિષે વ્યાપી રહેશે એવે આત્મા જુદા જુદા ત્રણ વિકલ્પે વડે (૧ બહિર્, ૨ અન્તર, અને ૩પરમ. એમ ત્રણ ભેરે) કહેવામાં આવશે. યથા અધ્યાત્મ ગીતા-માહિર– અંતર પરમ ઐ આતમ પરિણતી તીન.
હવે અહિરાત્માનું સ્વરૂપ કહે છેઃ-દેહાર્દિક આત્મ ભ્રમ, અહિરાત્મ બહુદિન, દેહ, વાણી, મનને વિષે જે જે આત્મ ભ્રાંતિથી આત્મબુદ્ધિ થાય તે, માહનિદ્રામાં પડીને દારાતા ચેતન, અહિરાત્મા કહેવાય છે. તે શ રીરવાણી અને મનનેજ આત્મા માનનારા પ્રાણીઓ કદી પણ સંસારના પાર પામી શકતા નથી. અને જ્યાં સુધી બહિરાત્મ બુદ્ધિ છે, ત્યાં સુધી તપ જય ક્રિયા અનુકાન ચચાયેાગ્ય કુળને આપી શકતા નથી.
For Private And Personal Use Only