________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
વચનામૃત.
અને તાનિ પહેલા પ્રતાપ છે, અવધિજ્ઞાન અને મન પર્યવ જ્ઞાન છે તે દેશથી પ્રત્યક્ષ પ્રમાણ છે. કેવલજ્ઞાન છે તે સર્વથી પ્રત્યક્ષ પ્રમાણ છે. પાંચ ઈન્દ્રિયો અને મનની સહાયથી ઉત્પન્ન થનારને અતિપાત કહે છે. જિનવાણી સાંભળીને જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે. સાક્ષાત આત્માના પ્રદેશેની અને ઇન્દ્રિયની સહાય વિના જે જે રૂપી પદાર્થો જેવા હોય તેવા જણાય તેને શાન કહે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનમાં જે જે ચિંતવ્યું હોય તે તે સાક્ષાત આત્માના પ્રદેશથી જાણવામાં આવે તેને મન:પર્યવ ાર કહે છે. સર્વ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થવાથી લોક અને અલોકને સાક્ષાત્કાર થાય છે તેને જેવાન કહે છે. કેવળજ્ઞાન આવ્યું કદી જતું નથી. કેવળજ્ઞાન પામ્યા બાદ અઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાની પરમાત્મપદ પામે છે. શ્રી વીતરાગનો કહેલો ધર્મ મુક્તિમાર્ગનો હેતુભૂત હોવાથી, સદાકાલ તેનું આરાધન કરવું. જિન પ્રતિમા વડે જિનના ગુણોનું સ્મરણ પૂજન કરી જિનમાં રહેલા ગુણે આપણું આત્મામાં પ્રકટાવવા જોઈએ. ગુણીના ગુણોને, તેની વાણુતારા, તેની છબી ધારા, બહુમાન પ્રશસાથી લેવા જોઈએ. મૂર્તિને પૂજનારા જેને કંઈ જડના પૂજકો નથી, પણ મૂર્તિમાં પરમાત્માને ભાવ કલ્પી પરમાત્માની પૂજા કરી પરમાત્માના અમૂલ્ય ગુણેને સ્મરે છે અને તે ગુણેને હૃદયમાં ધારણ કરે છે. પુસ્તકોમાં લખેલા અક્ષરો તે જડ છે, તો પણ તે અક્ષરો દ્વારા વાય પદાર્થોનું
સ્મરણ કરી, સત્ય તત્ત્વનો વિવેક કરીએ છીએ. તેવી રીતે પરમાત્માની મૂર્તિધારા પરમાત્માનું સ્મરણ કરી તેમના ગુણોને લેવા જોઈએ; એમ અસલ સનાતન જૈન સિદ્ધાંતમાં મૂર્તિ પૂજા પ્રતિપાદન કરી છે. કેવળજ્ઞાની સાકાર હતા માટે તેમની મૂર્તિની પૂજા સિદ્ધ થાય છે. હાલમાં વિકટેરીઆ રાણી વગેરેના બાવલાને લોકો માન આપે છે તેનું કારણ ફક્ત ગુણાજ છે. અસલ તેમ પરમાત્માની મૂર્તિધારા સગુણ લેવાનો રીવાજ ચાલ્યો આવે છે. - પરમાત્મ પદ પ્રાપ્ત કરવા માટે સદાચરણે રૂપ જે ચારિત્ર છે તે આવશ્યક સમજી તેની ક્રિયા કરવી જોઈએ. પરમાત્માએ શુદ્ધ ક્રિયાથી કર્મને ક્ષય થાય છે એમ જણાવ્યું છે. ઇર્ષ્યા, રાગ, દ્વેષ, મનની ચંચલતા, મેહ, મમતા, પાખંડ, કૃપણુતા, હિંસા, જૂઠ, વ્યભિચાર આદિની અશુદ્ધ ક્રિયાઓ ' છે; તેને ત્યાગ કરી ઉત્તમ સગુણોની જે જે માર્ગે પ્રાપ્તિ થાય તે તે શુદ્ધ ક્રિયાને આદર કરવો જોઈએ.
આ પ્રમાણે ઈશ્વરાદિને માનનાર જેને દુર્ગુણરૂપ પશુઓનો જ્ઞાનરૂપ અગ્નિમાં હોમ કરી સત યજ્ઞ કરે છે. અથવા ઉત્તમ સગુણને ધારણ કર
For Private And Personal Use Only