________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૭૧
વૃત્તિ વિમાવાથી આશ્રવ ( કર્મ ) ના હેતુઓથી આત્મા બંધાતા નથી. વિશેષ શું કહેવું લખવું, સમ્યગ્દષ્ટિને ક્ષણે ક્ષણે ઉપયાગ રાખી પરવસ્તુને પોતાની નહી માને. અને પરવસ્તુની પ્રીતિ હરશે। તા આત્મામાં પ્રીતિ લાગશે. વૈરાગ્ય, ત્યાગ, ભક્તિ, વિનય, અને પ્રત્યાખ્યાન આદિથી આત્માની ઉચ્ચદશા કરવા સદાકાળ અંતરથી પ્રવૃત્તિ કરીશ તા તુજ હારા આત્માના મિત્ર થશે, તારક થશે, ખરેખર અંતરમાં સુખ છે, બાહ્યમાં દુ:ખ છે. અંતરના ઉપયાગમાં રહા.
जैन कोने कहेवो ?
જીનની આજ્ઞા પાળનારને જૈત કહે છે. તીર્થંકરનાં કહેલાં તત્ત્વ ઉપર જેને શ્રદ્ધા નથી તે જૈન નથી. કેટલાક જૈન એવુંએ નામ ધરાવે છે પણ જૈન ધર્મની શ્રદ્ઘાથી વિમુખ હોય છે. કપાલ કલ્પિત ધર્મમાં દાખલ થાય છે, તેવા જૈના ફક્ત નામનાજ સમજવા, તીર્થંકરનાં કહેલાં તત્ત્વને જાણી તેની જે શ્રદ્ધા કરે છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે છે, તેજ ખરેખરા જૈન છે. જૈન કુળમાં જન્મ થયા પણ જૈન ધર્મનું જ્ઞાન કર્યું નહિ તા તે માતાને પેટે આવીને ખરેખર મનુષ્ય જન્મ હારે છે. જે તે આધથી જૈન ધર્મ અમારા છે એમ માની જિનાગમેાનું શ્રવણુ કરતા નથી તેવા ભેાળા જૈનાને અન્ય વિદ્વાનેા ભરમાવી શકે છે, માટે જૈન તત્ત્વજ્ઞાનનું શ્રેત્રણ કરવું જોઇએ. કેટલાક જૈત ધર્મના લેખ લખે પણ મનમાં જૈન ધર્મની શ્રદ્દા ન હાય તા તથા કપટી નામધારી જેનાથી જૈન ધર્મની શી રીતે ઉન્નતિ થાય ? હાલના સમયમાં ઇંગ્લીશ ભાષાના અભ્યાસીએ કેટલાક જૈન ધર્મ જાણુતા નથી, તેથી નાસ્તિકાના સપાટામાં આવી નય છે. હાલમાં દરેક ધર્મવાળા પાતપાતાનાં તત્ત્વાના પ્રકાશ કરવા લાગ્યા છે ત્યારે તેવા સમયમાં ધનના લાલુપી ધર્મને વેચી ખાનારા કેટલાક જૈને ફક્ત ઉંઘ્યા કરે છે. જૈન વજ્રાક્ષ થયા પણ જૈન ધર્મનું જ્ઞાન ન મેળવ્યું તેા તેવા વકીલપાથી જૈનપણું શી રીતે ધટે ? સી. આઇ. ઈ. ના કિામ મળ્યા પણ જૈન તત્ત્વનું જ્ઞાન થયું નહિ તેમજ શ્રદ્ધા ન થઇ તે સી. આઈ. ઇ. ના કિાબ ધારવાથી શું થયું ? ત્રણ ચાર મીલાના માલીક થયા પણ જૈન તત્ત્વનું જ્ઞાન ન મેળવ્યું અને જૈન ધર્મની શ્રદ્ધા ન થઇ હતા તેવા જેનાથી જૈન ધર્મની અને પેાતાની ઉન્નતિ શી રીતે થવાની? માસ્તર થયા, ગ્રેજ્યુએટ થયા પશુ જૈન તત્ત્વજ્ઞાન ન મેળવ્યું તો તેવા માસ્તરાથી જૈન ધર્મની શી રીતે ઉન્નતિ થવાની ? નવકારશીના લાડવા જમવા છે પણ જૈન ધર્મની શ્રદ્ધા
For Private And Personal Use Only