________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચનામૃત,
૧૨૩
કર્મની પ્રકૃતિયો જે સૂક્ષ્મ છે તેના પેગે દરેક ગતિમાં મોટાં દિવ્ય સ્થૂળ શરીરે પ્રગટી નીકળે છે. જેવાં જેવાં કર્મો કર્યા હોય છે તેવાં તેવાં કર્મ બંધાઈ કામણ શરીરની સાથે પરભવમાં આવે છે. એવો સિદ્ધાંત હોવાથી મનુષ્યોએ પાપકર્મથી દૂર રહેવું જોઈએ. પુણ્ય અને પાપનો સર્વથા પ્રકારે ક્ષય થાય છે ત્યારે મુક્તિ થાય છે. પુણ્ય અને પાપના યોગે સારાં ખોટાં શરીરે આત્માને ધારણ કરવા પડે છે, તેમજ ઉચ્ચ વા નીચ અવતાર ધારણ કરવા પડે છે.
અશુભ રાગને નાશ કરવો હોય તો શુભરાગથી કરો. અશુભ દેશને નાશ કરવો હોય તે શુભ દેવથી કરે. શુભ દેવનો નાશ કરવો હોય તે કેવલ આત્માને શુદ્ધ પગ ધારણ કરે. રાગ અને દેવના સંસ્કારોનો કંઈ એકદમ નાશ થતો નથી. આત્માનું સ્વરૂપ પરિપૂર્ણ સમજાય, અને જ્ઞાનધ્યાનમાં જીવન ગાળવામાં આવે તો રાગ અને દ્વેષનો નાશ થાય છે. પ્રારબ્ધ કર્મના યોગે સંસારમાં જે જે વસ્તુઓ મળી હોય તેમાં સંતોષ માની હર્ષ વા શોક કરે નહિ. જડ વસ્તુઓ જે ક્ષણિક છે, ઘડીમાં જેને નાશ થવાને છે, અનેક રૂપાંતર જેનાં થયાં કરે છે એવી બાહ્યની વસ્તુએમાં મહારાપણાની બુદ્ધિ ધારણ કરવી નહિ. પ્રારબ્ધાનુસારે જે લક્ષ્મી પિતાને મળી હોય તેના ઉપરથી મમતા ઉતારીને હજારો છોના ભલામાં તેને સદુપયોગ કર. મનમાં થતા અશુદ્ધ વિચારો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ, કામ, કલેશ, નિંદા, અને વિશ્વાસઘાત વગેરેને નાશ કરે. વાણું સત્ય, અને પ્રિય બોલવી. કાયાથી જીવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ, અને જે કરતા હોય તેની પ્રશંસા કરવી નહિ. સર્વ પ્રકારના કર્મને ક્ષય કરવા માટે સંયમ માર્ગની આરાધના કરવી. ઇત્યાદિ હેતુઓથી સકળ કર્મને ક્ષય થાય છે. ઈત્યાદિ તના ઉપદેષ્ટા કેવલજ્ઞાની શ્રી તીર્થકર મહારાજા છે. શ્રી તીર્થકરને, જીવનમુક્ત પરમાત્મા અપેક્ષાએ કહેવામાં આવે છે. જે સાધુ થઈને પંચ મહાવ્રત પાળે છે, બેતાલીશ દોષ રહિત આહાર ગ્રહણ કરે છે અને પાંચ માંડલીના દોષોને ટાળે છે; તીર્થકરની વાણી અનુસાર દેશના આપે છે, તેને ગુરૂ કહે છે. સાધુઓ અને સાધ્વીઓને ગુરૂપદમાં સમાવેશ થાય છે.
મોક્ષને માટે સમ્યગ જ્ઞાન અને સમ્યફ ક્રિયાની આવશ્યકતા છે. સર્વ જેવું પદાર્થનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે તે પ્રમાણે સર્વનય સાપેક્ષ પદાર્થોનું સ્વરૂપ જાણવું તેને સભ્ય જ્ઞાન કહે છે. જ્ઞાનના પંચ પ્રકાર છે--અતિશાન, ગુજરાત, મહાન, મન: પવૅવાન અને ઇશાન. તેમાં માતાના
For Private And Personal Use Only