________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
વચનામૃત.
વાદિયે આત્માને નિત્ય માને છે તેના મત પ્રમાણે આત્મા નિત્ય હાવાથી તે કાર્યરૂપ નથી. તેથી તે અનાદિકાળના સિદ્ધ કરે છે. સારાંશ કે નિત્ય એવા જે આપણે આત્માએ છીએ તેના બનાવનાર ઈશ્વર નથી; એમ આપણા સિદ્ધાંત અનુસારે સમજી શકાય છે. આત્માના બનાવનાર ઈશ્વર નથી એમ જૈને પણ માને છે. આા પશુ ઈશ્વરમાં જગત્કર્તૃત્વ સ્વીક્રારતા નથી. આત્માએ વગેરેની બાબતમાં ઇશ્વરકતૃત્વ નથી એમ સમાલોચનાથી કેટલીક બાબતેથી સમજી શકાશે. પ્રીસ્તિયા અને મુસલમાન જીવાના બનાવનાર ઈશ્વરને માને છે.
આત્માને પુનર્જન્મ માન્યા વિના પુણ્ય અને પાપના તે ભેાતા થઇ શકતે! નથી. જેઓના ધર્મ પુનર્જન્મના સિદ્ધાંત ઉપર રચાયેા છે તેના ધર્મવાળા પાપથી ડરતા રહે છે અને સદાચારમાં લક્ષ રાખ્યા કરે છે. પુનર્જન્મના સિદ્ધાંત માન્યા વિના આ ભવમાં શુભકાર્ય કરવાં, અને અશુભ કાર્ય કરવાં નહિ એવી દૃઢ ભાવના રહી શકતી નથી. હિંદુએ પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણુ એ ત્રણ પ્રકારનાં કર્મ માને છે. જૈના અષ્ટ પ્રકારનાં કર્યું માને છે તે ઉપર જણાવવામાં આવ્યું છે. આત્મા અતે કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતને માનનારા આસ્તિક ગણાય છે. આત્મા અને કર્મનું સ્વરૂપ પરિપૂર્ણ સમજવામાં આવે તેા આત્માના તરફ લક્ષ લાગે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ અનંત ગુણુમય આત્મા છે. જેમ કર્મનાં આવરણુ ખસતાં જાય છે તેમ તેમ આત્માના ગુણા ખીલતા જાય છે. રાગદ્વેષ, અજ્ઞાન, હિંસા આદિ પાપના હેતુઓનેા નાશ કરવાથી આત્માની ઉચ્ચ દશા થતી જાય છે. આ જ્ઞાનવડે આત્મા, કર્મને પડદો ચીરી નાંખી લોકાલોકના પ્રકાશ કરતાર થાય છે. અનંત સુખ પ્રાપ્ત કરે છે. જન્મ જરા અને મરણનાં દુઃખાને નાશ કરે છે. પરમાત્મા સિદ્ધ કહેવાય છે. આવી દશા પ્રાપ્ત કરવા માટે કેટલાક કનક કામનીને ત્યાગ કરી સાધુત્રત પાળે છે, પરિપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે, રાગ અને દ્વેષને જીતવા પ્રયત્ન કરે છે; યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ અષ્ટાંગ યાગને આદર કરે છે. જૈનેમાં આ અષ્ટાંગ યોગના વિશેષ પરિચય છે. સાધુ અને સાધ્વીઓ યથાશક્તિએ આ અષ્ટાંગ યોગતે ધારણ કરે છે. ગૃહસ્યા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી ગૃહસ્થાવાસમાં રહી. નીતિથી ધન પ્રાપ્ત કરે છે. સદા આચારાની શુદ્ધિ પાળ્યા કરે છે. સારાં વ્રતેા અંગીકાર કરે છે. વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણીની નીતિની વૃદ્ધિ કરી આત્મગુણા ખીલવે છે. સુતિગૃહસ્થા અને સાધુઓનું અંતિમ લક્ષ્ય મુક્તિ સ્થાન છે.
For Private And Personal Use Only