________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૭૭
૧૨. સાત ક્ષેત્રમાંથી હાલ કયા ક્ષેત્રને વધારે ઉત્તેજન આપવું તે સંબધીને નિર્ણય કરે જોઇએ.
૧૩. જેનધર્મીઓની સંખ્યા વધે છે કે ઘટે છે, તથા જૈનધર્મને ઉપદેશ કેવી રીતે આપવો તે સંબંધી વાર્ષિક સભા ભેગી કરવાની જરૂર છે, જૈનધર્મની ધુસરીના ધરનાર આચાર્યોએ તથા ઉપાધ્યાયએ તથા સાધુઓએ
જ્યાં ત્યાં વિચરી ઉપદેશ દે, અને તેમાં ક્યા ગામમાં કયા સાધુની જરૂર છે તેની ચોમાસા પહેલાં નિમણુંક કરવી જોઈએ.
૧૪. જેનધર્મીઓની સંખ્યા વધારવા માટે અન્ય જે જે ઉપાયો ધ્યાનમાં આવે તે જવા જોઈએ, અને ગરીબ જૈનોને મદદ કરવી જોઈએ ઇત્યાદિ ઉપાયો ધ્યાનમાં આવે છે. આ સંબંધી કેટલુંક કાર્ય કોન્ફરન્સ તરફથી આરંભાયું છે પણ શ્રાવકના વર્ગમાં શ્રાવકો માટે આગેવાને છે તે જે જૈનધર્મનું જ્ઞાન લે તે તેમની દષ્ટિમાં ફેરફાર થાય, અને કંઈ વિચાર કરી શકે. જૈનધર્મના આગેવાનો તે ખરેખર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓજ છે. જૈનધર્મ પાળનાર પૈસાદાર વર્ગ તો ભક્ત વર્ગ ગણાય છે. તે તે શ્રાવકના
ગ્ય કાર્યમાં આગેવાન ગણાય. વ્યવહારથી અને નિશ્ચયથી જે ઉત્તમ કાર્ય કરે છે તે જન કહેવાય છે માટે જે આ લેખ વાંચવાથી લાગણું થાય તે ચેતો ! ચેતો ! જેનતત્વજ્ઞાન થયા વિના સમક્તિ થવાનું નથી. માટે સર્વ પ્રકારના અધ્યાસો ટાળીને જૈનધર્મનું જ્ઞાન સંપાદન કરે. જનતત્ત્વજ્ઞાન પામી સ્વ અને પરનું હિત તમે કરી શકશો. સંકુચિત દષ્ટિ ત્યાગીને વિસ્તૃત દષ્ટિ કરવાની જરૂર છે. જેનધર્મની ઉન્નતિ માટે માસિક, પાક્ષિક અને સા. પ્તાહિકની પણ જરૂર છે, પણ પત્રના પ્રગટ કર્તાએ સત્યગ્રાહી તથા જનતત્વજ્ઞ હોવા જોઈએ. જૈનધર્મ સંબંધી પત્રના કાઢનારાઓ કેટલાક આજીવિકા માટે ધંધે લઇ બેઠેલા હોય છે તેથી ગમે તેની વાહ વાહ ગાઈ ઉદરપતિ કરે છે. કેટલાક તો જૈનતત્વજ્ઞાન શું છે તેને બરાબર વિચાર કરી શકતા નથી. અને જૈનતત્વના પરિપૂર્ણ અભ્યાસના અભાવે આડું અવળું લખાણ કરી સારાને ખોટું કહે છે અને બેટાને સત્ય કહે છે, પરસ્પર કામમાં લડાઈ કરાવે છે. માટે જૈનધર્મ સંબંધી પત્ર કાઢનારા પ્રથમ તો જનતત્ત્વજ્ઞાની, સત્યવક્તા, પ્રમાણિક, સમયg, જૈનધર્માભિમાની, પ્રતિક્રમણ કરનાર અને જૈનધર્મની ક્રિયાઓમાં શ્રદ્ધાવાળા હોવા જોઈએ. કહેણું જેવી રહેણી રાખનારા રહેવા જોઈએ. આ પ્રમાણે ચારે તરફથી જનતત્ત્વજ્ઞાન ફેલાવવાનાં સાધને જે થશે તે અલ્પ સમયમાં જૈનધર્મને ફેલાવો થશે. આવી પૂર્વોક્ત જણુવેલી વ્યાખ્યા પ્રમાણે જે ચાલે છે તે ખરેખરા જેને જાણવા. એવા જેને પ્રગટ થાઓ,
For Private And Personal Use Only