________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
૧૭૫
કોઈ દીવસ પૂજા કરવી અને પર્યુષણમાં એક દિવસ સભાને કચરી વચમાં આવીને વ્યાખ્યાન વ્યવહાર સાચવે છે. એવા જ્યાં આગેવાન ગણતા હોય એવી કામની ઉન્નતિ સ્વપ્નમાં પણું શી રીતે થઈ શકે? જ્ઞાની પુરૂષ એક પણ સારો પણ હજારેનું ટોળું શું કરી શકે? ઘણુ શેઠીયાઓ ફક્ત પિતાની વાહવાહને માટે કંઈ ખર્ચે. પણ જ્યાં સુધી જેનતવજ્ઞાન જાણું આ ભાનું હિત કર્યું નથી ત્યાં સુધી તે જેનોન્નતિ શી રીતે કરી શકે? જે વર્ગમાં સાધુઓ વ્યવહારક્રિયાના ગચ્છના ભેદની લડાલડીમાં પિતાનું જીવન પૂર્ણ કરે અને શેઠીઆઓની વાહવાહ ગાતા હોય તેવાઓથી જેની શી ઉન્નતિ થાય? અન્યધર્મના કેવા કેવા ભેદો છે. તેના કરતાં જૈનતત્વ અમુક અંશે ઉત્તમ છે એવું તત્ત્વ જે ન જાણતા હોય તેવા સાધુઓ ભલે સામાન્ય કથાઓ વાંચી બાલરંજન કરે, પણ તેઓથી જનતાને ફેલાવે થઈ શક્યા નથી. જ્યારે શ્રી મહાવીરદેવે કહેલાં નવ તત્વ વગેરેની ઘેરઘેર ચર્ચા થવા માંડશે અને કર્મગ્રંથ આદિ સૂક્ષ્મ ગ્રંથોની ચર્ચા થઈ રહેશે. જૈનતત્ત્વના ગ્રંથે સંબધી મોટી મોટી સભાઓ ભરી વ્યાખ્યાન વાંચવામાં આવશે, અન્ય પત્થવાળાઓને પણ જેનતત્ત્વજ્ઞાન સમજાવવામાં આવશે ત્યારે ખરા જેને પ્રગટી નીકળશે. જેનતત્ત્વજ્ઞાનને શાસ્ત્રાધારે વિધિપુર સર ફેલાવો કરનારા તીર્થકર પદવી પ્રાપ્ત કરે છે, જ્યારે જાપાનની પેઠે કેળવાયેલો વર્ગ મોહમાયા ત્યાગી, આત્મભેગી બની, ધાર્મિક જ્ઞાન લેઈ અને સાધુ થઈ ઉપદેશ દેવા પ્રયત્ન કરશે ત્યારે જનતત્ત્વને ફેલાવે થશે. મહાવીરના પગલે ચાલનાર જેને કયારે કહેવાશે કે જ્યારે તે રાત્રી દીવસ મહાવીરના સિદ્ધાંતનું શ્રવણુ મનન કર્યા કરશે.
જૈન ધર્મના ઉદ્ધારકે જ્યારે ત્યારે પણ યુગપ્રધાન તરીકે સાધુઓ થ. વાના છે. યુગપ્રધાને સાધુના વેષે થયા અને થશે. માટે કેળવાયેલો વર્ગ મેહને ત્યાગ કરી સાધુવ્રત અંગીકાર કરે તો ઘણું લેકોને પ્રતિબોધ આપી જન કરી શકે. વાત લાંબી લાંબી કરવી છે, બણગાં ફૂંકવાં છે પણ કરવાનું કંઈ નથી એવી સ્થિતિવાળો મનુષ્ય પિતાનું વા અન્યનું ભલું કરી શકતો નથી. જમાનાને અનુસરી જન ધર્મે વિજયવંત રહે તે માટે ચાંપતા ઉપાય લેવાની જરૂર છે. હાલ કેટલેક અંશે જૈનવર્ગ જાગ્રત થયો છે પણ હજી બરાબર જાગ્રત થયો નથી. બાલ્યાવસ્થામાંથી દરેકને જૈનધર્મનું જ્ઞાન આપવાની ખાસ આવશ્યકતા છે, રણક્ષેત્રમાં મરણીયો થઈ લડે તે જયલક્ષ્મી વરે છે તેની પેઠે પૂર્વાચાર્યો પ્રયત્ન કરતા હતા. તેવી રીતે હાલ પણ પ્રત્યત કરવાની જરૂર છે. શ્રાવક કરતાં સાધુ અનંતગણું આત્મહિત કરી શકે છે. ભગવતી
For Private And Personal Use Only