________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
વચનામૃત.
શક્તિનો ધણું છે. તેનાથી સર્વ બની શકે છે. જે વસ્તુને ઉદેશી પ્રયત્ન કરે છે તેને તે પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાન એ આત્માને મૂળ ગુણ છે. ત્યારે તેને પોતે પ્રગટાવી શકે એમાં કંઈ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનમાં રમતા કરવાથી પ્રતિદિન જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયપશમ વૃદ્ધિ પામે છે. અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને અનેકાંત જિનાગમ જ્ઞાન માટે સદગુરૂની જરૂર છે. સામગ્રીની પ્રાપ્તિ થતાં આત્મજ્ઞાનરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. સાધુઓના સમાગમથી જ્ઞાનિની દશા પ્રાપ્ત થાય છે. જ્ઞાનિની દશા માટે પૂર્ણ શ્રદ્ધા, પ્રેમ ભક્તિ અને સત્સમાગમની આવશ્યકતા શાસ્ત્રમાં સ્વીકારેલી છે, તેથી ભવ્ય પુરૂષો તેજ માર્ગે વળી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આનંદજીવન ક્ષણે ક્ષણે ગાળે છે. આત્મજ્ઞાનિ પુરૂષોની અનુમાનથી બુદ્ધિઅનુસાર પરીક્ષા થઈ શકે છે. પિતાની મેળે શાસ્ત્ર વાંચતાં જે આત્મ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તેની પ્રાપ્તિ સંતસાધુઓના સમાગમથી ક્ષણમાં થાય છે. મનુષ્યજન્મમાં સારામાં સાર બાહ્ય સુખ દુઃખમાં
સમભાવ દશા. જેન સિદ્ધાંતનો ગુરૂગમ દ્વારા પૂર્ણ અભ્યાસ કરવાથી તત્ત્વજ્ઞાનીપણું પ્રાપ્ત થાય છે. ઈગ્લીશ વગેરે ભાષા જ્ઞાનથી કંઈ તત્ત્વજ્ઞાન વા આત્મજ્ઞાન થતું નથી માટે જિનાગમ વાંચી સાંભળી અધિકાર પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરી અંતે આત્માની સમભાવ દશા સારા ખોટા પ્રસંગોમાં જાળવવી. પુત્ર, શિષ્ય, ધન, કીર્તિ, સત્તા, અને વૈભવ આદિથી આત્માનું વસ્તુતઃ કંઈ હિત થતું નથી. આત્મજ્ઞાન પામી આત્માના શુદ્ધ સ્વભાવમાં રહેવું એજ જીવનને સાર છે. શ્રી વીર ભગવાન કે જેમને ગૃહસ્થાવાસમાં ચોસઠ ઇન્દ્રા પૂજતા તેમણે સમભાવ ચારિત્ર પ્રાપ્ત કર્યું. શ્રી વીર પ્રભુ પિતાને કોઈ પૂજે, અને કીર્તિ કરે તો બાહ્ય સુખમાં આત્મત્વ માનતા નહોતા, અનેક પ્રકારના ઉપસર્ગ થતાં, આત્માને સમભાવ સ્વભાવ છેડતા નહિ, આવી આત્મદશા પ્રાપ્ત કરી સર્વ થઈ સિદ્ધ પરમાત્મા થયા. તેમણે અનેક ભવથી આરંભેલી આત્મજ્ઞાન દશાને સત્તાવીસમા ભાવમાં પૂર્ણ કરી. અર્થાત સર્વજ્ઞ થયા. આપણે પણ પ્રભુના પગલે ચાલી આત્મજ્ઞાન અને સમભાવ દશાને માટે ક્ષણે ક્ષણે ભાવના કરવી. આત્મબળથી થએલી દઢ આત્મભાવના અને સમભાવની કોટીને અનંત આનંદ પ્રાપ્ત કરાવે છે. શાળાના વિભાગોની પેઠે આવી આત્મજ્ઞાનની સમભાવ દશામાં હળવે હળવે પ્રવેશ થાય છે, પ્રમાદ દશાથી પાછું પડવું થાય છે અને અપ્રમત્ત દશાથી ચઢવું થાય છે. સર્વ મનુષ્યો આમ સ્વરૂપ બિંદુરૂપ લક્ષ્યને એકાગ્રરૂપ બાણથી વિંધવા પ્રયત્ન કરે છે. તેમાં કેટલાક પાસ થાય છે અને કેટલાક નપાસ
For Private And Personal Use Only