________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
છે. લાલ વર્ણવાળી સ્થાપનાથી મનુષ્યોનાં મન મોહ પામે છે એ, સ્થાપનામાં ગુણ રહે છે. શુદ્ધ કરત સ્થાપનામાં રાતી રેખા હોય છે તો તેનાથી સર્પ ડંખ વિષ ઉતરે છે અને સંપૂર્ણ કાર્ય ની સિદ્ધિ થાય છે. અર્ધરક્તસ્થાપના ૫ખાલી જળ જે આંખે છાંટવામાં આવે છે તો આંખના રોગો નાશ પામે છે અને તેથી કોઢરોગનો પણ નાશ થાય છે. જાંબુઆના વર્ણવાળી સ્થાપના હોય અને તેની અંદર સર્વ પ્રકારના બિંદુઓ હોય છે તે સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. અને તેની સ્થાપના જેની પાસે હોય છે તેના ઉપર સર્વને મોહ થાય છે. સર્વ લોક વશ થાય છે. જાઈનાં પુષ્પ સમાન સ્થાપના હોય છે તે તે સુતવંશની વૃદ્ધિ કરે છે. અને મયુરના પિચ્છ સમાન સ્થાપના હેય છે તે વાંછિત ફળને આપે છે, એમાં જરા માત્ર પણ સંદેહ નથી. જે સ્થાપના પારદ સમાન હોય છે અને તેની અંદર કાળાં બિંદુઓ પડેલાં હોય છે તે સર્વ કાર્યનીસિદ્ધિ કરે છે અને ભયનો નાશ કરે છે. જે સ્થાપના મૂષકસમાન હોય છે તે સર્પનાં વિષ ટાળે છે. એક આવર્તની સ્થાપના રાખવાથી બળની પુષ્ટિ થાય છે, બે આવર્તથી સુખનો ભંગ થાય છે. ત્રણ આવર્તવાળા સ્થાપનાચાર્યથી માન વધે છે અને ચાર આવર્તથી રંગ રહેતો નથી. પાંચ આવર્તવાળા સ્થાપનાચાર્ય - યનો નાશ કરે છે. છ આવર્તવાળા સ્થાપનાચાર્ય રોગ થવામાં નિમિત્ત કારણુરૂપે થાય છે. સાત આવર્તથી સુખ મળે છે અને સઘળા રોગ ટાળે છે. એક, ત્રણ, પાંચ, સાત આદિ આવર્ત વિષમ આવર્ત કહેવાય છે, વિષમાવર્ત સ્થાપનાચા ચંથી અત્યંત સુખ થાય છે. સમ આવર્ત બે, ચાર, છ, આઠ આદિ કહેવાય. છે તેથી ફળની હીનતા થાય છે. દક્ષિણાવર્ત સ્થાપનાચાર્ય તે કેક ઠેકાણે હોય છે તે સ્થાપનાચાર્ય જે વસ્તુમાં સ્થાપન કરવામાં આવે છે તે વસ્તુ અખૂટ થાય છે એમ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે. સ્થાપનાચાર્યને ગુરૂ તરીકે માનવામાં આવે છે, અને એવી ગુરૂ બુદ્ધિથી સ્થાપનાચાર્ય સમક્ષ સર્વ ક્રિયાઓ થઈ શકે છે. સ્થાપનાચાર્યની સમક્ષ કરેલી ક્રિયાઓ પતિમાની પેઠે આત્મસમ્મુખ કરી શકે છે. સ્થાપનાચાર્યને મુખ્ય ઉદ્દેશ જાણુવામાં આવે તે પ્રમત્ત દશાથી આત્માનો બચાવ કરી શકાય છે. સ્થાપનાચાર્યમાં પૂજ્ય બુદ્ધિ હોવાથી લાભનીજ પ્રાપ્તિ થાય છે. જે લોકોએ સ્થાપનાચાર્ય સમક્ષ ક્રિયા કરી ધર્મને લાભ લીધે છે, તેઓ સ્થાપનાચાયેનું મહત્વ જાણી શકે છે. સ્થાપનાચાર્યથી લાભ થવાનો સંભવ છે, પણ હાનિ થવાનો સંભવ નથી. સ્થાપનાચાર્યથી હૃદયની શુદ્ધિ થાય છે. સ્થાપનાચાર્યના મુખ્ય ઉદેશથી શૂન્ય જીવોને સ્થાપનાચાર્યથી જોઈએ તેવો લાભ મળી શકે નહીં એ સ્વાભાવિક છે. સ્થાપનાચાર્યનું જ્ઞાન લેઈ જે લોકો સ્થાપના
For Private And Personal Use Only