________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
માને છે. કેવલજ્ઞાનમાં લેાકાલાક ભાસે છે તેની અપેક્ષાએ સર્વત્ર વ્યાપક આત્મા માનવામાં આવે છે, અને સૂક્ષ્મ શરીરમાં પશુ અસંખ્યાત પ્રદેશથી વ્યાપીને રહે છે માટે અણુ જેટલા અર્થાત્ ઘણા સૂક્ષ્મ પણ આત્મા આ અપેક્ષાએ માનવામાં આવે છે. વ્યાપક અને અણુવાદમાં જૈને અપેક્ષાથી અન્ને પણ સ્વીકારતા હાવાથી ખંડનમંડન કરતા નથી. અપેક્ષા સમજીને વ્યાપક માને વા અણુરૂપ માતે તે સ્યાદાદ યથાયોગ્ય ધટે છે. જ્યારે આત્મા કેવલીસમુદ્ધાત કરે છે ત્યાં લેાકાકાશમાં સત્ર આત્માના પ્રદેશા વ્યાપે છે, તે વ્યક્તિની અપેક્ષાએ અમુક કાળમાં આત્મા વ્યાપક ગણાય છે. શાંકર અને રામાનુજવાળાએ વ્યાપક અને અણુવાદમાં જુદા પડે છે, ત્યારે જૈના એના સિદ્ધાંતને અમુક નયેાની અપેક્ષાએ માનતા હેાવાથી બન્નેના વાદને પોતાના દર્શનમાં ઉતારે છે. શુદ્દાદ્વૈતવાદિએ આત્માને માને છે અને તે આત્મા તે કદી પરમાત્મા થાય નહિ. પરમાત્મા વિષ્ણુ છે અને આત્માએ સદા કાલ પરમાત્માના સેવક રહેવાના છે એમ સ્વીકારે છે. જના અમુક અષે ક્ષાએ, એટલે જ્યાં સુધી આત્માની પરમાત્મ દશા થઈ નથી ત્યાં સુધી બહિરાત્મા વા અન્તરાત્મા તે પરમાત્માના સેવકા કહેવાય છે, એમ માને છે. પણુ આત્માની સંપૂર્ણ શક્તિયાને વિકાસ થતાં તે પરમામાં કહેવાય છે. આર્યસમાજીમ, શાંકરમતવાળાએ તથા સાંખ્યા તથા રામાનુજઆચાર્ય આત્મા પુનર્જન્મ ધારણ કરે છે, તેમ માને છે; ત્યારે જૈતા તથા ઔદ્દા પશુ આત્મા પુનર્જન્મ ધારણુ કરે છે તેમ માને છે. ફક્ત પ્રોસ્તિયા, ચાર્વાકા અને મુસલમાને આત્માનેા પુનર્જન્મ સ્વીકારતા નથી.
અદ્વૈતવાદિયા આત્માને નિત્ય સ્વીકારે છે. રામાનુજ શુદ્દાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, તેમજ આર્યસમાજીએ પણ આત્માનું નિત્યપણું સ્વીકારે છે. આહ્વા આત્માને ક્ષણે ક્ષણે નવા તરીકે ઉત્પન્ન થનાર માની અનિવાર્સ્વીકારે છે. જેના આત્માને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય માને છે અને પર્યાયાચિંકનયની અપેક્ષાએ અનિત્ય માને છે. થજીદમાં સહિતા ભાગમાં કહ્યું છે કે સાતે સજ્જ તે-તે આત્મા કંપે છે. અને તે આત્મા કંપાયમાન થતા નથી. મૂળ દ્રવ્યરૂપે નિત્ય છે. તેથી તેની અપેક્ષાએ કંપાયમાન થતા નથી, અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ શરીર આદિ પર્યાય કરે છે તેની અપેક્ષાએ કંપાયમાન થાય છે. દ્રવ્યરૂપે નિત્ય હાવાથી કંપાયમાન થતા નથી, અને પર્યાય રૂપે શરીર વગેરેથી અનિત્ય હોવાથી-અનિત્ય છે તેથી કંપાયમાન થાય છે. આમ અપેક્ષાએ જૈને નિત્ય અને અનિત્યવાદ સ્વીકારે છે. મધ્યસ્થ દૃષ્ટિમંતા વિચારશે તા આમ અપેક્ષાએ ચેાગ્ય સમજાશે, જે જે
For Private And Personal Use Only
૧૨૭