________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૨૧
અષ્ટ પ્રકારનું દ્રવ્યકર્મ ગ્રહણ કરનાર આત્મા છે. રાગ અને દ્વેષથી મલીન થએલ આત્મામાં દ્રવ્યકર્મ ગ્રહણ કરવાની શક્તિ રહેલી છે તેથી તે અષ્ટ પ્રકારનાં કર્મ ગ્રહણ છે. પાપ અને પુણ્ય પરમાણુઓ રૂપ પુદ્ગલ દ્રવ્યોના જથ્થાનાં બનેલાં છે. અશુભ પરમાણુઓના જથ્થાથી પાપ બનેલું છે, અને શુભ પરમાણુઓના જથ્થાથી પુણ્ય બનેલું છે. અશુભરાગ અને અશુભ. વથી પાપકર્મની વર્ગણુઓને આત્મા ગ્રહણ કરે છે. શુભ રાગ અને શુભદેવથી પુણ્યકર્મની વર્ગણુઓને આત્મા ગ્રહણ કરે છે. પાપની વર્ગણુઓમાં અશુભ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ રહ્યા હોય છે અને પુણ્યની વર્ગણુઓમાં શુભ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ રહ્યા હોય છે.
પુણ્ય કર્મનો ભોગ ભોગવવાનાં મુખ્ય સ્થાન દેવલોક, અને મનુષ્યભવ છે. પાપ કર્મનો ભોગ ભોગવવાનાં મુખ્ય સ્થાન નરક અને તિર્યંચની ગતિ છે. ગોણુતાએ તે ચારે ગતિના છામાં પુણ્ય અને પાપ કહ્યું છે. પુણ્ય અને પાપ આવવાના હેતુઓને આશ્રવ કહેવામાં આવે છે. રાગ અને દ્વેષ આદિથી પુણ્ય અને પાપ આવે છે માટે તેને આશ્રવ કહેવામાં આવે છે. વસ્તુતઃ વિચારીએ તો પુણ્ય અને પાપ અને તેના હેતુઓને આશ્ચર કહે વામાં આવે છે. અષ્ટકર્મ આશ્રવ છે. આત્માની સાથે કર્મનું બંધાવું તેને બંધ કહે છે. અષ્ટકર્મને બંધ રોકવાના હેતુઓ-જેવા કે સાધુ ધર્મ, શ્રાવક ધર્મ, સમિતિ, ગુપ્તિ, ભાવના, ચારિત્ર વગેરેને સંવત કહે છે. પૂર્વે બાંધેલાં કર્મને ખેરવવાના ( ટાળવાના) હેતુઓ, જેવા કે બાર પ્રકારની તપશ્ચર્યા વગેરેને નિર્વા કહે છે. અષ્ટ પ્રકારના કર્મોથી આત્માનું છૂટવું તેને પ્રેક્ષ કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આનંદ વગેરે ગુણેને ધારણ કરનારને લવ (આત્મા) કહે છે. જે જડ છે–જ્ઞાનગુણથી સર્વથા શૂન્ય છે એવા જડ પદાર્થોને વકીલ તરણ કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાલ; એ પાંચ દ્રવ્યને અજીવ તત્વમાં સમાવેશ થાય છે. પુણ્ય, પાપ અને બંધ તત્વને પણ પુદ્ગલાસ્તિકાયમાં સમાવેશ થાય છે. બધા તત્વને અપેક્ષાએ પુગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. રાગ અને દ્વેષને ભાવકર્મ કહે છે. આત્મા અનંત છે. અનત છો અષ્ટ પ્રકારનાં કર્મ ખપાવીને મુક્તિ સ્થાનમાં જઈ સિદ્ધબુદ્ધ પરમાત્મા થયા. જે છ મુક્તિ ગયા નથી તેને સંસારી જીવો કહે છે. નવ તને પડુ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વ દ્રવ્યનું વિશેષ સ્વરૂપ જેવું હોય તે (મારે બનાવેલ) વર્ષે રિવર ગ્રન્થ જે.
For Private And Personal Use Only