________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
વચનામૃત.
સદ્દગુણે પ્રાપ્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી મુકિત થઈ શકશે નહીં. મુખથી રામ રામ કહેવામાં આવે અથવા અલ્લા અલ્લા કહેવામાં આવે, હરિ હરિ કહેવામાં આવે અને અરિહંત કહેવામાં આવે, પણ જ્યાં સુધી મનને વશ કરી સદ્ગુ મેળવી જ્ઞાન ધ્યાનથી અંતઃકરણ શુદ્ધ કરી કર્મો ખપાવવામાં આવશે નહીં, ત્યાં સુધી આત્મોન્નતિ થઈ મુકિત મળી શકશે નહીં. જીંદગી ઘણું અમૂલય છે, તેથી જીંદગીને એક શ્વાસોશ્વાસ પણ નકામો કાઢવો જેઈએ નહીં. મેં તમારા આગળ વિચારો દર્શાવ્યા છે. તેને સારાસાર વિચાર કરી તેમાંથી જે સારા વિચારો તમને લાગે તે ગ્રહણ કરશો; નહિ તો મહારો ને તમારો બનેને વખત નકામે જશે માટે જંદગીને સદુપયોગ કરશો.
સાધુ વિષે. શ્રી મહાવીર સ્વામીએ સાધુ અને સાધ્વી એ બે વર્ગની સ્થાપના કરી છે. જીવની હિંસા કરવી નહિ, જુઠું બોલવું નહિ, ચેરી કરવી નહિ, બ્રહ્મચર્ય પાળવું, પૈસો વગેરે કોઈ જાતનું ધન રાખવું નહિ, અને રાત્રે ખાવું નહિ. આવી છે મહાપ્રતિજ્ઞા પાળવાની તેમણે આજ્ઞા કરી છે, તેમજ તેઓએ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રનું જ્ઞાન મેળવી દેશ, કાળ ઓળખી ગામોગામ ફરી સર્વ ગૃહસ્થોને ઉપદેશ આપી તેમના આત્માની ઉન્નતિ કરવી એમ ફરમાવ્યું છે. સાધુ મહારાજાઓ, પુરૂષો તથા સ્ત્રીઓને યોગ્ય વખતે ઉપદેશ આપે છે. સાધ્વીઓ સ્ત્રી વર્ગને ઉપદેશ આપી શકે છે. વિધવા સ્ત્રી વગેરેને પિતાના તથા પરના ઉપકારને માટે આ સાધી માર્ગ ગ્રહણ કરવે બહુ લાભકારી છે. હાલમાં જેનોના વેતાંબર સાધુ ૨૫૦ તથા સાબી ૧૨૦૦ ના આશરે છે. સ્થાનકવાસીઓમાં સાધુ તથા સાધ્વીની સંખ્યા વિશેષ છે, પણ તેમાં સંસ્કૃત અભ્યાસી થોડા છે. તેઓ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરે તો ઘણું કરી શકે. કેળવણીના પ્રતાપે સાધુ તથા સાધ્વીઓ દેશકાળને ઓળખવા લાગ્યા છે, અને તેઓ ઉન્નતિના ક્રમમાં જોડાયા છે. દેશકાળને અનુસરી ભાષણો પણ આપે છે; તેથી મહારા વિચાર પ્રમાણે ભવિષ્યમાં થોડાં વર્ષમાં ઉન્નતિ થશે. આખા દેશની અંદર ગુરૂઓથકી જે ઉન્નતિ થાય છે તે રાજાએથી પણ થતી નથી. ગુરૂ નિઃસ્વાર્થિ થઈ સર્વ જીવોપર દયા રાખનાર હોય છે. સત્ય બોલવાથી તેમના વચનપર વિશ્વાસ આવે છે. ચેરી નથી કરતા તેથી તે પ્રામાણિક ગણાય છે. બ્રહ્મચર્ય પાળવાથી શરીર તંદુરસ્ત રહે છે, અને તેથી સારા વિચાર કરી શકે છે. પૈસો પાસે નહિ રાખવાથી નિઃસ્પૃહી બની સત્ય કહી શકે છે અને વિષયી થઈ શકતા નથી.
બિીજ ધર્મના લગભગ ૫૬૦૦૦૦૦ સાધુઓની સંખ્યા હિંદુસ્તાનમાં છે
For Private And Personal Use Only