________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
વચનામૃત.
ભાવના રાખજે. ધર્મનું જીવન ગાળવા પ્રતિદિન ઉધમ કરજે. વિશેષ શું. ધર્મ વિના અન્યમાં કંઈ નથી? સાધ્યબિંદુ આત્માની પરમાત્મા દશાજ કલ્પજે. ભજન સંગ્રહ વાંચી કંઈક વિશેષ ઉંડે ઉતરી નિવૃત્તિ તરફ લક્ષ રાખજે.
પત્ર બીજે.
મુ. મેહસાણા. લિ. મુનિ બુદ્ધિસાગર, શ્રી અમદાવાદ તત્ર જિજ્ઞાસુ શ્રાવક ભાઈ શા. અમૃતલાલ કેશવલાલ ગ્ય ધર્મલાભ. વિશેષ તમારે પત્ર આવ્યું તે પહએ. વાંચી બીના જાણું. જનધર્મનાં તરવાની અપૂર્વ ખૂબી વિચારતાં માલુમ પડે છે એમ વાંચી ખુશ થાઉં છું. જેમ જેમ શ્રી મહાવીરનાં તત્ત્વોને વાંચશે, મનન કરશે, તેમ તેમ વિશેષ વિશેષ અનુભવ થયા કરશે. જે કર્મગ્રંથાદિ સૂક્ષ્મગ્રંથોને અભ્યાસ કરવા માંડશો તો મહાવીર સ્વામી સર્વજ્ઞ હતા, એમના વિના આવું કર્મનું સૂમસ્વરૂપ કઈ બતાવી શકે નહિ. એમ એમ અવલોકતાં પરિપૂર્ણ નિશ્ચય રૂચિ પ્રગટે અને તેથી આત્મા નિશ્ચય સમ્યકત્વ પામે. આત્માની અપૂર્વ શક્તિનું કર્માવરણ યોગે આચ્છાદન થયું છે. જેમ જેમ કમાવરણ ખસે છે ત્યારે તે તે પ્રકારની લબ્ધિો પ્રગટ થાય છે. એમાં શું આશ્ચર્ય છે? આમમાં જે ગુણો છે તે સર્વ પ્રગટ થાય છે. અસપદાર્થની ઉત્પત્તિ થતી નથી. આત્માના અનંત જ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરવા માટે જડવસ્તુમાંથી ચિત્તવૃત્તિ પાછી ખેંચી લેઈ આત્મસમ્મુખતા ભજવી જોઈએ. અનંત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિથી જ પરમાત્મદશા કહેવાય છે. જ્યારે ત્યારે પણુ પરમાત્મદશા પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી તે, હવે કેમ પ્રમાદ કરે જોઈએ? હે ભવ્ય સર્વસંગ ત્યાગ દશારૂપ ઉત્તમ ચારિત્રની કોટીમાં પ્રવેશ કરવા કંઈ પણ કર્યા વિના છૂટકો નથી. પ્રમાદમાં તે પ્રમાદમાં આયુષ્ય ગયું તે અંતે કંઈ પણ સાથે આવનાર નથી અને પરભવમાં ખરાબ અવતાર આવશે. હજી ચેતવાને સમય છે. જ્યાં સુધી શ્વાસોશ્વાસ વહે છે ત્યાં સુધી તમે આત્માને ઉચ્ચ બનાવી શકશે. પશ્ચાત તમારા હાથમાં કંઈ નથી. જેટલું ચેતાય તેટલું ચેતી . સંગ તેને વિયોગ છે. જે જે દૃશ્ય વસ્તુઓને દેખી ખુશ થાઓ છો તેનાથી તમારે જુદુ પડવું પડશે. જવસ્તુઓ ત્રણ કાળમાં કોઈની થઈ નથી અને થવાની નથી. આજીવિકા માટે પણ સંકોચ વૃત્તિથી ઉદર નિર્વાહ કરી આત્માથી પુરૂષો બાહ્યમાં વિશેષ પ્રવૃત્તિ કરતા નથી. કઈ વસ્તુને લભ! કઈ વસ્તુને મમત્વભાવ!!! ખરેખર તત્વને વિચારે તો ક્ષણિક વસ્તુઓનો સ્વમવત અસત સંબંધ લાગે છે, તેમાં જ્ઞાની કેમ બંધાય ? અલબત બધાય નહીં, પાપના કાર્યોમાંથી ચિત્ત
For Private And Personal Use Only