________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૭૮
છે અને તે કર્માવરણ દૂર થતાં ખીલે છે. બીજા પ્રાણીઓના આત્મા કરતાં મનુષ્યનો આત્મા ઉચ્ચ ગણાય છે, કેમકે તેની શક્તિઓ એકેંદિયાદિ જીવે કરતાં વિશેષ ખીલેલી છે. માટે ઉત્તમ સામગ્રી પામી ઉન્નતિ કરવા વિશેવતઃ પ્રયતન કરવા જોઈએ. આ પ્રયત્ન સાધવા માટે બે રસ્તા છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. ગૃહસ્થીઓએ ગ્રહવાસમાં રહીને એક બીજાને સમાનભાવથી જોવા જોઈએ. કેટલાક જીવ પુણ્યથી સુખી દેખાય છે, અને કેટલાક પાપથી દુ:ખી દેખાય છે પણ આત્મતત્ત્વ તો સર્વમાં એક સરખું રહેલું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર, વગેરે જાતિઓ જેકે વ્યવહારથી પડેલી છે, તોપણ આત્મદષ્ટિથી જોતાં સર્વ મનુષ્યના શરીરમાં આત્મતત્વ એક સરખું વ્યાપી રહેલું છે. દરેક વર્ષે જે આત્માની ઉન્નતિ કરવી હોય તે, નીચ ભાવના દૂર કરવી જોઈએ, અને ઉચ્ચ ભાવના રાખવી જોઇએ. આત્મદષ્ટિથી જોતાં સર્વ જીવ ઉપર સમાન ભાવના રાખવી જોઈએ, કારણકે, આત્મા નિરંજન, નિરાકાર અને જ્યોતિ સ્વરૂપ છે. કર્મના યોગથી દરેકની જુદી જુદી સ્થિતિ થએલી છે તે પણ આત્મસત્તા તે દરેક જીવોમાં એક સરખી રહેલી છે. ગૃહસ્થ સર્વ જીવોને એક સરખા માનીને ધાર્મિક અને વ્યાવહારિક કેળવણું આપીને મનુષ્યોની ઉન્નતિ કરવા ધારે તે ઉન્નતિ થઈ શકે. કેળવણી વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સમજણ પડતી નથી, ઉન્નતિના ઉપાયો સુજતા નથી, આર્થિકસ્થિતિ પેદા કરવામાં પણ કેળવણી વિના ઉન્નતિ થઈ શકતી નથી, તેમ વ્યવહારના દરેક કાર્યોમાં કેળવણી ઉપયોગી છે. જાપાન કે જે દેશ ૪૦ વર્ષ પહેલાં કંઈજ હિસાબમાં નહોતો તેણે કેળવણી લીધી, ને રૂશીયા જેવા મોટા રાજ્યપર જીત મેળવી. શ્રી ગાયકવાડ સરકારે પિતાના રાજ્યમાં ફરજીયાત કેળવણું દાખલ કરી તે માટે તે નામદારને ધન્યવાદ ઘટે છે. તાળીઓ, કુટુંબનું, ગામનું, દેશનું, ને સર્વનું ભલું કરવાની ઈચ્છાવાળાએ કુસંપ ત્યાગ કરવો જોઇએ. ચેરી, વિશ્વાસઘાત અને વ્યભિચાર વગેરે દુર્ગ
ને ત્યાગ કરવો જોઈએ. રંક હોય કે રાજા હોય તો પણ આવા સગુણો વિના ઉન્નતિ થઈ શકે નહિ. સંસ્કૃત, ગુજરાતી અને ઈંગ્લીશ વગેરે ભાષા ભણી અનેક ગ્રંથોને અભ્યાસ કરવામાં આવે તે પણ મનને કેળવી નીતિમાન નહિ થવાય ત્યાં સુધી ઉન્નતિ થવાની નથી. ધર્મવિના નીતિની ઉત્પત્તિ થઈ શકતી નથી અને નીતિ વિનાની કેળવણું લુખ્ય છે. સગુણથી આત્માની ઉન્નતિ થઈ શકે છે એમ તીર્થકર કહે છે. દરેક ધર્મવાળાઓ ખંડન મંડનમાં નહિ ઉતરતાં આવા સગુણો ધારણ કરે તે આત્માની ઉન્નતિ થવામાં કંઈ હરક્ત જણાતી નથી. આભેન્નતિ કરવામાં ગુણ ગ્રહણ કરવાની દૃષ્ટિ રા
For Private And Personal Use Only