________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
વચનામૃત.
ઉપર પ્રમાણે આત્માના ગુણેનું લક્ષણ બતાવ્યું. આત્માના અસંખ્ય પ્રદેશોને અનંત કમની વર્ગણુઓ લાગી છે. કોઈ કહેશે કે જ્યારે તે અનાદિ કાળથી લાગી છે ત્યારે તે છૂટી શી રીતે પડી શકે ? તેના ઉત્તરમાં કહે વાનું કે ખાણમાં સુવર્ણ અને રજ બે ભેગાં ભળેલાં હોય છે તે જેમ પ્રયોગથી જુદા પડે છે, ક્ષીર અને નીર ભેગાં મળી ગયેલાં હોય છે તો પણ તે હંસની ચાંચથી જુદાં પાડી શકાય છે; તેમ આત્મા અને કર્મને અનાદિ કાળથી મેળાપ છે, તો પણ તે ભિન્ન થઈ શકે છે. વસ્તુતઃ આત્માઓ અરૂપી છે તે પણ તે કર્મના સંબંધથી વ્યવહારવડે અનાદિ કાળથી રૂપી કહેવાય છે. જ્યારે કર્મને સર્વથા નાશ કરે છે ત્યારે તે સત્તા અને વ્યક્તિથી અરૂપી કહેવાય છે. કર્મના યોગે આત્માની સાથે પાંચ પ્રકારના શરીરને સંબંધ થાય છે. વારિક, શૈક્રિય, મા , તેજસ્ અને કાર્યા. આ પાંચ પ્રકારના શરીરનું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ જેવું હોય તે પ્રાપ્તના સૂર તથા સવાર્થ સૂત્રમાંથી જોવું. સાત ધાતુ વગેરેનું સ્થૂલ મૈદારિક શરીર બનેલું હોય છે. મનુષ્ય અને પશુ પંખી વગેરે તિને વારિક શરીર પ્રત્યક્ષ દેખવામાં આવે છે. સુખ અને દુઃખના ભોગને ભેગવવાનું મુખ્ય તાએ આ શરીરથી હોય છે. થાન, જે આદિ ગુણથી મનુષ્યને તથા તિર્થને વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે. અષ્ટકર્મના વિકારથી બનેલું કામણ, અને આહારની પાચન ક્રિયા કરનાર તૈજસ્ એ બે શરીરે દેવતા, મનુષ્ય, અને નારકીના જીવોને અવશ્ય હોય છે. દેવતા અને નારકીના છ ને તેજ ભવમાં ઉત્પન્ન થનાર ક્રિય શરીર હોય છે. આહારક લબ્ધિવાળા ચતુર્દશ પૂર્વધરે આહારક શરીર બનાવી શકે છે.
મનુષ્યો ભરીને બીજો અવતાર ધારણ કરે છે તે મરતાની સાથે તૈજસ અને કામણું શરીર કે જે બે સુક્ષમ છે તેને પરભવમાં જીવ સાથે લેઈ જાય છે, તેથી ત્યાં તે બે શરીરના યોગે જેવાં જેવાં કર્મ કર્યો હોય તેવાં તેવાં તે તે ભવ એગ્ય નવાં સ્થળ, દારિક અને વૈક્રિય શરીરને પ્રાપ્ત કરે છે. જેવા જેવા શુભ યા અશુભ પરિણામના વિચારો કરવામાં આવે છે તે તે પ્રમાણે પુણ્ય અને પાપ કર્મની વણાઓ ગ્રહણ કરવામાં આવે છે; અને તે પુણ્ય અને પાપકર્મ આખા જીવનમાં જેટલું પ્રાપ્ત કર્યું હોય છે તેટલું સર્વ કામણ શરીરમાં સત્તાઓ–પ્રકૃતિરૂપે પડી રહી પરભવ સાથે આવે છે, અને તે અમુક અમુક કામે ઉદયમાં આવી સુખ અને દુઃખ હેતુપૂર્વક સુખ અને દુઃખને ભોગ આત્માને આપે છે. જેમ વડના બીજમાંથી આખું મોટું વડનું ઝાડ પ્રગટે છે તેમ કામણ શરીરમાં રહેલી
For Private And Personal Use Only