________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
વચનામૃત.
ખાલી ભસ્મ કર્યા છે એવા મુક્તિના જીવેા કદી સંસારમાં પાછા આવતા નથી. કાઈ કહેશે કે સસારી જીવાને દુઃખમાંથી બચાવવા પાછા આવે છે, આ પણ દલીલ ચેગ્ય નથી. કારણકે જેણે સંપૂર્ણ કર્મના ક્ષય કર્યો છે તેને કર્મ વિના અવતાર ધારણ કરવા પડતા નથી. દુઃખી જીવાને બચાવવા માટે સંસારમાં રહેલા ધણા મહાત્માએ ઉપદેશ આપે છે. પરમાત્મારૂપ થએલાઓને આવવાની કશી જરૂર પડતી નથી. મુક્તિમાં અનંત આ ભાએ પરમાત્મ રૂપે બની અનંત સુખ ભાગવે છે. અનંત જ્ઞાનવર્ડ સર્વ પદાર્થોને જાણે દેખે છે.
કેટલાક દુઃખના અત્યંત અભાવ તેનેજ મુક્તિ માને છે. કેટલાક કહે છે કે મુક્તિમાં જ્ઞાન રહેતું નથી. જૈતા કહે છે કે દુઃખના અત્યંત અભાવ પૂર્વક મુક્તિમાં અનંત સુખ ગુણુ પ્રગટી નીકળે છે. ચિત્ અને આનર્ મુળ આત્માના છે, માટે આત્મા વિજ્ઞાનન્દુ કહેવાય છે. મુક્તિમાં અનંત જ્ઞાન છે. જ્ઞાન વિનાની જડ મુક્તિને કાણુ ઇચ્છે? કોઇ અે નહીં. જૈતા જ્ઞાન અને અનંત આનંદ મુક્તિમાં માને છે. અને ત્રામાં તેજ સદાકાલ પામવે થાય છે એમ સ્વીકારે છે. સિદ્ધાત્મા સર્વે અરૂપી એટલે પરમાણુથી ભિન્ન અસંખ્યાત પ્રદેશી અત્યંત સુક્ષ્મ હોય છે. તે એક ઠેકાણે અનંત ભેગા રહે છે, તાપણુ એક ખીજાને હરકત થતી નથી. કારણકે તે આકાશ પેઠે અરૂપી છે. સસારમાં અત્યંત અદ્વૈત જીવા છે. મુક્તિમાં ગયાથી સંસારમાં રહેલા છત્રના છેડે આવતા નથી. મુક્તિમાં જવાના ઉપાયેા જ્ઞાન, શૅન, અને ચરિત્ર છે. જ્ઞાનીનચાાિળિ મોક્ષઆના; તત્વાર્થ સૂત્રમાં કહ્યુ છે. શ્વેતાંબરા અને દિગંબર જૈને કેટલાક ક્રિયા વગેરેના ભેદો ત્રિના, આત્મા, કર્મ, મુક્તિ, નવ તત્ત્વ, ષડ્ દ્રવ્ય, અને ઇશ્વર આદિની માન્યતામાં સિદ્ધાંત તત્ત્વ તરીકે એક સરખી માન્યતા ધરાવે છે. આ પ્રમાણે મુક્તિ બાબતમાં જૈનેાની માન્યતા જણાવી.
જગત્કર્તૃત્વ તરીકે ભિન્નમાન્યતાના દેવા—વૈષ્ણવ મતવાળા વિષ્ણુને જગતકર્તા તરીકે માને છે. બ્રહ્માને માનનારા બ્રહ્માને જગત્ બનાવનાર તરીકે માને છે. શિત્રમતવાળા મહાદેવને જગા બનાવનાર તરીકે સ્વીકારે છે. દેવી ભગવતવાળા શિક્તને જગત્ કરનારી માને છે. પ્રી. સ્તિયા પેાતાના ઈશ્વરને જગતકર્તા તરીકે માને છે. મુસલમાના મુદ્દાને માને છે. કોઇ કતને માને છે. આર્ય સમાજીએ ઉપરના મતવાળાએ જેવી રીતે માતે છે તેવા આકારવાળા દેશને જગત્કર્તા તરીકે કબુલ કરતા નથી, ઉલટું બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, અને દેવી વગેરેનું ખંડન કરે છે. આર્ય સમાજી
For Private And Personal Use Only