________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
વચનામૃત
પ્રતિવાદી–તમેએ આપેલ દષ્ટાંત યુક્તિને પણું સહન કરી શકતું નથી. સર્વ પ્રાણીઓને જે એક આત્મા માનીએ તો એકને સુખ થયે છત બીજાને પણ સુખ થવું જોઈએ. એકના દુઃખે બીજાને દુખ તથા એકને મુક્તિ પ્રાપ્ત થયે છતે પણ મુક્તિ મળવી જોઈએ. પણ એમ તે થતું નથી. માટે સર્વ જીવને એક આત્મા કહી શકાય નહીં, તથા અતિના પર્વ છે અને બીજા છે તેના વા તરીકે છે. જે એમ કહેતા હતો તે પણ ઠીક પાયા પર નથી. કારણ કે પારાની પેઠે આત્માના ક –એટલે જુદા જુદા અંશ થવાનું તેમાં કંઈ કારણ છે જ નહીં. અને આત્માના અંશ કદાપિ કાળે બને જ નહીં. વળી તમારા દષ્ટાંતની એક રીતે ખામી દર્શાવું છું. એક ચંદ્રનાં પ્રતિબિંબ પાણીમાં પડી શકે એ સ્વાભાવિક છે. કારણ ચંદ્ર રૂપી છે, રૂપીનું પ્રતિબિંબ પડી શકે પણ આત્મા તે અરૂપી છે. અરૂપી આત્માનું પ્રતિબિંબ-જીવાત્મા હોઈ શકે નહીં. વળી આત્માનું પ્રતિબિંબ ક્યા દર્પણરૂપ પદાર્થમાં પડે છે ? કહેશો કે માયામાં. તે માયા નામને પદાર્થ બીજો ઉભો થાય છે ત્યાં ભિન્નતા પ્રાપ્ત થાય છે. જ્યાં ભિન્નતા ત્યાં અદ્વૈત-અભિન્નતા સંભવેજ નહિ. આકાશ અરૂપી હોવાથી તેનું પ્રતિબિંબ જેમ પડતું નથી તેમ આત્મા અરૂપી હોવાથી તેનું પ્રતિબિંબ પડવું અસંભવિત છે. માટે જળમાં ચંદ્રનું પ્રતિબિંબ સંબંધીનું તમારું દૃષ્ટાંત નિરર્થકજ છે. આત્મા પ્રતિ શરીર ભિન્ન જ છે. આમાં ત્રણ પ્રકારના છે. ૨ ઉકા , ૨ તારા, રૂ હિરમ. વિશેષ ગ્રંથોમાં જોઈ લેવું. વળી અમે કહીએ છીએ કે મનષ્યનું પતિબિબ છાંયડા તરીકે પડે છે. તે છાયારૂપ પ્રતિબિંબ મનુષ્યથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશે કે ભિન્ન છે તે તે જડ છે કે ચેતન છે? જે જડ કહો તે એમ ઠર્યું કે મનુષ્યાકાર ચેતનનું-પ્રતિબિંબ છાંયડા તરીકે પૃથ્વી ઉપર પડયું. તે છાંયડો ભિન્ન અને જડ ઠર્યો, તો મનુષ્પાકાર ચેતન વસ્તુને ગુણ છાંયડામાં આવ્યું નહીં, તેમ તમારો બિબ પ્રતિબિંબ ભાવ, ફક્ત પરમાત્માના ગુણ વિનાને થઈ પડશે અને કંઈ નહીં તે થઈ જવાને. જેમ દર્પણમાં પડેલ છાયામાં મુખનું પ્રતિબિંબ મુખ રૂપે ભાસે છે તે મુખ રૂપ પ્રતિબિંબ હજારે ઉપાય કરે પણ અસલ મુખને જે ગુણ તેને પામે નહીં. તેમ પરમાત્માના પ્રતિબિંબ તરીકે જીવાત્માઓને માનનાર મતવાદીઓ કદાપિ કાળે પરમાત્મા સ્વરૂપ થવાના નહીં. અને તેમની કષ્ટ ક્રિયા જ્ઞાન, ધ્યાન, ભસ્મીભૂત કળ વિનાનાં થવાનાં, એ મહાદેષ પ્રગટ થાય છે. વળી અમે પૂછીએ છીએ કે પરમાત્માના અંશભૂત જીવાત્માઓ એકાત થકી નિત્ય પરમાત્માથી ભિન્ન છે કે અભિન્ન ! જે કહેશે કે પરમા,
For Private And Personal Use Only