________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
વચનામૃત
ખવી જોઈએ. અને દરેક પરસ્પરના ગુણે ગ્રહણ કરવા જોઈએ. ગુણ ગ્રહણ કરવાની દૃષ્ટિથી સર્વ ધર્મોમાંથી સાર ખેંચી શકાય છે. સમભાવથી આત્માની ઉન્નતિ થઇ શકે છે. બુદ્ધ હોય, વેતાંબર હોય, દિગંબર હોય, વેદાંતી હોય વા મુસલમાન હાય પણ જે સમભાવ આવે ને રાગદેષ ટળે તે તેની મુકિત થઈ શકે છે. હિંદની અવનતિ ધર્મના ઝગડાથી થઈ છે. માટે ભિન્ન ભિન્ન ધમીઓએ પણ સંપીને વર્તવું જોઈએ. બીજામાં રહેલા સારા સગુણ લેવા જોઈએ. જે સંપીને વર્તવામાં આવે તે કલેશ, ઈર્ષ્યા અને મારામારી દૂર થાય. શરીરના દરેક અંગો સંપીને વર્તે છે તે સુખી રહે છે પણ પરસ્પર કુસંપ કરી રહે તો શરીર નભી શકે નહીં. આ દષ્ટાંતથી સંપીને રહેવાને ફાયદો આપણને માલમ પડે છે. દરેક ધર્મના ધર્મગુરૂઓ સાપેક્ષ બુદ્ધિ રાખી વર્તે તો ધર્મના ઝગડાઓ દૂર થઈ શકે અને તેથી ગૃહસ્થોમાં સંપ થઈ શકે, આવી સાપેક્ષ બુદ્ધિ શ્રી મહાવીરસ્વામીએ સ્યાદવાદ રૂપે પ્રરૂપી છે. શ્રી મહાવીર સ્વામીના વખતમાં કેટલાક મતવાળા આત્મા માનતા હતા. ત્યારે
હે કે જે તે વખતે ઉત્પન્ન થયા હતા તે આત્માને ક્ષણિક એટલે અનિત્ય માનતા હતા. આ બે દર્શનવાળા વચ્ચે મતભેદ કુસંપ વર્તતો હતો. તે વખતે શ્રી મહાવીર સ્વામીએ કેવળજ્ઞાનથી દરેકના મતની નયનોની અપેક્ષાએ સત્યતા સમજાવી હતી. તેવી જ રીતે હાલના જમાનામાં અપેક્ષા સમજાવવામાં આવે તો ધર્મના ઝગડાઓ કમી થઈ દેશનતિ-ધર્મોન્નતિ થાય. જુના મતવાળાઓ કેળવાએલાઓને ધિક્કારે છે, અને કેળવાએલાઓ જુના મતવાળાને ધિક્કારે છે. આમ એક બીજાની વચ્ચે કલેશ થાય તે કોઈ પણ પ્રકારની ઉન્નતિ થઈ શકે નહીં, માટે બને વિચારવાળાઓ પરસ્પર એક બીજાનું સત્ય ગ્રહણ કરે તો બન્નેની ઉન્નતિ થઈ શકે, તેમજ વ્યવહારમાં ઉન્નતિ ક્રમમાં જોડાતાં પ્રજાએ રાજાની આજ્ઞા પાળવી જોઈએ, તેમ રાજાએ પણ પ્રજાના વિચારોને માન આપવું જોઈએ. આમ રાજા પ્રજા પરસ્પર સંપથી વર્તે તે શીધ્ર ઉન્નતિ થઈ શકે. દોષ દષ્ટિનો આત્મોન્નતિ કરવા માટે નાશ કરવો જોઈએ. જેમ માતા પિતાના નાના બાળકનું મળ ધોઈને સાફ કરે છે તેમ ગુણુ પુરૂષોએ અન્ય જનોના દોષોનો માતૃદષ્ટિથી નાશ કરવો જોઈએ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે શુદ્ધ વિચારોથી મનુષ્ય શુદ્ધ થઈ શકે છે અને અશુદ્ધ વિચારોથી મનુષ્ય અશુદ્ધ થઈ શકે છે. માટે જ્યાં ત્યાંથી શુદ્ધ વિચારો ગ્રહણ કરવા જોઈએ. નીતિ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણો ભિન્ન ભિન્ન દેશવાળા ધારણ કરે અને પાપની વૃત્તિઓને દૂર કરે તે તેની ઉન્નતિ થઈ શકે. બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં આવે તો તે પણ ઉન્નતિનું મોટું સાધન છે. તેને માટે
For Private And Personal Use Only