________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
વચનામૃત.
~
~
~
~~
તને નિત્ય કહેશે તે કાતિ મિથાઇ ખોટું ઠરતાં તમારાં પ્રમાણ નાશ પામશે માટે જે ઉભય બંને સત્ય માનશો તે તાપ પર લાગુ પડશે. સર્વદા તમારે માટે તો રજજુપાશ છે. માટે તમારા મત પ્રમાણે બ્રહ્મ નિયા અગર અનિત્ય માની શકાતું જ નથી. તથા માયાને અનિર્વાઓ માનશો તે (અનાવિઘા નિયા વાળદિય) તેનો અર્થ એક રીતે કહી નહિ શકાય તેવી એમ છે તે માયાને વ્યવહારજ નહિ થાય. અનેકાન્ત મત રીતે સત, અસત, ઉભયથા માનવી પડશે તેજ વ્યવહાર થશે.
અદ્વૈતવાદી–ગંગાના બિંદુઓ જેમ ગંગાથી ઉછળી પાછી તેમાં જ સમાય છે તેમ બ્રહ્મમાંથી અનેક જીવ પ્રકટે છે ને તેમાં સમાઈ જાય છે.
- પ્રતિવાદી–અરે ભાઈ! વિચારે ખરા. ગગાથી ગગાના બિંદુઓ અભિન્ન હોય તે તે ગગાથી ભિન્ન થાય જ નહીં. માટે એ દષ્ટાંત પણ કલ્પિત અસત્ય છે. બ્રહ્મ અરૂપી–નિરાકાર છે માટે તેમાંથી જળકણુ પેઠે અનેક જીવો નિકળે છે અને તેમાં સમાઈ જાય છે એમ પ્રત્યક્ષ પ્રમાણ પણું કહેવાતું નથી. બ્રહ્મથી અનેક જીવો નિકળી પાછા તેમાં લય થઈ જાય છે એમ કહે તો સુખ દુઃખના અનુભવની અનુપત્તિ થશે. કારણ કે તમારા મત પ્રમાણે બ્રહને સુખ દુઃખ નથી એ વિરોધ આવે છે. માટે પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્મા સ્વીકારવા જોઈએ. ગંગાનું પાણી અને ગંગાના જળ
બે પ્રત્યક્ષ વસ્તુ છે અને બ્રહ્મ પ્રત્યક્ષ ન હોવાથી તે દૃષ્ટાંત પણ આપવું ખોટું છે. જળના કણ જળથી ઉપજે છે. પાછા જળમાંજ લય પામે છે. તે દૃષ્ટાંતમાં સમજવાનું કે તે બે અનિત્ય છે. તેમ અહીં બ્રહ્મથી ઉત્પન્ન થયેલા જીવાત્માઓને તમે નિત્ય વા અનિત્ય માને છે? નિત્યની ઉત્પત્તિ થાય નહીં, નિત્ય વસ્તુ કાર્યરૂપે સંભવે નહીં, એમ તૈયાવિક કહે છે. અને બાથી ઉત્પન્ન થયેલા જીવાત્માઓને અનિત્ય કહેશો તે વધી આમિર
તે અનિત્ય ઠરશે. માટે બ્રહ્મમાંથી ઉપજતા છે તેમાં લય પામે છે એ વાત અસિદ્ધ ઠરી.
વાદી–અમારી ઉપનિષદોમાં તથા શંકર સ્વામિના ગાદિસ્થ પરંપરા શિષ્ય માધવ, શંકરવિજયના ત્રીજા પ્રકરણમાં લખે છે કે બાબા ગાવકુપવાન સ્વનિસિ. પરમાત્માજ જગત નું ઉપાદાન કારણ છે. જગતમાં જે કંઈ છે તે સર્વ પરમાત્મા ૫ છે.
પ્રતિવાદી–એ પણ કહેવું વ્યાજબી નથી. જ્યારે જગતરૂપ પરમાત્મા છે ત્યારે કોઈ પાપી નથી, કોઈ ધમાં નથી, કોઈ સુખી નથી, કોઈ દુખી નથી, સ્વર્ગ-નર્ક-સાધુ કે ચાર કઇજ નથી. ચંડાળ જેવા બ્રાહ્મણ, સ્ત્રી
For Private And Personal Use Only