________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
ભાથી જીવાત્માઓ એકાન્તથકી નિત્ય ભિન્ન છે, તે જીવાત્માઓ કદાપિકાને પરમાત્મારૂપ થવાના નહીં અને પરમાત્માથકી સદાય ભિન્ન રહેવાના. એ મેટું દૂષણ તમારા સિદ્ધાંતમાં આવે છે. વળી જે તમે કહેશો કે પરમાત્માથી અંશભૂત જીવાત્માઓ એકાન્તથકી નિત્ય અભિન્ન છે, તે સર્વ કંઇ પરમાત્મા બની ગયું ! રાગી–દેવી પણ પરમાત્મા બની ગયા!અજ્ઞાની પણ પરમાત્મા, તેમ હરોઈ પણ પરમાત્મા, રાગી પણ પરમાત્મા, સ્ત્રી પણ પરમાત્મા, સર્પ પણ પરમાત્મા, એમ થવાથી પરમાત્માને આવાં ભયંકર દૂષણે લાગે છે. અને સર્વ કોઈ પરમાત્મા બની ગયું તો ધર્મ કરવાની શી જરૂર તમારા મત પ્રમાણે છે ? સુખી પણ પરમાત્મા ને દુઃખી પણુ પરમાત્મા. કદાપિકાને જીવથી દુઃખ દૂર જવાનું નહીં તેમ અજ્ઞાન પણ જીવથી દૂર જવાનું નહીં ચાર વર્ષ જૂનામાવતિ હવે બીજી રીતે અદ્વૈતમ પરીક્ષાને વિચાર આરંભીએ છીએ.
सर्वप्राणिनां एक एव हि आत्मा स्यात्तर्हि संसारिणां मुक्तत्वापत्तिः । मुक्तानां संसारित्वापत्तिश्च मुखिनो दुःखित्वापत्तिः॥ दुःखिनां मुखित्वापत्तिः भविष्यति कुतः एक एव आत्मत्वात् एक एव आत्मा सर्वप्राणिनां स्वीकर्तुं न शक्यते एकस्य आत्मनः स्वीकारे जगदनुभवाविरोधापत्ति रीति एकात्मा.स्वीकर्तुं न शक्यते॥ | સર્વ પ્રાણીઓને એક આત્મા સંભવતો નથી એ વાત સિદ્ધ થઈ. વળી હે મતવાદિન ! હું ચંદ્રનાં બિંબ અને એથી જળમાં પડતાં પ્રતિબિંબ અનેક ભાસે છે તે દષ્ટાંત આપ્યું. પણ તે દષ્ટાંત છેટું ઠરે છે. કારણ કે ચંદ્રને ચંદ્રનાં પ્રતિબિંબ જળમાં પડેલ છે. તેનો ભેદ છે. જે બિંબ અને પ્રતિબિંબને ભેદ માનીએ નહિ તે દર્પણમાં પડેલા પ્રતિબિંબને નાશ થયે છતે ચંદ્રને પણ નાશ થ જોઈએ. પણ તે નાશ થતો નથી. માટે બિબ અને પ્રતિબિંબને ભેદ છે. આ ચંદ્રનું પ્રતિબિંબ છે. આ અનુભવમાં ચદ્રને ભેદ પતિબિંબમાં ભાસે છે. માટે બિંબ અને પ્રતિબિંબ એક કહેવાય નહિ. જ્યારે બિંબ અને પ્રતિબિંબ ભિન્ન થયાં ત્યારે એક ચંદ્ર અને નેક પ્રકારને ભાસે છે એમ કહેવાય નહીં, કારણ કે ચંદ્રમાં એકત્વ રહેલું છે અને અનેકત્વને ચંદ્રમાં બાધ છે. માટે એક ચંદ્ર અનેક પ્રકારનો ભાસે છે એમ કહેવું અસત્ય છે. તેવી રીતે એક આત્માના પ્રતિબિંબ તરીકે અનેક જીવાત્માઓ માને છે તે કહેવાય નહીં. કારણ કે બિભૂત એકાત્મા અને તેના પ્રતિબિંબ તરીકે અને જીવાત્માઓ છે, તેને પરસ્પર ભેટ છે. માટે
For Private And Personal Use Only