________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૫
હવે અન્તર્ આત્માનું સ્વરૂપ કહે છે. ઉપર કહેલી શરીરાદિ બાહિરથી વસ્તુઓ છોડીને જે પિતાનાજ આત્મામાં આત્મબુદ્ધિ ધારે તેને અંતરાત્મા કહે છે.
હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે; શરીર અને કર્માદિના લેપવિના હેવાથી નિર્લેપી; શરીરાદિકનો સંગ નહિ હોવાથી અસંગીઃ ભાવ કર્મ રહિત હોવાથી પરમ શુદ્ધ; સિદ્ધિ પદને પામેલા હોવાથી નિષ્પન્ન; અવ્યાબાધ સુખી હોવાથી આનંદમય; વિકલ્પ સંકલ્પ રહિત હોવાથી નિર્વિકલ્પ; અનંતજ્ઞાન, અનંત દર્શન, અને અનંત ચારિત્ર, તથા અનંત વીર્યરૂપી લક્ષ્મી પામવાથી જે સિદ્ધ થયા તેજ પરમાત્મા કહેવાય છે.
ત્યારે હવે પરમાત્માનું સ્વરૂપ ઓળખવાને માટે શું શું કરવું જોઈએ? તે કહે છે. આ શરીર, વાણી, અને મન તે હું નથી. સ્ત્રી, ધન, કુટુંબ, અને પુત્ર વિગેરે મારાં નથી; અને હું તેમને નથી. પાંચ ઇંદ્રિયથી ભોગવાતા જે વિષયો તે મારા નથી, કારણ કે બાહિરના વિષયોમાં હું અને મારું એવી બુદ્ધિ કરાવનાર રાગ અને દ્વેષ છે. અને જે જે અંશે આત્મામાંથી રાગદેષ છુટા પડશે, તે તે અંશે આત્મા સ્થિરતા અનુભવતો જશે. અને તે એટલે સુધી કે અગાઉ કોઈ પણ દિવસે નહિ અનુભવેલી એવી શાંતિ, પિતાનામાં જ અનુભવશે. એવી શાંતિ અને સ્થિરતા અનુભવતાં, આત્મામાં જ અંતર આભા જણાય છે અને એ અંતર આત્મા બાહિર વિષયથી દૂર થઈ, પરમાભાની સન્મુખ થઈ, તેનું દર્શન કરવાને યોગ્ય થાય છે. માટે જેને પરમાભાનાં દર્શનની વા પરમાત્મ પદની જીજ્ઞાસા હોય તેને આ ઉપાય કામે લગાડવાની હું પ્રાર્થના કરું છું. શ્રીમદ્દ દેવચંદજી પણ કહે છે કે–“પ્રીતિ અતિ પરથકી, જે તેડે તે જોડે એહ; પરમ પુરૂષથી રાગતા, એકતા હો દાખી ગુણ ગેહ.” અનાદિ કાળથી શરીર, વાણું અને મન, અને તેમના જે વિષયે, તે પરવસ્તુ છે, માટે તમે તેની સાથે પ્રીતિ તેડે એટલે પરમાત્માની સાથે પ્રીતિ થવાને તમારી યોગ્યતા આવશે. અને યોગ્યતા થઈ, પછી જે પરમાત્માની સાથે રાગ કરશે તો ગુણના ઘરરૂપ તમે પિતે પરમાત્મા થઈ જશે.
આ અનાદિ કાળથી અવિદ્યાના અભ્યાસમાં પડેલ મૂઢ, પોતાનું શરીર તેજ આત્મા માનવા રૂપ પહેલી ભૂલ કર્યા પછી, તે ભૂલેની પરંપરામાં ૫ડતે જાય છે. તે આવી રીતે જે તે શરીર દેવતાનું હેયતા પિતાને દેવતા માને, માણસનું હોય તો માણસ માને, પશુ પંખીનું હોય તે પશુ પંખી એમ જાણે, નારકીમાં હોય તો હું નારકીછું એમ માને. આમ શરીરના પર્યાયરૂપ મનુષ્યાદિ “તે, હું” એમ માનતો ચાલ્યા જાય છે. અર્થાત ભવભવમાં ભટકતે ફરે છે,
For Private And Personal Use Only