________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૩
થાય છે પણ તેથી હિંમત હારવી નહિ. પ્રતિદિન આત્મજ્ઞાનથી સમભાવ દશા પ્રાપ્ત કરવા અભ્યાસમાં જોડાવું. આવી ક્રિયા કરનાર શુક્લ પક્ષીયો છે અને આવી ક્રિયામાં નહિં જોડાનાર કૃષ્ણ પક્ષી છે. સમભાવના મહેલ ઉપર ચઢવા માટે એક લાખ પગથીયાંની કલ્પના કરે. કોઈ પાંચમા પગથીયે છે, કોઈ હજારમા, કોઈ દશ હજારમાં અને કોઈ લાખમા પગથીયે છે, કોઈ સમભાવના મહેલમાં છે, કોઈ પગથીયે ચઢે છે, અને ચઢીને પડે છે, આગળના પગથીયે ચઢેલા નીચલા પગથીયે રહેનારની નિંદા કરે છે, અને નીચ ગણે છે. નીચા પગથીયાવાળા આગળના પગથીયા ઉપર ચઢેલા ને ઉચ્ચ ગણે છે, વસ્તુતઃ જ્યારથી જાગ્યા ત્યારથી ચઢનાર સર્વ પગથીયા ઉપર છે માટે પડતાની નિંદા નહિ કરતાં પગથીયાથી પડતા આત્માઓને ટેકો આપી આગળ ચઢાવવા જોઈએ, પણ પડનારની નિંદા-હેલના કરવી નહિ, દ્રવ્ય દયા કરતાં આત્માની આવી ભાવદયામાં અનત ગુણ પરોપકાર સમાયા છે. આત્મજ્ઞાનની દૃષ્ટિથી સમભાવ રૂપ મહેલના પગથીયા ઉપર પગ મૂકનારે ચઢતાં ચઢતાં ઈષ્ટનિષ્ટ સંયોગ રૂ૫ બે દિશાઓમાં લક્ષ્ય દેવું નહિ. આગળને આગળ ચાલ્યા જવું તે માટે કહે છે કે,
સ્વસ્થ ચિતે ચાલવું ત્યાં મોહઘાટી ભેરવી; ઘાટ અવધટ ઉતરીને, આત્મસત્તા વેદવી. જીવડા જાગીને જેગીસંગે, ચાલજે નિજ દેશમાં છવડા. ૧ ચિત્ત નિજ ઉપયોગમાંહિ, રાત્રી દીવસ ચાલજે. પામી મે દેશ હારે, નિજસ્વરૂપે મહાલજે. છવડા. ૨ સારી આલમ દેખજે તુ, યેતિ જ્યોત મિલાવજે; ભૂલી જગનું ભાન વાલહમ, તારી ધ્રુવની પાવજે. જીવડા, ૩ અલખ અરૂપિ આતમા તું, જેડીલાને જગાડજે, બુદ્ધિસાગર તરણા પાછળ, ભાનુને તું ભાળજે. જીવડા. ૪
સમભાવ અથવા આત્મસ્વરૂપ મૂળ ધર્મદશામાં અનુભવજ્ઞાનરૂપ યોગિની સાથે સ્વસ્થ ચિત્તે ચાલવું છે, મોહઘાટી ભેદીને અવધટધાટ, વક્રઘાટ ઉતરવાને છે. આત્મસ્વરૂપમાં રમી આત્મસ્વરૂપ દવાનું છે. હે આત્માના પિતાના શુદ્ધ સ્વભાવને ઉપગ રાખી રાત્રી દીવસ ચાલજે; સર્વજ્ઞ થઈ સર્વ જગતને જ્ઞાતા દષ્ટા થા, સિદ્ધસ્થાનમાં સિદ્ધોની સાથે સિદ્ધતાને બંધ કરજે. અજ્ઞાન ભાવે જગત નું જે ભાન થાય છે તેને ક્ષાયિકજ્ઞાન પામી ભૂલી જ જે, અર્થાત દૂર રહેલા ધ્રુવના તારાની પેઠે અખંડ સ્થિર સ્વરૂપ પ્રાપ્ત કરજે. અલક્ષ્ય, અને અસ્વરૂપ એવા હે આત્મન ! તું તારા સજાતિય આત્માઓને
For Private And Personal Use Only