________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
૧૪૩
જેવી માતા, ગદ્દા જેવા બાપ, રાગી સમાન ત્યાગી ઠરશે; કારણ સર્વે જગ ત્ પરમાત્મા છે—અખંડ એકરસ રૂપે છે તેા ત્યાં ભેજ શે!?
અદ્વૈતવાદી—અમારા અદ્વૈતમતના આધાચાર્યે શંકરાચાર્ય સ્વામિ છે તેમણે સર્વે મતાનું ખંડન કરી શ’કરમત-અદ્વૈતમત સ્થાપ્યા છે. તેનું ખંડન કરનાર કાણુ છે? જુઓ તે ૫૧ શકર દિવિજયમાં લખેલું છે તેમાં જૈન તથા આપ સર્વેને પરાજય શંકરે કર્યાં દર્શાવ્યેા છે.
પ્રતિવાદી—એ વાત તદ્દન ગલત છે. શંકર દિવિજય કલ્પિત છે તે હમષ્ઠાં સિદ્ધ થઇ ચૂક્યું છે. તે- પર હાલમાંજ બહાર પાડવામાં આવ્યું છે કે, જૈન સાધુ કપાળમાં તિલક કરતા નથી ને તે ગ્રંથમાં સાધુ તિલક કરીતે સામેા આવી શંકરાચાર્યે બ્લેડે વાદ કરવામાં આવ્યેા. લખ્યું છે તે વાત તદ્દન જૂડી છે. શંકરાચાર્યના અદ્વૈતવાદનું શ્રી રામાનુજાચાર્યં, શ્રી વલ્લભાચાર્યે, શ્રી માધ્વાચાર્યે તથા નિંબાર્કાચાર્યે, અને આર્યસમાજીએ ખંડન કરી, તે અદ્વૈતમતને નિર્મૂલ કરી નાંખ્યા હેાવાથી હજી તે ઉભા થવા પામ્યા નથી. કારણુ તે તે સંપ્રદાયાનું ખંડન કર્યું છે. માટે તમારા અદ્વૈતમત સિદ્ધ થઈ શક્યા નહિ હાવાથી તે અસિદ્ધ છે અને સર્વદા અમારા જૈન ધર્મ સિદ્ધ સત્ય ઠરે છે. સંગ્રહુનયની અપેક્ષાએ ઉઠેલા અદ્વૈતવાદના જૈન દર્શનમાં સમાવેશ થાય છે. પણ એકાન્ત સંગ્રહનય માન્યાથી મિથ્યાત્વ ગણાય છે. અમારા શ્રી યશોવિજય ઉપાધ્યાય તથા શ્રી હેમાચાર્યે વિગેરેએ અદ્વૈતનું ખડન કરી જૈન વિજય દર્શાવ્યા છે. માટે ભાઇ સમજી સત્ય માર્ગે વળેા અને આત્માનું કલ્યાણ કરી.
उच्चभावना.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા ઉચ્ચભાવનાથી પરમાત્મા થાય છે. હું અધમ છું, શક્તિહીન હું, પાપીમાં પાપી છું, દુષ્ટ છું, વ્યભિચારી છું, એવી નીચભાવના કદી ન ભાવવી જોઇએ. અન્ય પ્રતિ પણ આવી નીચભાવના કદી મનમાં ન લાવવી જોઇએ. હું પાપી છું, એમ વિચારવાના કરતાં હું પાપ ટાળવા સમર્થ છું, હું પાપથી ભિન્ન છું, પાપને દૂર કરી શકું, આવી ઉચ્ચ ભાવનાથી ઘેાડા દીવસમાં પાપની વૃતિયા નાશ પામે છે. હું દુષ્ટ છું, એવું આભામાં ૬તાનું આળ ન ચઢાવવું જોઇએ. વસ્તુતઃ આત્મા દુષ્ટ નથી. કર્મજ દુષ્ટ છે, અને તે કર્મના આરેાપ આત્મા ઉપર કર્યો, દુનિયાની સર્વે વસ્તુને આરાપ આત્મા ઉપર કર્યાં, તેથી તેા આત્મા બંધાયા છે. માટે હું દુષ્ટ નથી, દુષ્ટ કર્મને હરવા સમર્થ છું. અનેક જીવેાએ દુષ્ટકર્મના નાશ કર્યો. હું દુષ્ટ નથી
For Private And Personal Use Only