________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૧૩
નથી ત્યાં ધર્મ નથી. કેટલાક લેકે એમ માને છે કે યજ્ઞથી દેવતા પ્રસન્ન થાય છે, એ વાત ખોટી છે. દેવતા કંઈ માંસ ખાતા નથી. માંસ અપવિત્ર છે તેને દેવતા ખાય નહિ, પણ પાપી રાક્ષસ જીવો ખાય છે. ઉલટું પાપ કરનારના ઉપર દેવતાઓ ક્રોધાયમાન થાય છે. થોડાં વર્ષો ઉપર સિદ્ધપુર ગામમાં એક બ્રાહ્મણે યજ્ઞ કર્યો હતો અને એમાં જીવતા બકરાને હેપે હતો. એનું પરિણામ એ આવ્યું કે-બ્રાહ્મણનું આખું ઘર નાશ પામ્યું, પિોતે ઘરધણી મરી ગયે. પાપ કરવાથી કદી સારું થતું નથી. ઉગ્ર પાપ
આ છંદગાનીમાં પણ ફળ આપે છે. હિંદુસ્થાનમાં પ્રથમ જીવતી હિંસા થોડી થતી હતી, હાલ વિશેષ થાય છે. તે તેથી દેશની પાયમાલી, દુકાળ, રોગ વગેરેની પીડા વિશેષ દેખવામાં આવે છે. માટે દરેક દયા ધિર્મની લાગણી ધરાવનાર ધર્મ વીરએ આ દુનિયામાં મનુષ્ય જન્મ પામી, દયા લાગણી વધારવી અને ધર્મનાં કૃત્ય કરવા અને તેથી મનુષ્ય જન્મ સફળ કર.
जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य ॥
तस्स सामाइयं होइ, एए केवलि भासियं ॥१॥ જે ભવ્ય ત્રસ અને સ્થારમાં સર્વ ભૂતમાં સમભાવવાળો છે. અને કોઈના ઉપર રાગ દેષ કરતા નથી તેને સામાચર કહે છે. અને તે કેવળજ્ઞાની પ્રરૂપિત મુદ્રાલેખ ત્રિકાળમાં વિજય પતાકા પ્રાપ્ત કરે છે. અને તે માટે મુનીશ્વર રામ અંગીકૃત કરી પરમ પદ સાધવા પ્રયત્ન કરે છે. મુનિવર્યો સદા નિરૂપાધિપદ સેવન કરે છે અને વીતરાગ ભગવંતના સ્યાદાદ ધર્મના વાહક ધર્મ ધુરંધર પદવીમાં પ્રથમતાને પામે છે. વળી ક્ષમાશ્રમણ કેવા છે તે કહે છે.
વા. संतोषसुखशय्यायां, सद्विवेकपरावृताः॥
स्वपंति ये महात्मनः शेरते ते निराकुलाः ॥ १॥ ભાવાર્થ –સંતોષ રૂપ સુખશામાં દિવેકરૂપ ચાદર પાથરીને જે ભવ્ય મહાત્માઓ શયન કરે છે, તે નિરાકુલતાએ સુવે છે. સંતોષની પ્રાપ્તિ જ્ઞાન વિના થતી નથી. પરિગ્રહની મૂચ્છ-તૃષ્ણ જયાં સુધી હોય છે ત્યાં સુધી મન અસ્થિર રહે છે અને શાંત થતું નથી. લોભી પુરૂષ સદા સંકલ્પ વિકલ્પ યુક્ત હોય છે. અનાદિ કાળથી લોભ જીવને લાગ્યો હોય છે, ચાર
For Private And Personal Use Only