________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૩૩
ધાર્મિક કેળવણી આપી ઉચ્ચદશ કરવી. તેમના ભલામાં ભાગ લે . આવી ઉત્તમ દષ્ટિને જેને એ સદાકાળ ધારણ કરવી, પુરૂષ અને સ્ત્રીઓને કેળવણી આપવી. મીશનરીઓની પેઠે અન્ય ધર્મીઓને વિદ્યાના દાનની મદદ કરી, પ્રીતિધર્મમાં જતા બચાવવા અને જૈનધર્મનું જ્ઞાન આપવું. આવી ઉત્તમતાથી અન્ય ધમઓને, જેનધર્મ જાણીને તે સ્વીકારવાની રૂચિ થશે.
જે લોકો આત્મા માનતા નથી, પુનર્જન્મ માનતા નથી, ઈશ્વર, પુણ્ય, અને પાપ માનતા નથી; તે જડવાદીઓ અથવા ચાર્વાક કહેવાય છે. તેઓને આસ્તિક બનાવવા આત્મતત્વનું જ્ઞાન આપવું. તેવાં પુસ્તકો આપવાં. અને તેવા નાસ્તિકોની નાસ્તિકતા ટાળવા સદાકાળ પ્રયત્ન કરો.
ઉપર પ્રમાણે જેનોની આસ્તિતાનાં તો સમજી આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરો. દુર્ગુણોને ટાળવા. સદ્ગણોને લેવા. સગુણોના ધારકોની સેવા કરવી. જગતમાં પુરૂષો અને સ્ત્રીઓ શારીરિક, માનસિક અને વાચિક સ્થિતિને સુધારો કરી આધ્યાત્મિક દશાની ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરે. સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ સત્ય સુખને પ્રાપ્ત કરે. [ 5 વરની મારી છે.
सज्जनमा अने दुर्जनमां तफावत. સજજને સમુદ્ર, પૃથ્વી, નદી, સૂર્ય, ચંદ્રની પેઠે સહેજે બીજાઓને ઉપકાર કરે છે ત્યારે દુર્જનો કટક વૃક્ષ–હલાહલ વિષ અને સર્પની પેઠે બીજા ઓને દુઃખના દેનાર થાય છે. સજજને જ્યારે બીજાઓમાં ગુણ દૃષ્ટિથી ગુણ દેખે છે, ત્યારે દુર્જને અવગુણુ દષ્ટિના ગે બીજાઓમાં છતા અને અછત દે દેખે છે-બીજાનું ભુંડું કરવા આળ ચઢાવે છે. સજનો જ્યારે ઉપકાર કરવા તૈયાર રહે છે, ત્યારે દુર્જને ઉપકાર કરનારનું પણ ભૂંડું કરવા તૈયાર હોય છે. સજને સ્વભાવે દયાળુ હોય છે ત્યારે દુર્જને સ્વભાવે બીજાના પ્રાણને ઘાત કરનારા હોય છે. સર્જનો જ્યારે દુનિયાની ધોળી બાજુ તરફ લક્ષ રાખે છે, ત્યારે દુર્જનો ગુરુ, માતા-પિતા, પાઠક આદિ ઉપકારી જનની પણ કાળી બાજુ ઉપર લક્ષ આપે છે. સજજનો બીજાઓના ગુણની સ્તુતિ કરે છે, દુર્જને બીજાઓના ગુણોને પણ અવગુણેમાં ફેરવી નાખીને નિન્દા કરે છે. સજજને જ્યારે મનુષ્યોને દયાળુ, ગુણી, પરોપકારી, ન્યાયી, સત્યવક્તા કે ધર્માચાર્ય બનાવવા પ્રયત્ન કરે છે, ત્યારે દુર્જને અન્ય મ. નુષ્યને હિંસક, નિંદક, ગુણ ઉપર અવગુણુ કરનાર, નાસ્તિક, જુઠા, પ્રપંચી, ધૂર્ત, કે પાપી બનાવવા પ્રયત્ન કરે છે. સજજને કલ્પવૃક્ષ સમાન છે, ત્યારે
For Private And Personal Use Only