________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
નાર ગુરૂ જનેાની પૂજા કરવી તે પણ ચક્ષ કહેવાય કરે છે. માટે જૈના ઉત્તમ સિદ્ધાંતના માનતાર સ્તિક કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૨૫
છે—તેવા યજ્ઞ જેને હાવાથી પરમ આ
કેટલાક ઈશ્વરને જગતના કર્તા હર્તા માને છે. આત્માના બનાવનાર પણ ઈશ્વર છે. આવી માન્યતા જૈનેને કબુલ નથી. કારણુ કે, રાગદ્વેષ રહિત એવા જે ઈશ્વરને જૈને માને છે તે ઈશ્વર, કદી જગત્ રચવાની જંજાળમાં પડતા નથી. બાકી આત્મરૂપ ઈશ્વર જે શરીરરૂપ જગતના કર્તા કર્મના ચેાગે છે અને શરીર રૂપ જગા હતા પણ છે, શરીર સૃષ્ટિ-કમ સૃષ્ટિને કર્તા આત્મારૂપ શ્વિર છે, પણ તે સંસારી અવસ્થામાં, અશુદ્ધ પરિણતિના ચેાગે કમ્મરૂપ સૃષ્ટિને કર્તા અને હર્તા જાણવા. આવી રીતે જ્ઞત્ત્વ તેા અપેક્ષાએ આત્માને ઈશ્વર કલ્પી જૈના સ્વીકારે છે. તે વિના કર્મરહિત શુદ્ધ પરમાત્મામાં જગત કર્તૃત્વ, જૈના માનતા નથી. કેટલાક અદ્વૈતવાદી વેદાન્તિયેા પણ જગતને કર્તા ઈશ્વર માનતા નથી. કારણ કે બ્રહ્મ કેવલ સત્ય છે અને માયા અસત્ છે. તેા અસત્ જગત્ત્ના કર્તા બ્રહ્મ માનવું તે વૃંધ્યાપુત્રવત્ અસત્ ઠરે છે. આર્યસમાજી પણ વેદના આધારે કહે છે કે, આત્માએ તથા કર્મના બનાવનાર ઈશ્વર નથી. આત્માએ અનાદિકાળના છે. જ્યારે તે આત્માના બનાવનાર ઈશ્વર વેદના આધારે આર્યસમાજીએ માન્યા નહીં, ત્યારે જેતા પણ જ્ઞાના ખનાવનાર તરીકે આગમના આધારે ઈશ્વરને માને નહિ તે રાજપ્રમાળ ને યુક્તિમુત્ત જ્ઞ છે. વેદને માનનાર આર્યસમાજીએ પૃથ્વી, જલ, આદિ પરમાણુઓને નિત્ય માને છે, પરમાણુઓના બનાવનાર ઈશ્વર માનતા નથી. ત્યારે જૈતા પણ પુદ્ગલ પરમાણુઓનેા બનાવનાર ઈશ્વર માનતા નથી. આર્યસમાજીએ વેદનું પ્રમાણ આપી કહે છે કે, જીવાને, કર્યા કર્મ પ્રમાણે સુખ દુઃખને ન્યાય આપનારા દશ્વિર છે, ત્યારે જેના કહે છે કે, જીવાને, જે જે કર્મ કર્યા હોય છે તેનું ફળ છાએ કરેલાં કર્મ પેાતાની મેળેજ આપે છે. ઈશ્વરની ન્યાયશક્તિ કલ્પવાની જરૂર તેમાં રહેતી નથી. અગ્નિમાં ઉષ્ણતા આપવાની શક્તિ જેમ છે, જલમાં શીતતા આપવાની શક્તિ જેમ છે, અગ્નિ હાથમાં ઝાલીએ તા અગ્નિ બાળે છે, એ ઉષ્ણતા ગુણુમાંજ ખાળવાની સ્વયં શક્તિ છે, કંઇ શ્વિર ત્યાં ન્યાય કરવા આવતા નથી; તેમ પુણ્ય અને પાપ કર્મોંમાંજ સુખ અને દુઃખ આપવાની શક્તિ છે. ત્યાં ઈશ્વરની પ્રેરણા તથા ન્યાય શક્તિ કલ્પવાની જરૂર પડતી નથી. જેમ આર્યસમાજી પણ ઉપર જણુાવેલી ખાખતાના કર્તા ઈશ્વરને માનતા નથી, તેમ જૈતા પણુ આત્મા તથા પરમાણુઓથી બનેલાં કર્મ