________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
વચનામૃત.
આદિના કર્તા ઈશ્વરને સ્વીકારતા નથી. જે વસ્તુ, નિત્ય, અનાદિ કાળની હોય છે, તેના કર્તા ઈશ્વર કરી શકતા નથી; એમ વેદના આધારે જ્યારે આર્યસમાજીએ મુક્તકંઠે કહે છે ત્યારે જગા બનાવનાર ઈશ્વર નથી એમ જો જૈના કહે તે તેમાં સંપૂર્ણ સત્યતાજ સિદ્ધ કરે છે.
વેદધર્મવાળા અમુક અમુક બાબતામાં ઈશ્વરની કર્તૃત્વશક્તિ સ્વીકારે છે, અને જેના તે અમુક હેતુથી સ્વીકારતા નથી. પરમાણુઓને ભેગા કરનાર અને તેને અમુક પદાર્થ બનાવનાર ઈશ્વર છે. ત્યારે જૈના કહે છે કે પરમાણુઓમાં અમુક સંયાગામાં ભેગા મળી અમુક આકારરૂપે બનવાની શક્તિ રહી છે. તાવત માત્ર આટલા છે. સાયન્સ વિધા પણ પદાર્થોમાં ભેગા મળવાની તથા વિખરવાની શક્તિ છે એમ સ્વીકારે છે. આ બાબત વિશેષ મનન કરવા ચેાગ્ય છે.
હવે આત્મા સંબંધીના વિચાર કરીએ. સનાતન વેદાન્તિયેા આત્માને સર્વત્ર વ્યાપક માને છે. આત્મા સર્વત્ર વ્યાપક છે એને સિદ્ધાન્ત શરમતનો છે. રામાનુજ આચાર્ય આત્માને પરમાણુરૂપ સૂક્ષ્મ સ્વીકારે છે, અને આત્માને સર્વત્ર વ્યાપક માનનારની દલીલેા તાડી નાંખે છે. શાંકરમતવાળા આત્માને અણુ માનનારની દલીલા તેાડી નાંખે છે. શાંકરમતવાળા સર્વ છવાના એક આત્મા બ્રહ્મરૂપ સ્વીકારે છે, ત્યારે રામાનુજ મતવાળા અણુરૂપ ભિન્ન ભિન્ન આત્માને સ્વીકારે છે, અને દલીલો વેદાન્ત સુત્રના આધારે બતાવે છે. આર્યસમાજી આત્માઓને ભિન્ન ભિન્ન સ્વીકારે છે. સર્વ જીવના એક આત્મા સ્વીકારતા નથી. અને તેથી અદ્વૈતવાદના સર્વત્ર વ્યાપક બ્રહ્મને દલીલેાથી તાડવા યુતિયા આપે છે. આર્ય સમાજીએ સર્વત્ર વ્યાપક ભિન્ન ભિન્ન આત્માને માને છે.
જૈના સિદ્ધાન્તાનુસાર દલીલેાપૂર્વક આત્માએને ભિન્ન ભિન્ન માને છે. વ્યક્તિની અપેક્ષાએ સર્વ આત્માએ ભિન્ન ભિન્ન છે. સંગ્રહનયની અપેક્ષાએ સર્વ આત્માઓની એકસરખી સત્તા હૈાવાથી સર્વ આત્માઓનું એકત્વપણું માને છે. અમુક અમુક અપેક્ષાઓને લેઇ સર્વના એક આત્મા અને સર્વના ભિન્નભિન્ન આત્મા સ્વીકારતાં તકરારનું સ્થાન રહેતું નથી, એકજ મનુષ્ય પુત્રની અપેક્ષાએ પિતા, અને પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર એમ એ ધર્મ સહિત કહેવાય છે. તેમ આત્મા પણુ સત્તાથી એક, અને વ્યક્તિથી ભિન્ન ભિન્ન સ્વીકારવામાં આવે તે તે અપેક્ષાએ સવટે છે. શ્રી રામાનુજ અણુરૂપ આત્મા માને છે અને શંકરાચાર્યજી વ્યાપક બ્રહ્મ માને છે, ત્યારે જેના આત્માને વ્યાપક પણુ માને છે અને અભ્યાપક પણ
For Private And Personal Use Only