________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૧૭૮
વચનામૃત.
श्रीमंत महाराजा गायकवाड सरकारनी रुबरु लक्ष्मी
विलास पेलेसमां आपेलं भाषण.
(આત્મજ્ઞાન, સમાનભાવ, કેળવણી, દુર્ગુણેનો ત્યાગ, સંપ, રાજા પ્રજાના ધર્મ, નીતિ, બાળલગ્ન અને વૃદ્ધલગ્નને અટકાવ, ધાર્મિક ઉન્નતિ, સાધુધર્મ, આચાર, ધર્મગુરૂઓ ઘણું કરી શકે) વિદરન, તત્ત્વ જીજ્ઞાસુ મહારાજા સાહેબ તથા સભ્યજને,
આજે શ્રીમંત મહારાજા સાહેબના આમંત્રણથી “આત્મોન્નતિ ” સંબંધી મહારા વિચાર જણાવું છું.
આત્માની ઉન્નતિને “આત્મતિ” કહે છે. જ્ઞાની પુરૂષો આત્માની શોધ કરે છે. આત્મા શરીરની અંદર રહ્યો છે, અને તે સૂર્યની પેઠે સર્વ પદાર્થોને પ્રકાશ કરે છે. આત્મા અનાદિ કાળથી છે, અને તે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. અનંત આત્મા શ્રી તીર્થકરોએ કહેલા છે. તેમજ આત્મા સંબંધી વેદાંત, મીમાંસા, જૈમિનેય, સાંખ્ય, અને વૈશેષિક વગેરે દર્શને વિવેચન કરે છે. આત્માની ઉન્નતિ જ્ઞાન અને શુભ આચારથી થઈ શકે છે, અને નઠારા વિચારો તથા નઠારા આચારોથી અવનતિ થાય છે. આત્માની નાસ્તિકતા જડવાદીઓ કહે છે અને તેઓ પૃથ્વી તત્ત્વ, જળ તત્ત્વ, વાયુ તત્ત્વ, અગ્નિ તત્ત્વ, અને આકાશ તત્ત્વ, એ પંચભૂતના સંયોગે ચૈતન્ય માને છે; પણ પંચભૂત થકી આત્મા ભિન્ન છે એમ હાલ જડવાદીઓમાં પણ કેટલાક માનતા થયા છે. અને ઇંગ્લેંડ અમેરિકા વગેરે દેશોમાં પણ ચૈતન્યવાદ પ્રસર્યો છે. પંચભૂત થકી આત્મા ભિન્ન છે એમ કેવળજ્ઞાનથી સર્વોએ કહેલું છે અને તે સિદ્ધાંતોથી સિદ્ધ થાય છે. આવો સિદ્ધાંત છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી કે જે આજથી ૨૪૩૫ વર્ષ પર વિદ્યમાન હતા તેમણે કહેલો છે અને તેમના પહેલાં અઢીસો વર્ષ ઉપર શ્રી પાર્શ્વનાથ તીર્થકર થયા હતા તેમણે પણ કહે છે અને તેમના પહેલાં શ્રી નેમિનાથ ભગવાન અને તેમના ૫હેલાં શ્રી મુનિસુવ્રત્તસ્વામી અને એમ પાછળ જતાં છેવટે પ્રથમ તીર્થકર શ્રી અષભદેવ સ્વામી થયા. તેઓએ પણ કેવળજ્ઞાનથી એક સરખો ઉપદેશ કર્યો છે. યુરોપ, અમેરિકા વગેરે દેશમાં હાલ સુધી લોકો જડવાદને માનતા હતા પણ “મેસમેરીઝમ', ભૂતાવાહન” ક્રિયાથી તે લોકો જડથી ચૈતન્ય તત્ત્વ ભિન્ન છે એમ સ્વીકારવા લાગ્યા અને હાલ ચૈતન્ય તત્ત્વને સિદ્ધાંત વિશેષતઃ ત્યાં પ્રસરતા જાય છે. જ્ઞાન દર્શન, અને ચારિત્ર વગેરે ગુણો આત્મામાં રહેલા
For Private And Personal Use Only