________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૨૯
મુક્તિના સંબંધમાં દરેક ધર્મવાળાઓની જુદી જુદી માન્યતા છે. કેવલા દૈતવાદિયે (શકરમતાનુયાયિઓ) ત્રણ પ્રકારના કર્મ ક્ષયથી મુક્તિ સ્વીકારે છે. પણ તે આકાશની પેઠે સર્વત્ર વ્યાપકપણું મુતાત્માનું સ્વીકારે છે. વૃત્તિને ક્ષય અને બ્રહ્મ સ્વરૂપમય થઈ જવું એજ મુક્તિ છે, એમ અત વેદાતિ સ્વીકારે છે. બ્રહ્મની પેઠે મુતપણું પણ સર્વત્ર છે. કેટલાક સાયુજ્ય અને નિરાયુજ્ય એવી બે પ્રકારની વેદાતિ મુક્તિ સ્વીકારે છે. રામાનુજ આચાર્ય પણ ગુણથી રહિતપણું તે રૂપ મુકિત સ્વીકારે છે. ૩ ૪ પર પુનરાવર્તતે ચાલ્યા નરિવર્તનતે તદાન એ મન-મુક્તિમાં ગએલા જીવ પાછા આવતા નથી. જ્યાં ગયા બાદ પાછું કરાતું નથી તે મારા મહારું છે. આવી આ મલેકના ચરણના આધારે કેટલાક વેદાતિયાની માન્યતા છે. આર્ય સમાજીઓ કહે છે કે, મુક્તિમાં અમુક કાળની મર્યાદા સુધી છે રહીને પાછા સંસારમાં આવે છે. સાંભળવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ પૂર્વે એમ છપાવ્યું હતું કે, જીવો મુક્તિમાં ગયા બાદ પાછા આવતા નથી. પાછળથી મુક્તિમાંથી પાછા આવે છે એમ છપાવ્યું છે. સત્ય જ્ઞાની જાણે. સ્વામિનારાયણવાળાઓ વિષ્ણુ ભગવાનની પાસે અક્ષરધામમાં રહેવું તેને મુક્તિ માને છે. શુદ્ધાદ્વૈત (શ્રી વલ્લભ સંપ્રદાયવાળાઓ) ગોલોકમાં જઈ શ્રી વિષ્ણુ ભગવાનની પાસે રહેવું તેને મુક્તિ માને છે. થીઓસોફીઆમાંના પણ કેટલાક લોકો અમુક સ્થાનમાં અમુક વખત સુધી રહેવું તેને મુક્તિ માને છે, અને મુક્તિમાંથી આત્માઓ પાછા સંસારમાં અવતાર ધારણ કરી, અન્ય મલીન આત્માઓને સુધારે છે. સારાંશ કે તેઓની માનેલી મુક્તિમાંથી તેમાંના કેટલાકના મત પ્રમાણે છે પાછા સંસારમાં આવે છે. મુસલમાન અમુક સ્થાનમાં રહેવું તેને મુક્તિ માને છે. પ્રીસ્તિ પણ તે પ્રમાણે મુક્તિમાં અમુક બાબત સ્વીકારે છે. બૈો સંપૂર્ણ વાસનાના ક્ષયને મુક્તિ સ્વીકારે છે. બોદ્ધાએ મુક્તિનું સ્થાન કહયું નથી.
જેને સંપૂર્ણ અષ્ટકમના ક્ષયથી મુક્તિદશા સ્વીકારે છે, લોકના અંતે સિદ્ધશિલાની ઉપર મુક્તિમાન છે. અષ્ટકર્મથી જે મહાત્માઓ મૂકાય છે તે તર્ત એક સમયમાં મુક્તિસ્થાનમાં જાય છે. ત્યાં અનંત કેવલજ્ઞાન, કેવલ દર્શન, અનન્ત સુખ, અને અનંત વીર્ય-શક્તિથી સદાકાલ બિરાજે છે. મુક્ત દશામાં સિદ્ધ, બુદ્ધ, પરમાત્મા કહેવાય છે. સમયે સમયે અનન્ત સુખ ભેગવે છે. સિદ્ધ-મુક્ત થએલા આત્માઓ મુક્તિમાંથી કદી પાછા આવતા નથી. તેઓને કર્મના અભાવે જન્મ, જરા અને મરણ નથી. બળેલું બીજ જેમ બીજીવાર ઉગી નીકળતું નથી, તેમ જેઓએ કર્મને
For Private And Personal Use Only